Not Set/ મુંબઇમાં ભારે વરસાદ, ઝાડ પડતાં બેના મોત, જનજીવન ખોરવાયું

મુંબઇ, દેશની આર્થિક રાજધાની મુંબઇમાં ફરી એકવાર ભારે વરસાદ શરૂ થયો છે.શનિવારથી શરૂ થયેલો વરસાદ સોમવારે પણ ચાલુ રહ્યો હતો અને શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મુંબઇમાં વરસાદ ચાલુ રહેતા શહેરની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેન સેવાઓ પર પણ અસર પડી છે.શહેરમાં અનેક સ્થળો પર લોકલ ટ્રેન મોડી ચાલી રહી છે. મુંબઇમાં ભારે વરસાદને કારણે […]

Top Stories

મુંબઇ,

દેશની આર્થિક રાજધાની મુંબઇમાં ફરી એકવાર ભારે વરસાદ શરૂ થયો છે.શનિવારથી શરૂ થયેલો વરસાદ સોમવારે પણ ચાલુ રહ્યો હતો અને શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મુંબઇમાં વરસાદ ચાલુ રહેતા શહેરની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેન સેવાઓ પર પણ અસર પડી છે.શહેરમાં અનેક સ્થળો પર લોકલ ટ્રેન મોડી ચાલી રહી છે.

મુંબઇમાં ભારે વરસાદને કારણે 2 લોકોના મોત થયા હોવાની પણ ખબર છે.વડાલાના એન્ટોપ હીલમાં આવેલી લોઇડ એસ્ટેડ બિલ્ડીંગમાં કમ્પાઉન્ડ વોલ પડી ગઇ હતી.

 

સોમવારે સવારથી શરૂ થયલાં વરસાદને કારણે ધારાવી અને સાયણ વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.શહેરના ધારાવી,બાન્દ્રા,કુર્લા અને ચેમ્બુરની અનેક સોસાયટીઓમાં પાણી ભરાતા લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા હતા.ખાર સબવે,અંધેરી સબવે અને મલાડ સબવે પાણી ભરાતાં ટ્રાફિક પર અસર પડી છે.

ભારે વરસાદ વચ્ચે મેટ્રો સિનેમા પાસે એમજી રોડ પર એક વૃક્ષ પડતાં બે લોકોના દબાઇ જવાથી મોત થયાં હતા,જ્યારે 5 ઘાયલ થયા હતા.