Uttarpradesh News : હેર ટ્રાન્સપ્લાન્ટને કારણે ક્યારેક મોટી મુશ્કેલી ઉભી થતી હોયછે. સામાન્ય લાગતી આ સર્જરી ક્યારેક ખતરનાક સાબિત થતી હોય છે. આ પ્રકારના એક બનાવમાં ઉત્તરપ્રદેશના કાનપુરમાં હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા બાદ એક એન્જિનિયરનું મૃત્યુ થઈ ગયું. મૃતકની પત્નીએ આરોપ લગાવ્યો છે કે, યોગ્ય તપાસ અને તબીબી સલાહ લીધા વિના ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. તેના કારણે તેના પતિનો ચહેરો સોજી ગયો હતો.
19 નવેમ્બર, 2024ના રોજ, એ જ ક્લિનિકમાંથી હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા બાદ બીજા એક વ્યક્તિનું મૃત્યુ થયું. મૃતકના પરિવારે હવે 6 મહિના (13 મે) પછી આ અંગે પોલીસ ફરિયાદ કરી છે.
આજના સમયમાં વાળ ખરવા, તૂટવા અને ટાલ પડવી એ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે, જેને દૂર કરવા માટે લોકો હેર ટ્રાન્સપ્લાન્ટનો વિકલ્પ પસંદ કરી રહ્યા છે. જોકે, આ પ્રક્રિયાને યોગ્ય રીતે, યોગ્ય તપાસ પછી અને નિષ્ણાતોની દેખરેખ હેઠળ કરવામાં ન આવે ત્યાં સુધી આ પ્રક્રિયાને સલામત ગણી શકાય નહીં.
તો ચાલો, આજે ‘કામના સમાચાર’માં આપણે હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કેટલી સલામત છે તેના વિશે વાત કરીશું. સાથે એ પણ જાણીશું કે-
કોણે હેર ટ્રાન્સપ્લાન્ટ ન કરાવવા જોઈએ?
શું હેર ટ્રાન્સપ્લાન્ટની કોઈ આડઅસર થઈ શકે છે?
હેર ટ્રાન્સપ્લાન્ટ પહેલાં અને પછી કઈ સાવચેતી રાખવી જોઈએ?
નિષ્ણાત: ડૉ. શિવમ ગોયલ, કન્સલ્ટન્ટ ડર્મેટોલોજિસ્ટ અને હેર ટ્રાન્સપ્લાન્ટ સ્પેશલિસ્ટ, ઇટરનલ હૉસ્પિટલ, જયપુર
પ્રશ્ન- હેર ટ્રાન્સપ્લાન્ટ શું છે?
જવાબઃ આ એક સર્જરી છે, જેમાં માથાના ટાલવાળા અથવા ખરતા ભાગોમાં વાળ ટ્રાન્સફર કરવામાં આવે છે. તેને હેર રેસ્ટોરેશન અથવા હેર રિપ્લેસમેન્ટ પણ કહેવામાં આવે છે. આ પ્રક્રિયા સામાન્ય રીતે એવા લોકો માટે હોય છે, જેમણે અગાઉ વાળ ખરવાની સારવારની અન્ય પદ્ધતિઓ અજમાવી હોય. હેર ટ્રાન્સપ્લાન્ટ મુખ્યત્વે બે તકનીકોનો ઉપયોગ કરીને કરવામાં આવે છે.
ફોલિક્યુલર યુનિટ ટ્રાન્સપ્લાન્ટેશન (FUT)
આ પદ્ધતિમાં માથાના પાછળના ભાગમાં એક ચીરો પાડીને ચામડીની પાતળી પટ્ટી દૂર કરવામાં આવે છે, જેમાં હજારો હેર ફોલિકલ્સ (ત્વચામાં રહેલી નળી જેવી રચના, જે વાળ ઉત્પન્ન કરે છે) હોય છે. પછી તે ત્વચાની પટ્ટી (સ્કિન સ્ટ્રિપ)ને માઇક્રોસ્કોપની મદદથી ઘણા નાના ગ્રાફ્ટ (ફોલિક્યુલર યુનિટ)માં વિભાજીત કરવામાં આવે છે, દરેકમાં 1-4 વાળના મૂળ હોય છે. આ પછી, જે વિસ્તારોમાં વાળ ઓછા હોય અથવા બિલકુલ ન હોય, ત્યાં નાના છિદ્રો બનાવવામાં આવે છે અને તેમાં વાળની કલમો (હેર ગ્રાફ્ટ્સ) મૂકવામાં આવે છે. બાદમાં ત્વચા પર ટાંકા લગાવવામાં આવે છે અને થોડા અઠવાડિયામાં ત્યાં વાળ ઉગવા લાગે છે.
ફોલિક્યુલર યુનિટ એક્સટ્રેક્શન (FUE)
આ માટે પહેલાં જે ભાગમાંથી વાળ કાઢવાના છે, તે ભાગને ટ્રિમ કરવામાં આવે છે. પછી, માઇક્રો પંચ ટૂલની મદદથી વાળના મૂળ (ફોલિક્યુલર યુનિટ્સ) દૂર કરવામાં આવે છે. તેમાં સર્જિકલ સ્ટ્રીપ કાઢવામાં નથી આવતી, જેથી કોઈ લાંબો કટ કે ટાંકો (stitch) લાગતા નથી. FUEની ખાસિયત એ છે કે, વાળ ફક્ત માથા પરથી જ નહીં પરંતુ શરીરના અન્ય ભાગો જેમ કે દાઢી, છાતી, પેટ (એબ્ડોમન) અને પ્યુબિક એરિયામાંથી પણ કાઢી શકાય છે.પ્રશ્ન- હેર ટ્રાન્સપ્લાન્ટ કોણ કરાવી શકે?
