Business News/ ભારત-પાક. યુદ્ધની શેરબજાર પર મોટી અસર, સેન્સેક્સમાં 1366 પોઈન્ટ તૂટ્યો

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ અને જિઓ પોલિટિકલ તણાવ વચ્ચે ભારતીય શેરબજારમાં ઉછાળાની સ્થિતિ જોવા મળી છે.

Business

Stock Market ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ અને જિઓ પોલિટિકલ તણાવ વચ્ચે ભારતીય શેરબજારમાં ઉછાળાની સ્થિતિ જોવા મળી છે. સેન્સેક્સ નીચું ખૂલતા 1366.47 પોઈન્ટ તૂટી ગયો હતો. સવારના સમયે 1064 પોઈન્ટની વોલિટિલિટી જોવા મળી હતી. 10.41 વાગ્યાના રોજ 793.82 પોઈન્ટના કડાકા સાથે 79542.99 પર ટ્રેડ થયો હતો. આવા ઉતાર અને ચડાવની સ્થિતિ વચ્ચે રોકાણકારોની મૂડીમાં 5 લાખ કરોડનો ઘટાડો થયો હોવાનું જાણવા મળ્યું હતું.

પાકિસ્તાની સેનાએ જમ્મુ અને કાશ્મીર, પંજાબ, રાજસ્થાનના બોર્ડર વિસ્તારમાં મિસાઈલના હુમલાઓ કરતા હાલ યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ છે. વધી રહેલા તણાવ વચ્ચે રોકાણકારોના સેન્ટિમેન્ટ પર ભારે અસર જોવા મળી છે. વોલેટિલિટી ઈન્ડેક્સ IndiA VIX 7 ટકા તૂટીને 22.65ના સ્તરે પહોંચી ગયો હતો.

અત્યાર સુધીમાં ટ્રેડ થયેલા 3621 પૈકીના 2863 શેર ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. 591 શેર નજીવા સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. 236 શેરમાં લોઅર સર્કિટ વાગી હતી. જોકે, 159 શેર વર્ષના તળિયે આવી પહોંચ્યા હતા. BSE અને મીડકેપમાં પણ 1 ટકાથી વધુનો કડાકો નોંધવામાં આવ્યો હતો. આ શેર્સ PSU બેન્ક, કેપિટલ ગુડ્સ અને કન્ઝ્યુમર ગુડ્સ સિવાયના સેક્ટોરલ ઈન્ડેક્સ ગેડઝોનમાં ટ્રેંડ થઈ ગયા હતા. તો પાવર 2.12 ટકા અને રિયાલ્ટી 3.63 ટકા તૂટી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ નિફ્ટી શેર માર્કેટ ખુલ્યાની સાથે જ 24000નું લેવલ તોડી પાડ્યું હતું. જોકે, ત્યારબાદ સુધરીને 24164.25 થયો હતો. જે 10.50 વાગ્યા સુધી 265.80 પોઈન્ટના કડાકા સાથે 24017 પર ટ્રેડ થયો હતો. બેન્ક નિફ્ટી 675.30 પોઈન્ટના ઘટાડા સાથે કારોબાર થયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:તૂટી ગયો રેકોર્ડ… ભરાઈ ગઈ તિજોરી, એપ્રિલમાં અત્યાર સુધીનો સૌથી વધુ GST કલેક્શન

આ પણ વાંચો:સરકાર ₹2,000 થી વધુના UPI વ્યવહારો પર GST વસૂલવાનું વિચારી રહી નથી

આ પણ વાંચો:ગુજરાત GST AAR: વિક્રેતા છેતરપિંડીમાં ફસાયા, પરંતુ સપ્લાય કરેલા માલ પર હજુ પણ કર જવાબદારી લાગુ પડે છે