Bardoli/ બારડોલી તાલુકામાં સૌપ્રથમ વખત નીલ ગાય નજરે પડતાં વન્યજીવ પ્રેમીઓમાં ખુશાલી

સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં સૌપ્રથમ વખત નીલ ગાય નજરે પડતાં વન્યજીવ પ્રેમીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તાલુકાના જૂની કીકવાડ ગામની સીમમાં આવેલા ખેતરોમાં છેલ્લા દશેક દિવસથી નીલગાય (રોઝ) રખડતી જોવા મળી રહી છે. જેનો વિડીયો પણ વાઇરલ થઈ રહ્યો છે.

Gujarat Others
roza બારડોલી તાલુકામાં સૌપ્રથમ વખત નીલ ગાય નજરે પડતાં વન્યજીવ પ્રેમીઓમાં ખુશાલી

સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં સૌપ્રથમ વખત નીલ ગાય નજરે પડતાં વન્યજીવ પ્રેમીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તાલુકાના જૂની કીકવાડ ગામની સીમમાં આવેલા ખેતરોમાં છેલ્લા દશેક દિવસથી નીલગાય (રોઝ) રખડતી જોવા મળી રહી છે. જેનો વિડીયો પણ વાઇરલ થઈ રહ્યો છે.

Indian / સીમા પર ચીન સાથે ઘર્ષણની વચ્ચે ભારતની વધુ એક મિસાઈલનું પરીક્…

રોઝ એટલે કે નીલ ગાય સામાન્ય રીતે ઉત્તર ગુજરાત અને ગીરના જંગલોમાં જોવા મળતી હોય છે. પરંતુ છેલ્લા દસેક દિવસથી આ ગાય સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં જોવા મળતા લોકોમાં કુતુહુલ સર્જાયું છે. આ ગાય શેરડીના ખેતરોમાં જોવા મળી છે. જૂની કીકવાડ ગામની સીમમાં કોઈ અજીબ પ્રકારનું પ્રાણી દેખાય રહ્યું હોવાની વાત જાણવા મળતા જ બારડોલીની ફ્રેંડ્સ ઓફ એનિમલ વેલ્ફેર ટીમના પ્રમુખ જતિન રાઠોડ મંગળવારે સવારે તપાસ કરતા ગાય કે ભેંસ જેવા મોટા પગના નિશાનો જોવા મળ્યાં હતા. પગમાર્ક જોઈ કઈ સમજાતું ન હતું. બાદમાં જીતુભાઈના ખેતરમાં રોજ સાંજે 6 થી 7 વાગ્યે ચરવા માટે આવતી હોવાનું જાણવા મળ્યું હતું.

WhatsApp Image 2020 12 23 at 10.10.13 PM બારડોલી તાલુકામાં સૌપ્રથમ વખત નીલ ગાય નજરે પડતાં વન્યજીવ પ્રેમીઓમાં ખુશાલી

શેરડીના ખેતરમાં એનું છાણ મળતા તેના પરથી તે  નીલ ગાય (રોઝ) હોવાનું માલુમ પડ્યું હતું.  એ શેરડીના ખેતરમાં નાના મોટા પગ માર્ક હતા ત્યાર બાદ જતીન રાઠોડે બારડોલી વનવિભાગના આરએફઓ ભાવેશભાઇ રાદડીયાને જાણ કરી હતી. દરમ્યાન જતિન રાઠોડ અને ખેતર માલિક દ્વારા સાંજના સમયે નીલ ગાયની રાહ જોઈને બેઠા હતા તે સમયે 06:20 વાગ્યે પહેલા એક માદા નીલ ગાય  શેરડીમાંથી બહાર આવતી જોવા મળી હતી અને તેની સાથે એક નાનું બચ્ચું પણ આવ્યું હતું.

Inspirational / “વીગન” એટલે પ્રાણીઓનાં બલિદાન વિનાની તેવી દુનિયા…

ફ્રેંડ્સ ઓફ એનિમલ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડના જણાવ્યા મુજબ નીલ ગાયનું બચ્ચું નાનું હતું એટલે નર નીલ ગાય પણ હોવું જોઈએ. સુરત જીલ્લામાં અગાઉ માંડવી તાલુકાનાં પીપરીયા ગામે તાપી કિનારે નીલ ગાયનું જોડું જોવા મળ્યું હતું ત્યાર બાદ આપણા બારડોલી તાલુકામાં પહેલી વાર નીલ ગાય જોવા મળી છે.

બારડોલી તાલુકામાં આટલા પ્રાણીઓ જોવા મળે છે

બારડોલી તાલુકાના ઘણાં ગામડાઓમાં દિપડા,જળ બિલાડી, નોળીયા, તાડ બિલાડી, સામાન્ય વિજ બિલાડી, જંગલી બિલાડી, જંગલી ભૂંડ, હનુમાન લંગુર, શિયાળ, શાહુડી જેવા પ્રાણીઓ ઉપરાંત ચૌસિંગા હરણ પણ કોઈક વાર જોવા મળ્યું છે.

@મુકેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – બારડોલી

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…