જવાબઃ આ પ્રક્રિયા દરેક વ્યક્તિ માટે યોગ્ય નથી. આ માટે કેટલીક જરૂરી શરતો છે. નીચે આપેલા ગ્રાફિક પરથી આ સમજીએ-શ્ન- હેર ટ્રાન્સપ્લાન્ટ કરતાં પહેલાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
જવાબ: ડૉ. શિવમ ગોયલ કહે છે કે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવતાં પહેલાં એક સારા અને અનુભવી હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જનનો સંપર્ક કરો. ડૉક્ટરની લાયકાત, અનુભવ અને અગાઉના દર્દીઓના રિવ્યૂ ચકાસો.
ત્યાર બાદ તમારી હેલ્થ કન્ડિશન વિશે ડૉક્ટરને સંપૂર્ણ માહિતી આપો. કોઈપણ બીમારી કે દવાઓ વિશે છુપાવશો નહીં, કારણ કે તે તમારી સર્જરીને અસર કરી શકે છે. તમારા કિસ્સામાં કઈ વાળ ટ્રાન્સપ્લાન્ટ તકનીક (FUE અથવા FUT) વધુ સારી રહેશે, તે પણ પૂછો. આ માટે, ગ્રાફિકમાં આપેલા કેટલાક મુદ્દાઓ ધ્યાનમાં રાખો.પ્રશ્ન- હેર ટ્રાન્સપ્લાન્ટ બાદ કેટલા દિવસમાં વાળ ઉગવા લાગે છે?
જવાબઃ સામાન્ય રીતે હેર ટ્રાન્સપ્લાન્ટ પછી, વાળનો વિકાસ કેટલાક તબક્કામાં થાય છે.
3 થી 4 મહિનામાં વાળનો લગભગ 10 થી 20% વિકાસ જોવા મળે છે.
ટ્રાન્સપ્લાન્ટ પછી, 6 મહિનાની અંદર લગભગ 50% વાળનો વિકાસ થઈ જાય છે.
8થી 9 મહિનામાં લગભગ 80% પરિણામો દેખાય છે.
હેર ટ્રાન્સપ્લાન્ટના 100% પરિણામો 9થી 12 મહિનામાં દેખાય છે. આ રીતે, હેર ટ્રાન્સપ્લાન્ટની સંપૂર્ણ અસર એક વર્ષમાં દેખાય છે. જોકે, ક્યારેક તે વ્યક્તિએ વ્યક્તિએ બદલાઈ શકે છે.પ્રશ્ન- હેર ટ્રાન્સપ્લાન્ટ પછી કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
જવાબ: હેર ટ્રાન્સપ્લાન્ટ પછી યોગ્ય કાળજી લેવી ખૂબ જ જરૂરી છે, જેથી વાળ સારી રીતે વધે અને કોઈપણ પ્રકારની સમસ્યા ન થાય.
ડોક્ટરે આપેલી એન્ટીબાયોટિક દવા સમયસર લો. થોડા સમય સુધી માથુ ઉંચુ કરીને અને પડખુ ફરીને ઉંઘવું. સર્જરીના બે દિવસ પછી ક્લિનીક પર જઈને પાટો કઢાવો અને વાળ ધોવડાવો.પહેલા દિવસે માથાને કોરૂ રાખો જેથી ત્વચા ઝઢપથી રૂઝાઈ શકે. તડકામાં બહાર નીકળતી વખતે ટોપી કે સ્કાર્ફ પહેરો. વાળ ધોતી વખતે હળવા હાથે સાફ કરો.
પ્રશ્ન- શું હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જરીની આડઅસર થઈ શકે?
જવાબ: ડૉ. શિવમ ગોયલ જણાવે છે કે, હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી સલામત છે પરંતુ આ પછી કેટલીક સામાન્ય અને અસ્થાયી આડઅસરો થઈ શકે છે. આ સામાન્ય રીતે થોડા દિવસોથી થોડા અઠવાડિયા સુધી રહે છે અને આપમેળે ઠીક થઈ જાય છે. જેમ કે-
ટ્રાન્સપ્લાન્ટ કરેલા ભાગમાં નાના સ્કેબ્સ અથવા સૂકા ઘા બની શકે છે.
માથા પર થોડી ખંજવાળ આવી શકે છે, જે હીલિંગ પ્રક્રિયાનો એક ભાગ છે.
કેટલાક લોકોને ડોનર એરિયા અથવા ટ્રાન્સપ્લાન્ટ વિસ્તારમાં ઝણઝણાટી અથવા ખાલી ચડવાનો અનુભવ થઈ શકે છે.
શરૂઆતના થોડા દિવસોમાં માથામાં સામાન્ય દુખાવો થઈ શકે છે.
કપાળ અથવા માથાની આસપાસ સોજો આવી શકે છે, જે ધીમે ધીમે ઓછો થાય છે.
ત્વચા કડક (ટાઈટ) થઈ શકે છે, જે થોડા સમય પછી સામાન્ય થઈ જાય છે.
જો આ લક્ષણો લાંબા સમય સુધી રહે અથવા કોઈ સમસ્યા જણાય, તો તાત્કાલિક તમારા સર્જનનો સંપર્ક કરો.
આ પણ વાંચો:બાળકના જન્મ પછી મનને કેવી રીતે શાંત રાખવું? ગર્ભવતી મહિલાઓ તમારા માટે
આ પણ વાંચો:લોકડાઉન દરમિયાન જન્મેલા બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધુ મજબૂત, સંશોધનમાં થયો ખુલાસો
આ પણ વાંચો:મહિલાઓની જેમ પુરૂષોને પણ સ્તન કેન્સરનું જોખમ રહેલું છે! તાત્કાલિક આ લક્ષણોને ઓળખો
