Election Result/ હાર્દિક પટેલ પાછળ જીગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર આગળ

ગુજરાતમાં ભાજપે શરૂઆતમાં 130 બેઠકો સાથે આગળ નીકળી ગઇ છે, અને કોંગ્રેસની સ્થિતિ દયનીય છે  જોવા મળી રહી છે, ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી રહી છે

Gujarat Gujarat Assembly Election 2022

ગુજરાતમાં ભાજપે શરૂઆતમાં 130 બેઠકો સાથે આગળ નીકળી ગઇ છે, અને કોંગ્રેસની સ્થિતિ દયનીય છે  જોવા મળી રહી છે, ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે, ભાજપે તેનો જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો છે, હવે ભાજપે 127 બેઠકનો રોકર્ડે છે તે આ વખતે તૂટી જવાની પુરી સંભાવના છે.આ ચૂંટણીમાં ભાજપે હાર્દિક પટેલને વિરમગામથી આપી હતી તે પાછળ ચાલી રહ્યો છે, અને અલ્પેશ ઠાકોર દક્ષિણ ગાંધીનગરમાંથી ભાજપમાંથી લડી રહ્યા છે તે પણ આગળ થયા છે, અને વડનગરમાંથી જીગ્નેશ મેવાણી કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી રહ્યા છે, એવામાં તે પણ આ બેઠક પર આગળ  ચાલી રહ્યા છે.

સમગ્ર મતગણતરી પ્રક્રિયા માટે 182 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 182 ચૂંટણી અધિકારી અને 494 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. આ મતગણતરી અંતર્ગત રિટર્નિંગ ઑફિસર/આસિસ્ટન્ટ રિટર્નિંગ ઑફિસર, ઉમેદવાર-કાઉન્ટીંગ એજન્ટ્સ તથા ચૂંટણી પંચ દ્વારા નિમણૂંક પામેલા ઑબ્ઝર્વર્સની હાજરીમાં સ્ટ્રોંગરૂમમાંથી EVM બહાર કાઢી કાઉન્ટીંગ હૉલમાં ગોઠવવામાં આવશે. સવારે 8:00 વાગ્યે સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરાશે અને 8:30 વાગ્યાથી પોસ્ટલ બેલેટની સાથે સાથે EVMના મતોની ગણતરી પણ શરુ થઇ ગઇ છે્.

2017માં ભાજપને 99, કોંગ્રેસને 77, NCP-1, BTP-2 અને 3 સીટ અપક્ષને મળી હતી. આ ત્રણ અપક્ષમાં જીજ્ઞેશ મેવાણી(હાલ કોંગ્રેસમાં), રતનસિંહ રાઠોડ(ભાજપના સાંસદ) અને ભૂપેન્દ્ર ખાંટ(નિધન થઈ ગયું)નો સમાવેશ થાય