Not Set/ હરિયાણા : નવરાત્રીમાં મનસા દેવી મંદિરે દર્શન કરવા જતા ભક્તો માટે મૂકાઈ વધારે 52 બસો

10  ઓક્ટોમ્બરથી શરુ થઇ રહેલ નવરાત્રીમા માં ના દર્શન માટે હવે ભક્તો આરામથી મનસા દેવી મંદિર જઈ શકે છે. કેમકે પંચકુલા બસ  સ્ટેશનથી 52 બસો દોડાવવામાં આવશે. નવરાત્રી મેળાને લઈને પંચકુલા બસ સ્ટેશનથી 52 બસો રૂટમાં મનસા દેવી સુધી વધારવામાં આવશે. આનાથી યાત્રીઓને દર્શન માટે અલગથી બસ લેવી નહીં પડે. હરિયાણા પરિવહન નિગમના અધિકારીઓની બેઠક પછી આ નિર્ણય […]

India Navratri 2022

10  ઓક્ટોમ્બરથી શરુ થઇ રહેલ નવરાત્રીમા માં ના દર્શન માટે હવે ભક્તો આરામથી મનસા દેવી મંદિર જઈ શકે છે. કેમકે પંચકુલા બસ  સ્ટેશનથી 52 બસો દોડાવવામાં આવશે. નવરાત્રી મેળાને લઈને પંચકુલા બસ સ્ટેશનથી 52 બસો રૂટમાં મનસા દેવી સુધી વધારવામાં આવશે. આનાથી યાત્રીઓને દર્શન માટે અલગથી બસ લેવી નહીં પડે.

Related image

હરિયાણા પરિવહન નિગમના અધિકારીઓની બેઠક પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ રીતે, હવે લોકો સરળતાથી મંદિરમાં પહોંચી શકશે. નવરાત્રી મેળાને લઈને મીટિંગ કર્યા પછી, આ ફેરબદલની તૈયારી પૂર્ણ થઈ છે. 10 થી 18 ઓક્ટોબર સુધી, બસોના રસ્તા નક્કી કરવામાં આવશે, જે પંચકુલા જીલ્લાની આસપાસનાં ગામોથી આવતા લોકોને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો નહીં પડશે.

પંચકુલા બસ સ્ટેન્ડના કાર્યકરી નિરીક્ષણ બલવાન સિંહે કહ્યું હતું કે બસ સ્ટેન્ડથી ચાલતી નારાયણગઢથી ચંડીગઢની બસને માં મનસા દેવી સુધી લંબાવવામાં આવ્યું છે. આવી સાત બસો છે. આ ઉપરાંત, રાયપુરરણી અને ચંદીગઢ વચ્ચે ચાલતી બસ પણ માતા મનસા દેવી મંદિરમાં જશે. રામગઢથી ચંડીગઢ સુધીની બસનો માર્ગ પણ મંદિર સુધી લંબાવવામાં આવશે.

અંબાલા કેંટથી ચંડીગઢ સુધી ચાલતી બસોના રૂટમા પણ બદલાવ કરતા મનસા દેવી સુધી તેનો રૂટ વધારવામાં આવશે. જીરકપુરથી ચંડીગઢના વચ્ચે ચાલતી બસોના રૂટ પણ માં મનસા દેવી મંદિર સુધી વધારવામાં આવશે. આ બસોની સંખ્યા 40 છે. સપ્તમી અને અષ્ટમીના દિવસે  દિલ્હી જવા વાળી બસો માતા મનસા દેવી મંદિરની બહારથી જશે. દર્શન પછી લોકો દિલ્હી જવામાં માટે તરત જ ત્યાંથી જ બસ મળી રહશે.

આ બસ કુરુક્ષેત્ર,પાનીપત અને સોનીપત થઈને વાયા દિલ્હી જશે. આનાથી યાત્રીઓને મંદિરની બહારથી જ બસ મળી જશે. બલવાન સિંહે કહ્યું કે અમારા તફરથી મનસા દેવી મંદિરના દર્શનને લઈને પ્લાન તૈયાર છે. બાકીની બસો ચંડીગઢ વતી પણ વિસ્તૃત કરવામાં આવશે જેથી ભક્તોને કોઈ તકલીફ ન આવે.