Cricket/ હરભજન સિંહનો મોટો ખુલાસો, કહ્યુ- ટીમથી બહાર કરવામાં આવ્યો, કારણ પૂછ્યું તો કોઇએ ન જણાવ્યું

હરભજન સિંહે શુક્રવારે નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ પછી તેને ચારે બાજુથી શુભકામનાઓ મળી રહી છે. લોકોએ ઓસ્ટ્રેલિયા સામેની તેની હેટ્રિકને પણ યાદ કરી.

Sports
હરભજન સિંહ

હરભજન સિંહે શુક્રવારે નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ પછી તેને ચારે બાજુથી શુભકામનાઓ મળી રહી છે. લોકોએ ઓસ્ટ્રેલિયા સામેની તેની હેટ્રિકને પણ યાદ કરી. આ દરમ્યાન હરભજન સિંહે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. ભજ્જીએ કહ્યું છે કે, તેને ટીમમાંથી બહાર કર્યા બાદ કોઈએ તેને કારણ જણાવ્યું નહી.

હરભજનસિંહ

આ પણ વાંચો – 2021નો ખિતાબ જીતનાર / મિસ યુનિવર્સ હરનાઝ સંધુ અભિનેત્રી બનવા માગે છે,અનેક વાતચીત પર આપ્યા જવાબ,જાણો વિગત

એક જાહેર સંસ્થાની સાથે વાતચીતમાં ભજ્જીએ કહ્યું કે, જ્યારે તે 400 થી વધુ ટેસ્ટ વિકેટ લેવામાં સફળ થાય છે અને બાદમાં તેને તક આપવામાં આવતી નથી અથવા તો ટીમમાંથી બહાર થવાનું કારણ જણાવવામાં આવતું નથી, ત્યારે મનમાં ઘણા પ્રશ્નો ઉભા થાય છે. મેં ઘણા લોકોને ટીમમાંથી બહાર થવાનું કારણ પૂછ્યું હતું, પરંતુ મને કોઈ તરફથી જવાબ મળ્યો નહોતો. હરભજને વધુમાં કહ્યું કે, સપોર્ટ મળવો હંમેશા સારું લાગે છે. હું કહીશ કે જો મને યોગ્ય સમયે સમર્થન મળ્યું હોત તો હું ઘણા સમય પહેલા નિવૃત્ત થઈ ગયો હોત. જ્યારે મેં 400 વિકેટ લીધી ત્યારે હું 31 વર્ષનો હતો અને 500-550 વિકેટ લીધા પછી હું નિવૃત્ત થઈ ગયો હોત. જો હું 3 થી 4 વર્ષ વધુ રમ્યો હોત તો મને 500 વિકેટ મળી હોત પરંતુ એવું બન્યું નહીં. નોંધનીય છે કે, હરભજન સિંહે યુટ્યુબ ચેનલ પર પોતાની નિવૃત્તિ વિશે માહિતી આપી હતી. તેણે તેની સાથે રમનારા તમામ ખેલાડીઓ અને ચાહકોનો આભાર માન્યો હતો. આ સિવાય ભજ્જીએ તેની પત્ની અને પુત્રી માટે એક સંદેશ આપ્યો અને કહ્યું કે હવે હું તમારી સાથે વધુ સમય વિતાવી શકીશ. ભજ્જીએ ક્રિકેટનાં તમામ ફોર્મેટને અલવિદા કહી દીધું છે. IPLમાં તે મુંબઈ ઈન્ડિયન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, KKR જેવી ટીમો સાથે સંકળાયેલો હતો. એવી અટકળો છે કે હરભજન સિંહ કોચિંગ સ્ટાફ તરીકે IPLની કોઈપણ ટીમમાં જોડાઈ શકે છે. આવનારા સમયમાં સ્પષ્ટ થશે કે ભજ્જી શું કરવા જઈ રહ્યો છે.

આ પણ વાંચો – ફીટ ઇન્ડિયા, ફીટ ગુજરાત /  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફીટ ઇન્ડિયા, ફીટ ગુજરાત સાયકલોથોને ફલેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું

હરભજન સિંહની ક્રિકેટ કારકિર્દી

ટેસ્ટ – 103 મેચ, 417 વિકેટ, 8/84 શ્રેષ્ઠ પ્રદર્શન

ODI – 236 મેચ, 269 વિકેટ, 5/31 શ્રેષ્ઠ પ્રદર્શન

T20 – 28 મેચ, 25 વિકેટ, 4/12 શ્રેષ્ઠ પ્રદર્શન

હરભજનને લાગે છે કે તે ક્યારેય કોઈની સાથે રહ્યો નથી. તેણે કહ્યું, “ઘણા કારણો હતા અને જો હું તેના પ ધ્યાન દઉ તો કદાચ અમે ઘણું બધું ગુમાવી દઈશું. મને 2001-02 પછી ક્યારેય સમર્થનની જરૂર નથી લાગી. 400 વિકેટ લીધા પછી, મને સપોર્ટની જરૂર હતી અને જો કોઈ ખેલાડીને આ તબક્કે પહોંચ્યા બાદ તેની જરૂર હોય તો મને ખબર નથી કે અમે અમારા ખેલાડીઓની કેવી રીતે કાળજી લઈએ છીએ. એક સમય એવો આવે છે જ્યારે તમારે તમારા ખેલાડીઓનું સન્માન કરવાની જરૂર હોય છે કારણ કે તેઓ તેના લાયક છે. પરંતુ નિર્ણય લોકોનાં ચોક્કસ જૂથ પર રહે છે.” આ સિવાય હરભજને કહ્યું કે સચિન તેંડુલકર, મુથૈયા મુરલીધરન, શેન વોર્ન, અનિલ કુંબલે, સ્ટીવ વો આ એવા કેટલાક ખેલાડીઓ છે જે તમામ રાઉન્ડમાં મારા ફેવરિટ રહ્યા છે. તેણે એમ પણ કહ્યું કે ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેની સાથે મારો સંબંધ નથી. યુવરાજ, આશિષ નેહરા, સચિન પાજી, અજીત અગરકર, ઝહીર કે તમામ યુવા ખેલાડીઓ સાથે વાત કરીએ તો કોઈ કહેશે નહીં કે હરભજન સાથે વાત કરવામાં મજા ન આવી. કહેશે કે તેમની સાથે મજા આવી.