Kutchh/ હનીટ્રેપનો શિકાર બનાવી હેલ્થ ઓફિસર પાસે દુષ્કર્મની ફરિયાદને બહાને 30 લાખ માંગ્યા

ફરિયાદના ગણતરીના કલાકોમાં જ આરોપી કહેવાતા પતિ ગુલામ હાજીની પોલીસે ધરપકડ કરી છે

Top Stories Gujarat

Kutchh News : અંજારમાં હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવતા  58 વર્ષીય ડો. રાજીવ.એ.અંજારિયાને હનીટ્રેપમાં ફસાવી અશ્લીલ વીડિયો ઉતારી બ્લેકમેઈલ કરીને 30 લાખ રૂપિયા પડાવવાના પ્રયાસે ભારે ચકચાર મચાવી છે. યુવતીએ ડોક્ટરને પોતાની જાળમાં ફસાવવા પહેલાં નોકરીના બહાને વાતચીત શરૂ કરી. બાદમાં વિશ્વાસમાં લઈ રૂબરૂ મુલાકાત કરી. અવારનવાર મુલાકાત વધારી ઘરે બોલાવી ડોક્ટરની સામે નિર્વસ્ત્ર થઈ. ત્યાં જ કહેવાતા પતિએ તરત જ પહોંચીને વીડિયો ઉતાર્યો. જે બાદ ડોક્ટરને દુષ્કર્મની ખોટી ફરિયાદ કરવાની ધમકી આપી, 30 લાખની માગણી કરતાં અંતે ડોક્ટરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના ગણતરીના કલાકોમાં જ આરોપી કહેવાતા પતિ ગુલામ હાજીની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે હજુ ફરાર નર્મદાની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

પોલીસ મથકેથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, સૌ પ્રથમવાર 17 ઓગસ્ટે અજાણ્યા નંબર પરથી ડોક્ટરને વ્હોટ્સએપ પર એક મેસેજ મળ્યો હતો. મેસેજ મોકલનારે પોતાનો ફોટો મોકલી પોતાનું નામ નર્મદા દિનેશભાઈ વાળંદ હોવાનું જણાવી તેને આશા વર્કર તરીકે મેઘપરમાં કામ કરવું હોવાનું જણાવ્યું હતું. ડો.અંજારિયાએ કોઈ જવાબ ના આપતા નર્મદાએ ફરિયાદીની અંજાર ઓફિસે રૂબરૂ મળવા ઈચ્છતી હોવાનું જણાવી બપોરે ત્રણ વાગ્યે રૂબરૂ મળવા આવી હતી. ત્યાર બાદ નર્મદાએ ફરિયાદીને સવાર-સાંજ પોતાના ફોટોગ્રાફ સાથે ગુડ મોર્નિંગ અને ગુડ નાઈટના મેસેજ મોકલવાનું શરૂ કરીને પરિચય વધુ ઘનિષ્ઠ બનાવવાનું શરૂ કર્યુ હતું.

સમય જતાં વધુ એકવાર તે રૂબરૂ ઓફિસે આવી અને ફરિયાદી સાથે વ્હોટ્સએપ કોલ પર પણ અવારનવાર વાતચીત કરતી હતી. નર્મદા ફરિયાદીને અવારનવાર ઘરે ચા-પાણી માટે બોલાવતી હતી.નર્મદાએ પોતે ભક્તિનગર-3માં રહેતી હોવાનું જણાવી અને નોકરીની ખૂબ જરૂરિયાત હોવાનું કહીને જગ્યા પડે ત્યારે જાણ કરવા વિનંતી કરીને ફરિયાદીનો મોબાઈલ નંબર મેળવ્યો હતો. ત્યાર બાદ શનિવાર 21 સપ્ટેમ્બરે સવારે નર્મદાએ પોતે હાલ અંતરજાળ ખાતે રાજનગરમાં માતા-પિતાને ઘેર રોકાવા આવી હોવાનું કહી માતા-પિતા પણ મળવા ઈચ્છતાં હોવાનું જણાવી ફરિયાદીને ઘેર બોલાવ્યા હતા. જ્યારે ફરિયાદી ઘેર ગયા ત્યારે તેનાં માતા-પિતા કોઈ હાજર નહોતાં અને નર્મદાએ તેમને રૂમમાં બેસાડીને ચા પાણી પીવડાવ્યાં હતાં. ત્યાં જ અચાનક  ડોક્ટર સામે જ ઉપરનાં વસ્ત્રો કાઢી નાખ્યાં હતાં. એટલામાં દિનેશ નામનો નર્મદાનો કહેવાતો પતિ અચાનક ઘરમાં આવી ચઢ્યો હતો.

