Not Set/ મહારાષ્ટ્ર ચૂંટણી/ એવું તે શું બન્યુ કે PM મોદીએ કહ્યુ, ડૂબી મરો, ડૂબી મરો, ડૂબી મરો, જાણો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ વતી અકોલામાં એક રેલી યોજી હતી. થોડા દિવસો બાદ દેશનાં બે રાજ્યો હરિયાણા અને મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે. જેને લઇને પીએમ મોદીએ આજે મહારાષ્ટ્રનાં અકોલામાં જનતાને સંબોધ્યા અને વિપક્ષ પર મન મૂકીને પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, વિપક્ષને વેરવિખેર ભારત જોઇએ છે પરંતુ […]

Top Stories India
Pm મહારાષ્ટ્ર ચૂંટણી/ એવું તે શું બન્યુ કે PM મોદીએ કહ્યુ, ડૂબી મરો, ડૂબી મરો, ડૂબી મરો, જાણો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ વતી અકોલામાં એક રેલી યોજી હતી. થોડા દિવસો બાદ દેશનાં બે રાજ્યો હરિયાણા અને મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે. જેને લઇને પીએમ મોદીએ આજે મહારાષ્ટ્રનાં અકોલામાં જનતાને સંબોધ્યા અને વિપક્ષ પર મન મૂકીને પ્રહારો કર્યા હતા.

પીએમ મોદીએ કહ્યું કે, વિપક્ષને વેરવિખેર ભારત જોઇએ છે પરંતુ અમારી સરકાર આવા કોઈ ઉદ્દેશ્યને સફળ થવા દેશે નહીં. તેમણે કહ્યું કે, જેઓ 370 પર સવાલ ઉઠાવી રહ્યા છે તેઓએ ડૂબીને મરી જવું જોઈએ. વિપક્ષનું કહેવું છે કે મહારાષ્ટ્રનું આર્ટિકલ 370 સાથે શું લેવા દેવા છે. આવા નિવેદનોની ટીકા કરતા પીએમ મોદીએ કહ્યું કે, મહારાષ્ટ્રથી ઘણા સૈનિકો કાશ્મીર જાય છે, તેમની શહાદત આપે છે, આવી સ્થિતિમાં, જે લોકો કાશ્મીરને મહારાષ્ટ્રથી શું લેવા દેવાની વાત કરે છે તેઓને તેમની વિચારસરણી અને નિવેદનોથી શરમ આવી જોઈએ. આવા નેતાઓનાં નિવેદનોની પીએમ મોદીએ ડૂબી મરો..ડૂબી મરો..ડૂબી મરો કહીને ટીકા કરી હતી.

પીએમ મોદીએ કહ્યું, અમે પાકિસ્તાનનાં કોઈપણ દુષ્ટ ઇરાદાને સફળ થવા નહીં દઈશું. તમે જોયું જ હશે કે પાકિસ્તાને કેવી રીતે જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો પરંતુ તે દરેક મુદ્દા પર તેને મો ની જ ખાવી પડી હતી. પીએમ મોદીએ કહ્યું, હવે તમે જોઇ રહ્યા હશો કે રોજેરોજ ખાસ લોકોનાં પાના કેવી રીતે ખુલી રહ્યા છે. વિપક્ષી નેતાઓ હવે કહી રહ્યા છે કે, સરકાર ભ્રષ્ટાચારનાં મુદ્દે શા માટે કડક પગલા ભરી રહી છે. હવે વિપક્ષ રાજકીય બદલાની વાત કરે છે પરંતુ દેશની જનતા હવે સમજી ગઈ છે કે તેમના આક્રોશનો અર્થ શું છે.

એનસીપી પર પ્રહાર કરતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, શરદ પવારને ખબર હતી કે મુશ્કેલીનો સમય શરૂ થઇ ગયો છે, ત્યારે તેમણે સુરક્ષા એજન્સીઓને બદનામ કરવાનું શરૂ કર્યું. એનસીપીનાં કેટલાક અગ્રણી નેતાઓનાં સંબંધોનો ખુલાસો દેશ વિરોધી તાકતો સાથે થયા છે. આવી સ્થિતિમાં, જનતાને સત્ય કહેવું પડશે. સામાન્ય લોકોએ પણ તે વિશે વિચારવું જોઈએ કે જેઓ ફક્ત વ્યક્તિગત હિત માટે કાર્ય કરે છે, તેમને કેવી રીતે જવાબ આપી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.