હનુમાન જયંતિની ઉજવણી/ હનુમાન જયંતિએ દેશભરમાં માનવમહેરામણ ઉમટ્યોઃ કેન્દ્રએ એડવાઇઝરી જાહેર કરી

હનુમાન જયંતિને લઈને સમગ્ર દેશમાં આવેલા હનુમાનદાદાના મંદિરોમાં માનવ મહેરામણ ઉમટ્યો છે. કોરોનાના ત્રણ વર્ષ બાદ પહેલી વખત આટલો જંગી માનવ મહેરામણ ઉમેટ્યો છે. તેની સાથે-સાથે કેન્દ્રીય ગૃહમંત્રાલયે રામનવમીે થયેલા તોફાનોને લઈને હનુમાન જયંતિ માટે સુરક્ષાની એડવાઇઝરી જારી કરી હતી.

Top Stories Religious Dharma & Bhakti

હનુમાન જયંતિને લઈને સમગ્ર દેશમાં આવેલા હનુમાનદાદાના મંદિરોમાં માનવ મહેરામણ ઉમટ્યો છે. કોરોનાના ત્રણ વર્ષ બાદ પહેલી વખત આટલો જંગી માનવ મહેરામણ ઉમેટ્યો છે. તેની સાથે-સાથે કેન્દ્રીય ગૃહમંત્રાલયે રામનવમીે થયેલા તોફાનોને લઈને હનુમાન જયંતિ માટે સુરક્ષાની એડવાઇઝરી જારી કરી હતી. રામનવમી દરમિયાન પશ્ચિમ બંગાળ અને બિહારમાં સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓના પગલે મંત્રાલયે બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને છ એપ્રિલના રોજ હનુમાન જયંતિના પ્રસંગે કાયદો વ્યવસ્થા અને શાંતિ સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. તેની સાથે સંભવિત તત્વો સમાજમાં સાંપ્રદાયિક સૌહાર્દ પર અસર પાડી શકે છે તે જોવા પણ સૂચના આપવામાં આવી છે.

બિહારમાં પણ એલર્ટ

કેન્દ્રીય ગૃહમંત્રાલયે મંગળવારે પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લામાં રામનવમી દરમિયાન થયેલી હિંસા અંગે રાજ્ય સરકાર પાસેથી વિગતવાર અહેવાલ માંગ્યો છે. 30 અને 31 માર્ચે બિહારના સાસારામ અને બિહારશરીફ નગરોમાં પણ સાંપ્રદાયિક હિંસા ફાટી નીકલી હતી. તેના લીધે વાહનો, ઘરો અને દુકાનો સળગાવી દેવાઈ હતી. તેમા કેટલાય ઇજા પામ્યા હતા. પોલીસે લગભગ બસો જેટલા લોકોની ધરપકડ પણ કરી હતી.

આના પગલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ચિંતા વ્યક્ત કરી હતિ અને બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને પરિસ્થિતિનો તાગ મેળવવા કહ્યુ હતુ. ગૃહમંત્રાલયે પરિસ્થિતિનો સામનો કરવા માટે વધારાના અર્ધલશ્કરી દળોને બિહાર મોકલ્યા હતા. સાસારામમાં પ્રતિબંધિત આદેશો લાદવામાં આવ્યા બાદ શાહે બીજી એપ્રિલના ત્યાં તેમની મુલાકાત રદ કરી હતી.

પશ્ચિમ બંગાળમાં એલર્ટ

પશ્ચિમ બંગાળમાં હુગલી અને હાવડા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોમાં રામનવમીના સરઘરોને લઈને અથડામણ, આગચંપી અને બોમ્બની ઘટનાઓ બની છે. આ ઘટનાઓ દરમિયાન હાવડામાં અનેક વાહનોને આગ ચાંપવામાં આવી હતી. દુકાનોમાં તોડફાડ પણ કરાઈ હતી. પશ્ચિમ બંગાળના રિસદા શહેરમાં રવિવારે રામ નવમીની શોભાયાત્રા દરમિયાન અથડામણ થઈ હતી.

દેશભરમાં હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. સવારથી જ મંદિરોમાં ભક્તોની ભીડ શરૂ થઈ ગઈ છે. રાજધાની દિલ્હીના કાશ્મીરી ગેટ સ્થિત મારઘાટ હનુમાન મંદિરમાં સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા પહોંચ્યા હતા. તે જ સમયે, કનોટ પ્લેસના હનુમાન મંદિરના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ભીડ આવી રહ્યા છે. મધ્યપ્રદેશના જબલપુરમાં હનુમાન જયંતિના અવસર પર પચમથા મંદિરમાં ભગવાન હનુમાનને એક ટન વજનના લાડુ અર્પણ કરવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય રેતી કલાકાર સુદર્શન પટનાયકે ઓડિશાના પુરી બીચ પર ભગવાન હનુમાનનું રેતીનું શિલ્પ બનાવ્યું છે.

 

આ પણ વાંચોઃ IPL 2023/ પંજાબ કિંગ્સે રોમાંચક મેચમાં રાજસ્થાનને 5 રનથી હરાવ્યું,એલિસએ લીધી 4 વિકેટ

આ પણ વાંચોઃ United Nations/ ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં આંકડાકિય સમિતિની ચૂંટણી જીતી,વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વિટ કરી માહિતી આપી

આ પણ વાંચોઃ Foundation Day/ સ્થાપના દિવસના કાર્યક્રમ સાથે ભાજપ લોકસભા ચૂંટણીની તૈયારીઓની શરૂઆત કરશે