તેં મારી જિંદગી બરબાદ કરી નાખી કહીને દિનેશે ફરિયાદીને બે ત્રણ મુક્કા માર્યાં હતાં, ‘હવે તો તને નહીં છોડું’ કહીને ફરિયાદીનો શર્ટ પણ ઉતારાવી દીધો હતો. બાદમાં બાજુમાં નર્મદાને બોલાવી બંનેની વીડિયો ક્લિપ રેકોર્ડ કરી લીધી હતી. ત્યાર બાદ દિનેશે વીડિયો ક્લિપ વાઇરલ કરવાની અને દુષ્કર્મની ખોટી ફરિયાદ નોંધાવવાની ધમકી આપીને ફરિયાદી પાસે પતાવટ પેટે 30 લાખ રૂપિયાની માંગણી કરી હતી. ફરિયાદીએ ઑફિસે જઈ તાત્કાલિક પચાસ હજાર રૂપિયા આપવાનું અને બાકીનાં નાણાંની વ્યવસ્થા કર્યા બાદ આપવાનું કહ્યું હતું. ત્યાર બાદ આરોપીના કહેવાતા પતિ ગુલામે ફરિયાદી પાસેથી પાંચ-પાંચ લાખ રૂપિયાની રકમ લખાવી સહી કરાવીને 6 ચેક પડાવી લીધા હતા. એટલું જ નહીં અન્ય બે કોરા ચેકમાં પણ સહી કરાવી પડાવી લઈ મંગળવાર સુધીમાં બેન્કમાં રૂપિયાની વ્યવસ્થા કરાવી દેવાની ધમકી આપી હતી.જે બાદ પચાસ હજાર રૂપિયા લઈને ગુલામ નર્મદા સાથે નીકળી ગયો હતો.

મંગળવારે ગુલામે ફરિયાદીને વ્હોટ્સએપ કોલ કરીને નાણાંની ઉઘરાણી કરી હતી, પરંતુ ફરિયાદીએ નાણાંની વ્યવસ્થા ના થઈ શકી હોવાનું જણાવતાં બુધવાર સુધીમાં રૂપિયાની વ્યવસ્થા કરાવી દેવાની નહિતર દુષ્કર્મની ખોટી ફરિયાદમાં ફિટ કરાવી દેવાની ધમકી આપી હતી. બનાવ અંગે ફરિયાદીએ પોતાના બનેવીને સમગ્ર વાત કરી હતી અને બાદમાં ફરિયાદ લખાવવા મોડી રાત્રે આદિપુર પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યાં બનાવ અંગે ડો. અંજારિયાએ આપેલી ફરિયાદના આધારે આદિપુર પોલીસે અંતરજાળના રાજનગરમાં રહેતી નર્મદાબેન દિનેશ વાળંદ અને તેના કથિત પતિ દિનેશ વાળંદ ઉર્ફે ગુલામ હાજી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં ફરિયાદ નોંધી ગુલામ હાજીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત આદિપુર પોલીસ સ્ટેશન તરફથી અપીલ કરવામાં આવી છે કે, આ વ્યક્તિનો અન્ય કોઈ ભોગ બનેલા હોય તેમને આદિપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કૌભાંડનો પર્દાફાશ કર્યો

આ પણ વાંચો: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 250 કરોડનું ડ્રગ્સ પકડતા સનસનાટી

આ પણ વાંચો: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરીના રેકેટનો કર્યો પર્દાફાશ