Not Set/ શું ઈન્ડિયન ક્રિકેટ ટીમનાં કોચની પસંદગી થઇ ગઇ છે? જાણો

ભારતીય ક્રિકેટ ટીમ સોમવારે તેમના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે રવાના થઈ છે. ટીમ ઈન્ડિયા 3 ઓગસ્ટથી શરૂ થનારી ત્રણ ટી-20 મેચ રમશે, સાથે 3વન ડે અને 2 ટેસ્ટ મેચની શ્રેણી પણ રમશે. આ પ્રવાસે ઘણા યુવા ખેલાડીઓ ગયા છે અને અનુભવી નામો પણ ગયા છે પરંતુ ખેલાડીઓની સાથે એક નવી વાતની ચર્ચા પણ સામે આવી […]

Uncategorized
ravi and kohli શું ઈન્ડિયન ક્રિકેટ ટીમનાં કોચની પસંદગી થઇ ગઇ છે? જાણો

ભારતીય ક્રિકેટ ટીમ સોમવારે તેમના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે રવાના થઈ છે. ટીમ ઈન્ડિયા 3 ઓગસ્ટથી શરૂ થનારી ત્રણ ટી-20 મેચ રમશે, સાથે 3વન ડે અને 2 ટેસ્ટ મેચની શ્રેણી પણ રમશે. આ પ્રવાસે ઘણા યુવા ખેલાડીઓ ગયા છે અને અનુભવી નામો પણ ગયા છે પરંતુ ખેલાડીઓની સાથે એક નવી વાતની ચર્ચા પણ સામે આવી રહી છે. તે ટીમ ઈન્ડિયાનાં મુખ્ય કોચનું પદ છે. હાલમાં રવિ શાસ્ત્રી આ પદ પર છે, પરંતુ આ પ્રવાસની સમાપ્તિ સાથે તેમની બે વર્ષની ડીલ પણ સમાપ્ત થઈ રહી છે. બીસીસીઆઈએ નવા કોચની પસંદગીની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે, અરજીઓ માંગવામાં આવી છે અને ભૂતપૂર્વ દિગ્ગજો સાથે હાજર ત્રણ સભ્યોની ક્રિકેટ સલાહકાર સમિતિ (સીએસી) નવા કોચની પસંદગી માટે તૈયાર છે. બધું જ પ્રક્રિયા મુજબ લાગે છે, પરંતુ પડદા પાછળની વાસ્તવિકતા થોડી જુદી લાગી રહી છે.

સોમવારે વેસ્ટ ઇન્ડીઝ જવા રવાના થતાં પહેલા ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રી મીડિયાની સામે આવી ગયા હતા. મુંબઇમાં આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિરાટને ઘણા સવાલો પૂછવામાં આવ્યા હતા તેમા એક સવાલ કોચને લઇને પણ હતો. શું ક્રિકેટ સલાહકાર સમિતિ (સીએસી) એ વિરાટ પાસેથી પોતાનો અભિપ્રાય માંગ્યો છે? વિરાટને પ્રશ્ન આવતાની સાથે જ તેણે તેનો જવાબ આપ્યો. વિરાટે સ્પષ્ટ કહ્યું કે, “સીએસીએ હજુ સુધી તેમનો સંપર્ક કર્યો નથી, પરંતુ જો તેઓ સલાહ માંગશે તો હું ચોક્કસ આપીશ.” ટીમમાં રવિ ભાઈ પ્રત્યે ઘણું માન છે અને તે ફરીથી કોચ બને તો અમને ખુશી થશે. ‘ હવે, જ્યારે કેપ્ટને સ્પષ્ટ કરી દીધું છે કે તે રવિ શાસ્ત્રીને કોચ બનાવવા માંગે છે ત્યારે વિશ્વનાં તમામ દિગ્ગજોની અરજીઓ કેમ મંગાવવામાં આવી તે એક મોટો સવાલ છે. કારણ કે અગાઉ એ સાબિત થઈ ચૂક્યું છે કે સીએસી હોય કે અન્ય કોઈ, થાય છે તે જ જે કેપ્ટન વિરાટ ઇચ્છે છે.

આ પહેલા જ્યારે ટીમ ઈન્ડિયાનાં પૂર્વ કોચ અનિલ કુંબલે અને વિરાટમાં તાલમેલ ફિટ ન રહેતા, કુંબલેએ પસંદગી પ્રક્રિયા કરતા પહેલા પોતાનુ રાજીનામું આપ્યું હતું. આ પછી ઘણા દિગ્ગજોની અરજીઓ સામે હતી. તે સમયે સલાહકાર સમિતિમાં સચિન તેંડુલકર, વીવીએસ લક્ષ્મણ અને સૌરવ ગાંગુલી હાજર હતા. ગાંગુલી બિલ્કુલ રવિ શાસ્ત્રીની તરફેણમાં નહોતા, પરંતુ વિરાટ કોહલીએ ઇચ્છા વ્યક્ત કરી અને અન્ય નામોને બાજુમાં રાખીને રવિ શાસ્ત્રીને કોચ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ પહેલા તે ટીમ ઈન્ડિયાનાં ડિરેક્ટર પણ હતા, જેના પર ઘણા પૂર્વ દિગ્ગજોએ સવાલ ઉઠાવ્યો હતો કે ટીમનાં ડિરેક્ટરનું પદ કેમ રાખવામાં આવ્યું છે અને શું વિરાટ અને શાસ્ત્રીને એકબીજા સાથે સારુ બને છે, શા માટે તેમને કોચનું પદ આપવામાં આવે?  ગાંગુલી અને શાસ્ત્રી વચ્ચે પણ ઘણા વિવાદ થયા હતા, પરંતુ અંતે થયુ તે જ જે કેપ્ટન ઇચ્છતો હતો.

હવે કોચની પસંદગી કરનારી ક્રિકેટ સલાહકાર સમિતિ (સીએસી) બદલાઈ ગઈ છે. હવે આ સમિતિનાં ત્રણ સભ્યો છે. કપિલ દેવ, અંશુમન ગાયકવાડ અને શાંતા રંગાસ્વામી. નવા કોચ માટેની અરજી પ્રક્રિયા પૂર્ણ થઈ નહોતી કે આ સમિતિના સભ્ય અને ભૂતપૂર્વ ભારતીય કોચ અંશુમન ગાયકવાડે એક વિચિત્ર નિવેદન આપ્યું હતું. તેમણે એક અખબારને આપેલા નિવેદનમાં કહ્યું છે કે, પરિણામને જોતા કહી શકાય કે શાસ્ત્રીએ કામ સારું કર્યું છે, ત્યારે રવિ શાસ્ત્રીનાં પદને છોડી અને બાકીનાં સપોર્ટ સ્ટાફ અને કોચિંગ સ્ટાફની બધી પોસ્ટ ખુલી છે. ગાયકવાડે એ પણ સ્પષ્ટ કર્યું કે કોચની પસંદગી કરવી એ સરળ કામ નથી અને સુકાની સાથે કોચ અને અન્ય ખેલાડીઓનું સંકલન જોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો બીસીસીઆઈ અમને મંજૂરી આપે છે, તો અમે કેટલાક ખેલાડીઓ સાથે વાત કરવા અને તેમના મંતવ્યો જાણવા માંગીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.