Mumbai News/ મુંબઈના બાંદ્રામાં નાઈજીરીયન નાગરિક સહિત બે શખ્સોની 32.40 લાખના કોકેઈન સાથે ધરપકડ

બન્ને આરોપી પાસેતી પોલીસે રૂ. 32,40,000 ની કિંમતનો 81 ગ્રામ કોકેઈનનો જથ્થો કબજે કર્યો

India Mumbai News

Mumbai News : બાંદ્રાના ખેરવાડી પોલીસને માહિતી મળી હતી કે બાંદ્રા પશ્ચિમના એમઆઈજી ક્લબ મેદાન નજીક એક શખ્સ કોકેઈન વેચવા માટે આવવાનો છે. આ મહિતીને આધારે પોલીસે અહીં જાળ બિછાવી હતી. જેમાં પોલીસે જુનૈદ નઈમ ખાન નામના શખ્સની ધરપકડ કરી હતી. પાસ કરતા તેની પાસેથી પોલીસને 3 ગ્રામ કોકેઈનનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે આરોપી નઈમની પુછપરછ કરતા તેણે આ કોકેઈન બાંદ્રા પશ્ચિમમાં ચિંબઈ કોળીવાડા, કમલ લક્ષ્મી નિવાસ ખાતે રહેતા ઓલનરેવાઝુ જોવીતા ઈમુઓબુ નામના નાઈજીરીયન શખ્સ પાસેથી લીધું હોવાનું જણાવ્યચું હતું.

આથી પોલીસે નાઈજીરીયન શખ્સના ઘરે દરોડો પાડતા રૂ. 31,60,000 ની કિંમતનો 79 ગ્રામ કોકેઈનનો જથ્થો મળી આવ્યો હતો. આમ બન્ને આરોપી પાસેતી પોલીસે રૂ. 32,40,000 ની કિંમતનો 81 ગ્રામ કોકેઈનનો જથ્થો કબજે કર્યો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભારત-પાક. યુદ્ધની શેરબજાર પર મોટી અસર, સેન્સેક્સમાં 1366 પોઈન્ટ તૂટ્યો

આ પણ વાંચો:ભારત-પાકિસ્તાન તણાવથી સંકોચાયું શેરબજાર, ખુલતાની સાથે જ તે તૂટી પડ્યું… ટાટાથી લઈને RIL સુધીના શેર તૂટી પડ્યા

આ પણ વાંચો:સોનું આટલું મોંઘુ કેમ થઈ રહ્યું છે? ટ્રમ્પના ટેરિફની સોના પર જોવા મળી સીધી અસર