અમદાવાદ,
આપની વિચારધારા બેકાબુ થઇ રહી છે અને તમે ઇચ્છીને પણ પોતાના ગુસ્સા પર કાબુ મેળવી લેવામાં સફળ સાબિત થઇ રહ્યા નથી તો તે સારા સંકેત નથી. આવી સ્થિતીમાં તરત જ તબીબોનો સંપર્ક કરવાની જરૂર હોય છે. કારણ કે માનસિક રીતે સ્થિતી સારી નથી તે બાબતનો સંકેત આ બાબત આપે છે. બીએમસી પાસેથી મળેલી માહિતી મુજબ ઓક્ટોબર ૨૦૧૫થી સપ્ટેમ્બર ૨૦૧૭ ની વચ્ચે શહેરની મુખ્ય હોસ્પિટલમાં ૫.૫૯ લાખ દર્દીઓ આવ્યા હતા.
જે પૈકી ૧.૭૪ લાખ એટલે કે આશરે ૩૧ ટકા દર્દી માનસિક સમસ્યાથી પરેશાન હતા. જ્યારે ૧.૨૭ લાખ એટલે કે ૨૩ ટકા દર્દી હાઇ બીપીથી પરેશાન હતા. નિષ્ણાંતોનુ કહેવુ છે કે લાઇફસ્ટાઇલમાં ફેરફાર અને લાઇફમાં વધતા દબાણના કારણે લોકોમાં આ બે સમસ્યા ઝડપથી વધી રહી છે. બોમ્બે હોસ્પિટલના હાર્ટના રોગ નિષ્ણાંત ડોક્ટર અનિલ શર્માએ કહ્યુ છે કે હાઇબીપી લાઇફસ્ટાઇલ આધારિત બિમારી છે. આજના સમયમાં દરેક ત્રીજી વ્યક્તિને તે સમસ્યા છે.
જો કે કમનસીબ રીતે તેની ઓળખ થઇ શકતી નથી. વધતી જતી ટેન્શન ખાવા પીવાની ટેવ વધારે ખરાબ હોય છે. તેલ મશાલાના વધારા પડતા ઉપયોગની સ્થિતી પણ જાવા મળી રહી છે. સમયસર ધ્યાન ન આપવાના કારણે સ્તિતી દિન પ્રતિદિન વધારે બગડતી જાય છે. હાઇ બીપીના મુખ્ય રીતે હાર્ટ, દિમાંગ અને કિડની પર સીધી રીતે અસર થાય છે. હાઇબીપીથી બચવા માટે કેટલાક પગલા લઇ શકાય છે.
મીઠાના પ્રમાણમાં નિયંત્રિત રાખીને હાઇબીપીથી બચી શકાય છે. આ ઉપરાંત ૨૫ વર્ષની વય પૂર્ણ થઇ ગયા બાદ બ્લડ પ્રેશરની નિયમિત તપાસ કરવાની જરૂર હોય છે. હાઇ બીપીની સ્થિતીથી બચવા માટે લીલી શાકભાજીનો વધારો પ્રમાણમાં ઉપયોગ કરવો જાઇએ. જો પહેલાથી જ ડાયાબિટીસની તકલીફ છે તો તેવા દર્દી વધારે સાવધાન રહે તે જરૂરી છે. માનસિક સમસ્યાથી પણ બચવાની જરૂર છે. વધારે પડતા ટેન્શન ન લેવાની પણ નિષ્ણાંતો સલાહ આપે છે.
નિયમિત રીતે ઉંઘ માણવા અને યોગ અને મેડિટેશન કરવાથી ફાયદો થાય છે. ઉદાસી, નિરાશા અને ખુશી અનુભવ ન થવાની સ્થિતીમાં પણ તબીબોને મળવાની સલાહ જાણકાર લોકો અને નિષ્ણાંતો આપેછે.મોટા શહેરોમાં રહેતા પુખ્તવયના ભારતીયોમાં ડાયાબિટીશના કિસ્સા દિનપ્રતિદિન વધી રહ્યા છે.
તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે મોટા શહેરોમાં રહેતા પુખ્તવયના દર પાંચ વ્યક્તિ પૈકી એક માત્ર હાઈપરટેન્શનથી જ ગ્રસ્ત નથી બલ્કે ડાયાબિટીશથી પણ પરેશાન છે. મહારાષ્ટ્રમાં આનાથી પણ ચિત્ર ચિંતાજનક છે. મહારાષ્ટ્રમાં દર ત્રણ વ્યક્તિ પૈકી એક વ્યક્તિ હાઈપરટેન્શન અને ડાયાબિટીશથી પરેશાન છે.તાજેતરમાં જ કરાયેલા અભ્યાસમાં આ મુજબની ચોંકાવનારી માહિતી આપવામાં આવ્યા બાદ આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.
સ્કીની ઇન્ડિયાસ ટ્વીન ઇપીડેમીક (એસઆઈટીઈ) દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં આ મુજબનો ધડાકો કરવામાં આવ્યા બાદ જાણવા મળ્યું છે કે આ બે રોગથી મોટાભાગના લોકો પરેશાન થયેલા છે. ભારતના સૌથી મોટા ક્લીનીક આધારિત સર્વેમાં ઘણી બાબતો ઉપર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. મુંબઈમાં આ સર્વેના તારણો જાહેર કરવામાં આવી ચૂક્યા છે.
અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે એકંદરે આરોગ્ય ચિત્ર ચિંતાજનક છે. ૬૦ ટકા અથવા તો દરેક પાંચ ભારતીયો પૈકી ત્રણ ડાયાબિટીશ અથવા તો હાઈપરટેન્શન અથવા તો બંને રોગથી ગ્રસ્ત છે. મહારાષ્ટ્રમાં આ ટકાવારી ૬૭ ટકાની આસપાસ છે.
ચકાસવામાં આવેલા લોકો પૈકી ૪૦ ટકાથી વધુ લોકો ડાયાબિટીશથી ગ્રસ્ત નજરે પડ્યાં છે. દરેક બીજી વ્યક્તિ હાઈપરટેન્શનથી ગ્રસ્ત છે. એક માત્ર મહારાષ્ટ્ર ઉપર જ ધ્યાન આપવામાં આવે તો અહીં પણ હાલત કફોડી બનેલી છે. ૮ રાજ્યોને આવરી લઈને આ અભ્યાસની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. મલ્ટી નેશનલ ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા સ્પોન્સર કરીને કરવામાં આવેલા અભ્યાસમાં આઠ રાજ્યોના મોટા શહેરોમાં રહેતા ૧૬,૦૦૦ લોકોને આવરી લઈને સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
