Happy Birthday!/ 47 વર્ષની થઇ મલાઇકા અરોરા, જાણો ‘છૈયા છૈયા’ સોંગના શૂટિંગનો આ રસપ્રદ કિસ્સો

બોલિવૂડ ડાન્સિંગ સનસની, સોશિયલ મીડિયા સ્ટાર, ઇન્સ્ટાગ્રામ ક્વિન અને બોલિવૂડ દિવા મલાઇકા અરોરાનો આજે તેનો 47 મો જન્મદિવસ માનવી રહી છે. મલાઇકા પોતાની સ્માઇલથી જ લોકોનું દિલ જીતી લે છે.

Entertainment
a 111 47 વર્ષની થઇ મલાઇકા અરોરા, જાણો 'છૈયા છૈયા' સોંગના શૂટિંગનો આ રસપ્રદ કિસ્સો

બોલિવૂડ ડાન્સિંગ સનસની, સોશિયલ મીડિયા સ્ટાર, ઇન્સ્ટાગ્રામ ક્વિન અને બોલિવૂડ દિવા મલાઇકા અરોરાનો આજે તેનો 47 મો જન્મદિવસ માનવી રહી છે. મલાઇકા પોતાની સ્માઇલથી જ લોકોનું દિલ જીતી લે છે. મલાઇકા પપરાજીની પસંદીદા છે અને કેમેરા તેને દરેક જગ્યાએ ફૉલો કરે છે ભલે તે ગમે ત્યાં જાય.

Instagram will load in the frontend.

આ બધાથી હટકે મલાઇકા આપણી છૈયા છૈયા ગર્લ છે જેણે આ ગીત ઉપરની પોતાની ડાન્સિંગ અદાથી લાખો લોકોના દિલ જીતી લીધા છે. શાહરૂખ ખાનની દિલ સેમાં ટ્રેનની ટોચ પર ફિલ્માંકન થયેલું આ ગીત આજે પણ ખૂબ જ પ્રખ્યાત છે, તે સમયે આ ગીત એટલું લોકપ્રિય થયું હતું કે મલાઇકા ફક્ત છૈયા છૈયા અભિનેત્રી તરીકે જ જાણીતી હતી.

Instagram will load in the frontend.

ત્યારબાદ મલાઈકાએ મુન્ની બદનામ સહિતના અનેક આઈટમ સોંગ કર્યા અને લોકપ્રિયતા મેળવી. મલાઇકા અરોરાનો જન્મ 23 ઓક્ટોબર 1975 માં મહારાષ્ટ્રમાં થયો હતો. 12 ડિસેમ્બર 1998 ના રોજ, મલાઈકાએ અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા, ત્યારબાદ તેને એક પુત્ર થયો. પરંતુ પાછળથી બંને અલગ થઇ ગયા, હાલમાં મલાઇકા અર્જુન કપૂર સાથે રિલેશનશિપમાં છે.

 મુન્ની બદનામ હુઇ આઇટમ સોંગથી તેમણે ગીતોની શરૂઆત કરી હતી. જોકે આ પહેલા તેમણે ચલ છૈયા છૈયા, કાલ ધમાલ, માહી વે જેવા ગીતો ઉપર પણ ડાન્સ કરીને લોકોના દિલ જીતી લીધા હતા. મલાઇકા અરોરા પોતાના સેક્સી અંદાજ, સુંદરતા અને સિઝલિંગ ડાંસર છે. જે તેમણે સમયની સાથે સાબિત પણ કર્યું છે. દંબગનું મુનની બદનામ હુઇ ગીતથી તેઓ રાતોરાત ફેમસ થઇ ગયા હતા. આજે પણ બૉલિવૂડમાં સૌથી હિટ ફિલ્મોના રૂપમાં જાણિતું છે.

મલાઈકા અરોરાના ગીત છૈયા છૈયાને એક ટ્રેનની ટોચ પર શૂટ કરવામાં આવ્યું હતું, આપણે બધા આ જાણીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે મલાઇકા માટે આ ગીતને ફરતી ટ્રેનમાં શૂટ કરવું સરળ નહોતું. મલાઇકા વારંવાર ધ્રુજારી હતી, જેના કારણે તેની કમર પર દોરડું બાંધવામાં આવ્યું હતું. જ્યારે શૂટિંગ પૂર્ણ થયું ત્યારે તેની કમરમાંથી દોરડું ખોલ્યું હતું અને તેની કમરમાંથી લોહી નીકળ્યું હતું. લોકો આશ્ચર્યચકિત થઈ ગયા કારણ કે મલાઇકાએ શૂટિંગ દરમિયાન કોઈને પણ મુશ્કેલી વિશે જણાવ્યું ન હતું.

https://youtu.be/0v1It89cKxY