Not Set/ રેસીપી – આજે જ ઘરે બનાવો મેક્સિકન રાઈસ

2 કપ બાસમતી ચોખા 3 કપ પાણી 3 ટેબલસ્પુન તેલ 1 મીડીયમ કેપ્સીકમ (ક્યુબ) 1 મીડીયમ ટામેટું (ક્યુબ) 1 મીડીયમ ટામેટા નું પ્યુરી 1 મોટી ડુંગરી (ક્યુબ) 1/2 મકાઈ ના દાણા બાફેલા 1 1/2 કપ રાજમા બાફેલા (7-8 કલાક પલાળવા) 2 ટેબલસ્પુન ચિલ્લીફ્લેક્સ 1 ટેબલસ્પુન ઓરેગાનો મીઠું (સ્વાદઅનુસાર) 1 1/2 ટેબલસ્પુન જીરું પાવડર 1 ટેબલસ્પુન […]

Uncategorized

2 કપ બાસમતી ચોખા

3 કપ પાણી

3 ટેબલસ્પુન તેલ

1 મીડીયમ કેપ્સીકમ (ક્યુબ)

1 મીડીયમ ટામેટું (ક્યુબ)

1 મીડીયમ ટામેટા નું પ્યુરી

1 મોટી ડુંગરી (ક્યુબ)

1/2 મકાઈ ના દાણા બાફેલા

1 1/2 કપ રાજમા બાફેલા (7-8 કલાક પલાળવા)

2 ટેબલસ્પુન ચિલ્લીફ્લેક્સ

1 ટેબલસ્પુન ઓરેગાનો

મીઠું (સ્વાદઅનુસાર)

1 1/2 ટેબલસ્પુન જીરું પાવડર

1 ટેબલસ્પુન મરી પાવડર

કોથમીર ઉપરથી ભાભરવા

બનાવવાની રીત

પહેલાં તો તમે એક પેનમાં તેલ લઇ બાસમતી ચોખા ઉમેરી, ચોખાને 3-4 મિનીટ મીડીયમ તાપ પર શેકી લો. જ્યારે ચોખા બદામી રંગ થવા લાગે એટલે એમાં ક્યુબ કરેલા કેપ્સીકમ, ટામેટું, ડુંગરી, ચિલ્લીફ્લેક્સ, ઓરેગાનો, મીઠું અને મરી પાવડર ઉમેરી મિક્ષ કરી 2-3 મિનીટ મીડીયમ તાપ પર શેકો.

ત્યાર પછી એમાં બાફેલા રાજમા અને ટામેટાનું પ્યુરી ઉમેરી મિક્ષ કરો.આ બધું સરખું મિક્ષ થઇ જાય એટલે, પાણી, જીરું પાવડર અને મકાઈના દાણા ઉમેરી 1 ઉભરો આવાદો, ત્યારે પછી ઢાંકણ ઢાંકી એકદમ ધીમા તાપે 15-17 મિનીટ રાઈસ થવાદો. ગેસ બંધ કરી કોથમીર ભાભરવી. તો તૈયાર છે મેક્સિકન રાઈસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.