ચંદીગઢ/ હરિયાણાનાં આરોગ્ય મંત્રી અનિલ વિજની તબિયત લથડી, ઓક્સિજન લેવલ થયુ ઓછુ

હરિયાણાનાં ગૃહ અને આરોગ્ય મંત્રી અનિલ વિજને મોડી સાંજે ચંદીગઢ સ્થિત પીજીઆઈમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની તબિયતમાં સુધારો નહતો થઇ રહ્યો હતો.

Top Stories India
1 208 હરિયાણાનાં આરોગ્ય મંત્રી અનિલ વિજની તબિયત લથડી, ઓક્સિજન લેવલ થયુ ઓછુ

હરિયાણાનાં ગૃહ અને આરોગ્ય મંત્રી અનિલ વિજને મોડી સાંજે ચંદીગઢ સ્થિત પીજીઆઈમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની તબિયતમાં સુધારો નહતો થઇ રહ્યો હતો અને તેમની તબિયત બગડી રહી હતી. હવે તેમને PGI નાં ચોથા માળે રૂમ નંબર 51-52 માં રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો – Covid-19 / રાજ્યમાંથી હવે કોરોના બસ ગયો જ સમજો, છેલ્લા 24 કલાકમાં નથી નોંધાયુ એક પણ મોત

હરિયાણાનાં આરોગ્ય મંત્રી અનિલ વિજનાં ખરાબ સ્વાસ્થ્યનાં સમાચાર સામે આવ્યા છે. તેમને PGIMER, ચંદીગઢમાં દાખલ કરવામાં આવ્યા છે. અનિલ વિજે પોતે ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, ઓક્સિજનનું સ્તર ઘટી ગયા બાદ ડોક્ટરોની પેનલની સલાહ પર તેમને આજે વહેલી સવારે PGIMER, ચંદીગઢમાં દાખલ કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક દિવસોથી અનિલ વિજની તબિયત ખરાબ થઈ રહી છે. બે દિવસ પહેલા ઓક્સિજનનાં સ્તરમાં ઘટાડો થવાને કારણે તેમને અંબાલા સ્થિત તેમના નિવાસસ્થાને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. અનિલ વિજની માંદગીનાં કારણે શનિવારે યોજાનાર જનતા દરબાર રદ કરવામાં આવ્યો હતો. માહિતી આપતા આરોગ્ય મંત્રી અનિલ વિજનાં મીડિયા કોઓર્ડિનેટર વિજેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું કે, લથડી રહેલી તબિયતને કારણે અંબાલા કેન્ટ રેસ્ટ હાઉસમાં દર અઠવાડિયે શનિવારે યોજાતો જન દરબાર આ વખતે મોકૂફ રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચો – Political / PM મોદીએ ટ્વિટર પર ભાવનાત્મક સંદેશ લખીને UP નાં પૂર્વ CM કલ્યાણ સિંહને આપી અંતિમ વિદાય

મળતી માહિતી મુજબ, નાદુરસ્ત તબિયતને કારણે અનિલ વિજ શુક્રવારે હરિયાણા વિધાનસભાનાં ચોમાસુ સત્રમાં ભાગ લઈ શકશે નહીં. નોંધનીય છે કે, હરિયાણામાં કોરોનાની રસીનાં ટ્રાયલ દરમિયાન અનિલ વિજે પ્રથમ રસી મેળવી હતી. જે બાદ તે પણ કોરોના સંક્રમિત થયા હતા. જો કે તે કોરોનાને હરાવીને ઘરે પરત ફર્યા હતા. અગાઉ, પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાંઇસિઝ, રોતકની પલ્મોનેરી મેડિસિન વિભાગનાં પ્રમુખ ધ્રુવ ચૌધરી, જે અનિલ વિજની સ્થિતિ જોઇ રહ્યા હતા. તેમણે મીડિયાને જણાવ્યુ હતુ કે, અનિલ વિજને અહીથી લગભગ 50 કિમી દૂર અંબાલા શહેરમાં તેમના નિવાસસ્થાન પર ઓક્સિજન સપોર્ટ પર રાખવામા આવ્યા હતા. તેમણે કહ્યુ કે, મંત્રીનું ઓક્સિજન સ્તર સવારે 80 થી નીચે આવી ગયુ હતુ. સવાર સુધી ઓક્સિજન સેચુરેસન 89 પર પહોંચી ગયુ હતુ, પરંતુ આ હજુ પણ ઓછુ હતુ. ચૌધરીએ આગળ કહ્યુ કે, અમે તેમની સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ અને જરૂરત પડશે ત્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે.