Not Set/ હેલ્થ/ ગરમ પાણીથી વાળ ધોવાથી થાય છે આ નુકસાન, જાણી લો…

સામાન્ય રીતે શિયાળો આવતાની સાથે લોકો ગરમ પાણી કરી ન્હાવાનું શરૂ કરી દે છે. ગરમપાણી આમ તો શરીરને નુકસાન કરે છે, પરંતુ ગરમ પાણી કોણ વાપરી શકે તો જેઓ બીમાર છે અથવા જેઓ બાળક છે, આજકાલ મોટાલોકો પણ ગરમ પાણીથી નહાતા થઈ ગયા, મહિલાઓને વાળના પ્રોબ્લેમ થયા આ કેમ થયું આજે જાણીશું. આખો દિવસ કામ […]

Health & Fitness
Lady in Shower હેલ્થ/ ગરમ પાણીથી વાળ ધોવાથી થાય છે આ નુકસાન, જાણી લો...

સામાન્ય રીતે શિયાળો આવતાની સાથે લોકો ગરમ પાણી કરી ન્હાવાનું શરૂ કરી દે છે. ગરમપાણી આમ તો શરીરને નુકસાન કરે છે, પરંતુ ગરમ પાણી કોણ વાપરી શકે તો જેઓ બીમાર છે અથવા જેઓ બાળક છે, આજકાલ મોટાલોકો પણ ગરમ પાણીથી નહાતા થઈ ગયા, મહિલાઓને વાળના પ્રોબ્લેમ થયા આ કેમ થયું આજે જાણીશું.

Related image

આખો દિવસ કામ કરીને થાક્યા હોવ ત્યારે ગરમ પાણીથી નહાવા મળે તો બધો જ થાક ઉતરી જાય છે. લોકો થાક ઉતારવા માટે ઠંડાના બદલે ગરમ પાણી વધારે પસંદ કરે છે. ગરમ પાણીથી થાક તો અવશ્ય ઉતરે છે પરંતુ તમારા વાળને ઘણુ નુકસાન થાય છે. નહાતી વખતે વાળ ભીના થતા તે તૂટવાની સંખ્યા વધી જાય છે. આથી વાળને ગરમ પાણીથી ધોવાનું ટાળવુ જોઈએ. જાણો ગરમ પાણીથી વાળને ધુઓ ત્યારે વાળને કેવુ કેવુ નુકસાન થાય છે.

Related image

નહાવા દરમિયાન ગરમ પાણી તમારા માથાના છિદ્રોને ખોલી નાંખે છે.તેને કારણે વાળના મૂળિયા નબળા પડી જાય છે. ગરમ પાણીથી નહાવાથી વધુ વાળ ખરે છે. ગરમ પાણીથી વાળ બળી જવાની પણ શક્યતા રહે છે. વાળ કેરાટિન પ્રોટીનથી બનેલા હોય છે. ગરમ પાણીના સ્પર્શથી આ પ્રોટીન બળી જવાનો ખતરો રહે છે. પ્રોટીન બળી જાય તો વાળની ગુણવત્તા ખરાબ થાય છે.

Image result for shower in hot water

જો તમે શેમ્પૂથી વાળ ધોતા હોવ તો ગરમ પાણીનો ઉપયોગ ટાળો. આમ કરવાથી વાળને નુકસાન થાય છે. શેમ્પૂ અને ગરમ પાણી મળે તો વાળ વધારે ખરવા માંડે છે. વાળમાં કંડિશનર કર્યા પછી ક્યારેય ગરમ પાણીથી ન ધોવા જોઈએ. આમ કરવાથી કંડિશનરની અસર ખતમ થઈ જાય છે. ગરમ પાણી કંડિશનરના મુલાયમપણાને પોતાની સાથે વહાવી જાય છે. ગરમ પાણીથી નહાવાથી વાળને નુકસાન પહોંચવા સાથે તમારી સ્કિન અને માથાને નુકસાન પહોંચે છે. તેનાથી લાલાશ કે બળતરાની સમસ્યા થઈ શકે છે. ગરમ પાણીથી વાળ ધોવા નુકસાનકારક પુરવાર થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.