દિલ્હીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે જેના કારણે ગભરાટ ફેલાયો છે. દિલ્હી-એનસીઆર સહિત યુપીના અનેક જિલ્લાઓમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્ર નેપાળ નજીક હોવાનું કહેવાય છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 માપવામાં આવી હતી.
આંચકા એટલા જોરદાર હતા કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બેઠક છોડીને ઓફિસમાંથી બહાર આવવું પડ્યું હતું.ભૂકંપ બપોરે 2.53 કલાકે આવ્યો હતો. કામકાજનો દિવસ હોવાથી સેવા ક્ષેત્રના લોકો ઓફિસોમાં કામ કરી રહ્યા હતા. ધરતી ધ્રૂજતાની સાથે જ ઓફિસો અને ઘરોમાં ગભરાટ ફેલાયો હતો. ભૂકંપ આવતા જ લોકો ભયભીત થઈ ગયા હતા. લોકો ઘરો અને ઓફિસોમાંથી બહાર રસ્તા પર આવી ગયા હતા. મળતી માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્ર નેપાળ હતું. હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
આ રાજ્યોમાં આંચકા
નેપાળમાં આવેલા આ ભૂકંપના આંચકા દિલ્હી NCR, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા પંજાબ અને રાજસ્થાનમાં પણ અનુભવાયા હતા. આપને જણાવી દઈએ કે જો ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 થી વધુ હોય તો તેને આ ઘાતક સ્તરનો ભૂકંપ માનવામાં આવે છે. અત્યાર સુધી આ ભૂકંપના કારણે જાન-માલને કોઈ નુકસાન થયું નથી. વધુ માહિતીની હજુ રાહ જોવાઈ રહી છે.
આ પણ વાંચો:સુરતના આ વિસ્તારમાં ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના, 5 વર્ષના બાળકનું
આ પણ વાંચો:ભાદરવી પૂનમના મેળામાં ઉમટ્યા લાખો માઈભક્તો, ચીકીના પ્રસાદને નકાર્યો
આ પણ વાંચો:સુરતમાં સરકારી અનાજના કાળા બજારીનો પર્દાફાશ
આ પણ વાંચો:દિનેશ દાસાની UPSCના સભ્ય તરીકે વરણી, PM મોદીનો માન્યો આભાર