National News/ CEC જ્ઞાનેશ કુમારની Z+ સુરક્ષા વધુ મજબૂત, નિવાસ અને ચૂંટણી પંચની ઓફિસે વધારાયો બંદોબસ્ત

Gyanesh Kumar Z+ Security વધુ મજબૂત કરવામાં આવી છે. SIR વિરોધ વચ્ચે તેમના નિવાસસ્થાન અને ચૂંટણી પંચની ઓફિસે વધારાનો સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો.

Top Stories India Breaking News
Gyanesh Kumar Z+ Security: CECના ઘર બહાર વધારાનો પોલીસ બંદોબસ્ત

New Delhi News: મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર (Chief Election Commissioner)ની સુરક્ષા વ્યવસ્થા (Gyanesh Kumar Z+ Security) વધુ કડક કરવામાં આવી છે. દેશમાં Special Intensive Revision (SIR)ને લઈને ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અને તેમની સુરક્ષાને લઈને મળેલી નવી માહિતી બાદ તેમના નિવાસસ્થાન તેમજ ચૂંટણી પંચની ઓફિસની આસપાસ વધારાના સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. જ્ઞાનેશ કુમારને અગાઉથી જ Z+ સુરક્ષા કવચ મળેલું છે. હવે આ સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવામાં આવી છે.

Gyanesh Kumar Z+ Security: નિવાસસ્થાનની બહાર વધારાનો પોલીસ બંદોબસ્ત

અધિકારીઓના જણાવ્યા અનુસાર, જ્ઞાનેશ કુમારના દિલ્હી સ્થિત નિવાસસ્થાનની બહાર વધારાના પોલીસ કર્મચારીઓ અને સુરક્ષા દળોની તૈનાતી કરવામાં આવી છે. દિલ્હી પોલીસ દ્વારા સ્થાનિક પોલીસને પણ જરૂરી બંદોબસ્ત વધારવા માટે કહેવામાં આવ્યું છે. તાજેતરમાં તેમના નિવાસસ્થાન સાથે જોડાયેલા સ્થળો નજીક વિરોધ પ્રદર્શન થયાની માહિતી બાદ સુરક્ષા વ્યવસ્થાનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવ્યું છે.

ચૂંટણી પંચની ઓફિસે પણ સુરક્ષા વધારી

જ્ઞાનેશ કુમારની વ્યક્તિગત સુરક્ષા ઉપરાંત દિલ્હીના અશોક રોડ સ્થિત નિર્વાચન સદન એટલે કે Election Commission of Indiaના મુખ્યાલયની સુરક્ષા પણ વધારવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી અહીં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને વિવિધ સુરક્ષા એજન્સીઓને પરસ્પર સંકલન જાળવીને કામ કરવાની સૂચના આપવામાં આવી છે.

SIR મુદ્દે વિરોધ ચાલુ

જ્ઞાનેશ કુમારની સુરક્ષા એવા સમયે વધારવામાં આવી છે જ્યારે SIR (SIR Protest) અને મતદાર યાદીમાં ફેરફારને લઈને વિપક્ષી પક્ષો દ્વારા દિલ્હીમાં સતત વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. વિરોધ પક્ષો ચૂંટણી પ્રક્રિયા અને SIRને લઈને અનેક સવાલો ઉઠાવી રહ્યા છે અને જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી રહ્યા છે. બીજી તરફ, ચૂંટણી પંચ અને સરકાર તરફથી SIR પ્રક્રિયાને લઈને પોતાનો પક્ષ રજૂ કરવામાં આવ્યો છે.

સુરક્ષા એજન્સીઓ હવે જ્ઞાનેશ કુમારના નિવાસસ્થાન, વ્યક્તિગત સુરક્ષા અને ચૂંટણી પંચના મુખ્યાલય..ત્રણે સ્થળે સ્થિતિ પર નજર રાખી રહી છે.


આ પણ વાંચો: રાહુલ ગાંધીનો હુંકાર: જ્ઞાનેશ કુમાર રાજીનામું નહીં આપે ત્યાં સુધી વિરોધ બંધ નહીં થાય, મોદી-શાહને આપ્યો સીધો પડકાર

આ પણ વાંચો: રાહુલ ગાંધીનું એલાન, ‘જ્ઞાનેશ કુમાર રાજીનામું આપો’: આજે જંતર-મંતર પર વિપક્ષના ધરણાં

આ પણ વાંચો: જ્ઞાનેશ કુમાર સામે રાહુલ કેમ આક્રમક? રાજીનામું થાય કે ન થાય, બંનેમાં રાજકીય ખેલ!