Not Set/ યુપી રાજ્યસભા ચૂંટણીના હાઈવોલ્ટ ડ્રામાએ ગુજરાતની અપાવી યાદ

લખનૌ, ઉત્તરપ્રદેશ એ દેશનું સૌથી મોટા રાજ્ય હોવાની સાથે સાથે તેનું રાજનૈતિક કદ પણ ખૂબ મોટું આંકવામાં આવતું હોય છે. ત્યારે શુક્રવારે રાજ્યમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીએ પણ ભારતીય જનતા પાર્ટી માટે રાજ્યસભામાં પોતાની બહુમતી મેળવવામાં અગત્યનો ફાળો ભજવ્યો છે. શુક્રવારે 17 રાજ્યોની 59 રાજ્યસભા બેઠકો માટે મતદાન યોજાયું હતું જેમાં ઉત્તરપ્રદેશની 10 સીટો પર પણ […]

India
ggdegdg યુપી રાજ્યસભા ચૂંટણીના હાઈવોલ્ટ ડ્રામાએ ગુજરાતની અપાવી યાદ

લખનૌ,

ઉત્તરપ્રદેશ એ દેશનું સૌથી મોટા રાજ્ય હોવાની સાથે સાથે તેનું રાજનૈતિક કદ પણ ખૂબ મોટું આંકવામાં આવતું હોય છે. ત્યારે શુક્રવારે રાજ્યમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીએ પણ ભારતીય જનતા પાર્ટી માટે રાજ્યસભામાં પોતાની બહુમતી મેળવવામાં અગત્યનો ફાળો ભજવ્યો છે.

શુક્રવારે 17 રાજ્યોની 59 રાજ્યસભા બેઠકો માટે મતદાન યોજાયું હતું જેમાં ઉત્તરપ્રદેશની 10 સીટો પર પણ મતદાન યોજાયું હતું.  યુપી ની 10 સીટોમાંથી ભાજપે 9 અને સમાજવાદી પાર્ટી ને 2 સીટ મળી હતી. પરંતુ આ રાજ્યસભાની અંતિમ અને ૧૦મી બેઠક માટે ભાજપ અને સપા-બસપા વચ્ચે જોરદાર કાંટાની ટક્કર જોવા મળી હતી અને મોડી રાત સુધી પોતાની જીત માટે રાજકીય પાર્ટીઓ વચ્ચે ચાલેલા હાઈ વોલ્ટેજ ડ્રામાએ ગુજરાતની યાદ અપાવી હતી.

જો કે ગુજરાતની ચૂંટણીના ડ્રામા બાદ કોંગ્રેસે બાજી મારી હતી પરંતુ આ ચૂંટણી દરમિયાન ઉત્તરપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી એ મેદાન માર્યું છે.

હકીકતમાં, ઉત્તરપ્રદેશની 10 સીટોમાંથી 8 બેઠકો પર ભાજપની જીત નક્કી હતી જ્યારે સમાજવાદી પાર્ટીના ખાતામાં પણ 1 સીટ જવાનું નક્કી હતું. પરંતુ 10મી સીટ માટે જે લડાઇ જોવા મળી હતી તેની માટે ભાજપ તરફથી અનિલ અગ્રવાલ અને બસપા તરફથી ભીમરાવ આંબેડકર મેદાનમાં હતા.

આ ચૂંટણીમાં મતદાન દરમિયાન ક્રોસ વોટિંગની વાત સામે આવી હતી તેનો ફાયદો ભાજપને મળ્યો હતો. જ્યારે  બસપાના અનિલ સિંહ અને સપાના નીતિન અગ્રવાલે bjp નું સમર્થન કર્યું હતું.

રોકવામાં આવ્યું હતું વોટિંગ,

રાજ્યસભાની ચૂંટણી બાદ હાથ ધરાયેલી મતગણતરી શરૂ થયા બાદ યુપી રાજ્યસભા ચૂંટણીમાં બેલેટ પેપર ને લઈ સમસ્યા ઉભી થઇ હતી. મતદાન દરમિયાન આરોપ હતો કે, અનિલ સિંહ અને નીતિન અગ્રવાલે પોતાના વોટ ચૂંટણીપંચના ઓથોરાઇઝ એજન્ટને બતાવ્યું ન હતું. આ અંગેનો આરોપ બસપા દ્વારા ઇલેકશન કમિશનમાં કરવામાં આવી હતી અને ત્યારબાદ મતગણતરી રોકી દેવામાં આવી હતી.

બહુજન સમાજવાદી પાર્ટી દ્વારા આ બંને વોટ રદ્દ કરવા માટે માંગ કરી હતી પરંતુ દિવસભર ચાલેલી જોરદાર ટક્કર બાદ અંતે ચૂંટણીપંચ દ્વારા ભાજપની તરફેણમાં નિર્ણય આવ્યો હતો અને કુલ 10 સિતમાંથી 9 બેઠક ભાજપ મેળવવામાં સફળ રહી હતી.

ગુજરાતની યાદ અપાવી

મહત્વનું છે કે, ગત વર્ષે ગુજરાતમાં યોજાયેલી ત્રણ રાજ્યસભાની ચૂંટણી દરમિયાન પણ આ તસવીરો સામે આવી હતી. આ સમયે પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે એક એક વોટ માટે કાંટાની ટક્કર જામી હતી. પરંતુ ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલ બાજીગર સાબિત થયા હતા.

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં કુલ 176 વોટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 2 વોટ રદ્દ થયા બાદ 174 પર મતગણતરી થઈ હતી. એક સમયે હારતા જોવા મળી રહેલા અહેમદ પટેલે અંતિમ તબક્કામાં જીત મેળવી હતી. તેઓએ ભાજપના બલવંત રાજપૂતને હરાવ્યા હતા.

ગુજરાતમાં પણ કોંગ્રેસ બે ધારાસભ્યોના વોટ રદ્દ કરવાના ચક્કર મોડી રાત જ ઇલેકશન કમિશનની ઓફીસ પર પહોચી હતી ત્યારે ગુજરાતમાં પોતે અમિત શાહે બાજી સંભાળી હતી તેમજ કોંગ્રેસના પ્રયાસોને પહોચી વળવા માટે ૬ કેન્દ્રીયમંત્રીઓના ડેલીગેશનને પણ ચૂંટણીપંચની ઓફીસ પર હાજર રહ્યા હતા.