તેલંગાણામાં બે બકરા પર જાહેર જ્ગ્યા પર વાવેલા છોડ ચરાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. અને જે સંદર્ભે બંને બકરાને પોલીસ સ્ટેશન પરિસરમાં થાંભલા સાથે બાંધી દેવાયા હતા.
મળતી માહિતી અનુસાર જાહેર જગ્યા પર વાવેલા છોડ ચરવાના આરોપસર, પોલીસે બે બકરાની ‘ધરપકડ’ કરી, તેને થાંભલા સાથે બાંધી દીધા હતા. અને જ્યારે બકર માલિક પોતાના બકરાને લેવા માટે આવ્યો તો માલિક ને કહ્યું – ‘પહેલા જાઓ …’
આ ઘટના કરીમનગર જિલ્લાના હુઝુરાબાદ શહેરની છે, જ્યાં મંગળવારે છોડવા ચરતા, બે બકરાને, એક એનજીઓના કાર્યકરોએ પકડ્યા અને પોલીસ સ્ટેશન લઈ ગયા અને પોલીસને હવાલે કર્યા. આ એનજીઓ દ્વારા જ છોડ રોપવામાં આવ્યા હતા.
બંને બકરાને ત્યાં સુધી પોલીસ સ્ટેશન પરિસરમાં થાંભલા સાથે બાંધી દેવાયા ત્યાં સુધી કે તેના માલિકે દંડ ભર્યો નહીં. પોલીસ નિરીક્ષક વસામશેટ્ટી માધવીએ જણાવ્યું હતું કે બકરીના માલિકે બુધવારે મ્યુનિસિપલ ઓથોરિટીને રૂ .1000 નો દંડ ચૂકવ્યો હતો, ત્યારબાદ બંને બકરાને છોડી દેવામાં આવ્યા હતા.
સેવ ધ ટ્રી કાર્યકરોની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. કામદારોએ સરકારી હોસ્પિટલ પરિસરમાં 150 રોપાઓ ચરાવવા અંગે ફરિયાદ કરી હતી. જોકે પોલીસે સ્પષ્ટતા કરી હતી કે પ્રાણીઓની ધરપકડ અથવા સજા કરવાની ભારતીય દંડ સંહિતામાં કોઈ જોગવાઈ ન હોવાને કારણે તેઓએ બકરાની ધરપકડ કરી નથી.
અધિકારીએ જણાવ્યું હતું કે “જ્યારે બકરાના માલિકે દંડ ભર્યો ત્યારે અમે બકરા ને સોંપી દીધી હતી અને જાહેર સ્થળોએ રોપાયેલા રોપાઓ ન ચરાવવા ચેતવણી આપી હતી.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ,127 અને ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
