ગરમી/ દેશમાં ગરમીએ 121 વર્ષનો રેકોર્ડ તોડ્યો,1901 બાદ માર્ચમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર

દેશમાં ગરમીનો પારો ધીમે ધીમે તેની પરાકાષ્ઠાએ પહોંચી રહ્યો છે ,જે પ્રણાણે ગરમી વધી રહી છે તે જોતા લાગી રહ્યું છે આવનારા દિવસો ખુબ આકરા રહેશે,

Top Stories India
5 4 દેશમાં ગરમીએ 121 વર્ષનો રેકોર્ડ તોડ્યો,1901 બાદ માર્ચમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર

દેશમાં ગરમીનો પારો ધીમે ધીમે તેની પરાકાષ્ઠાએ પહોંચી રહ્યો છે ,જે પ્રણાણે ગરમી વધી રહી છે તે જોતા લાગી રહ્યું છે આવનારા દિવસો ખુબ આકરા રહેશે, એપ્રિલ અને મે મહિના માં ગરમી ખુબ વધવાની સંભાવના છે.ભારતમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક ગરમી જોવા મળી રહી છે. 1901 બાદ પ્રથમ વખત માર્ચ મહિનામાં દેશના અનેક શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. IMD એ લોકોને એલર્ટ કર્યાં છે કે, દેશના 9 રાજ્યોમાં હીટ વેવની સંભાવના છે. માર્ચ 1901માં સરેરાશ તાપમાન 32.5 સેલ્સિયસ હતું. પરંતુ આ વર્ષે માર્ચમાં સૌથી વધુ તાપમાન ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં નોંધાયું હતું. જેમાં રાજધાની દિલ્હીમાં સરેરાશ તાપમાન 36.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તો ગુજરાતમાં તાપમાનનો પારો 40 ડિર્ગીની આસપાસ પહોંચી ગયો છે. એટલું જ નહીં પણ એપ્રિલમાં પણ અગવર્ષા યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે.

આગામી થોડા દિવસોમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન, પૂર્વ યુપી, છત્તીસગઢ, હરિયાણા, દિલ્હી, ગુજરાત, ઝારખંડ અને વિદર્ભ પ્રદેશમાં હીટવેવ આવી શકે છે. રાજધાની દિલ્હીમાં 4 થી 8 એપ્રિલની વચ્ચે તાપમાન 40 થી 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના છે. IMD એ 9 રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યુ છે. સાથે જ લોકોને સાવચેતી રાખવા જણાવ્યુ છે.

હાલમાં સમગ્ર ગુજરાતમાં ગરમીની આગાહી કરવામાં આવી છે અને ઉનાળાના આરંભથી જ 40 ડિગ્રી જેવી ગરમી વરસવા લાગી છે. સૂર્ય રીતસરના આગના ગોળા વરસાવી રહ્યો હોય તેવી સ્થિતિ છે. ગુજરાતના લગભગ દરેક શહેરોમાં ગરમી પ્રસરી ગઈ છે.