Mumbai News/ શરદ પવારની તબિયત અંગે ડોક્ટરનું મોટું અપડેટ, બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર ચાલુ

ડોક્ટર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, શરદ પવાર (Sharad Pawar)માં બ્રોન્કાઇટિસ જેવા લક્ષણો જોવા મળ્યા છે

Top Stories India
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ અને વરિષ્ઠ રાજનેતા શરદ પવાર (Sharad Pawar)ના સ્વાસ્થ્યને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે

Mumbai News : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (SP) ના પ્રમુખ અને વરિષ્ઠ રાજનેતા શરદ પવાર (Sharad Pawar)ના સ્વાસ્થ્યને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. તેમને ગઈકાલે રાત્રે મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમના સ્વાસ્થ્ય અંગે ડોક્ટર પ્રતીક સમદાનીએ તબીબી અપડેટ (Sharad Pawar Health Update)આપ્યું છે. ડોક્ટરના જણાવ્યા અનુસાર, શરદ પવારને ખાંસી અને ચેપની ફરિયાદ હતી, જેમાં બ્રોન્કાઇટિસ જેવા લક્ષણો જોવા મળ્યા હતા. હાલમાં તેમની સારવાર ચાલી રહી છે અને તેમની તબિયત સ્થિર હોવાનું જણાવાયું છે.

હોસ્પિટલમાં દાખલ થયા બાદ સારવાર શરૂ

મળતી માહિતી પ્રમાણે, શરદ પવાર (Sharad Pawar)ને ખાંસી અને ચેપની તકલીફ થતાં મુંબઈની જાણીતી બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં (Breach Candy Hospita)દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ તબીબોની દેખરેખ હેઠળ તેમની સારવાર શરૂ કરવામાં આવી છે. તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને જરૂરી તબીબી તપાસ અને સારવાર કરવામાં આવી રહી છે.

ડોક્ટર પ્રતીક સમદાનીએ શું કહ્યું?

શરદ પવારના સ્વાસ્થ્ય અંગે ડોક્ટર પ્રતીક સમદાની (Dr Pratik Samdani)એ નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે, તેમને ગઈકાલે રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ખાંસી અને ચેપની સમસ્યા હતી, જેમાં બ્રોન્કાઇટિસ (Bronchitis)જેવા લક્ષણો જોવા મળ્યા હતા. હાલમાં તેમની સારવાર ચાલુ છે અને તેમની સ્થિતિ સ્થિર છે.

બ્રોન્કાઇટિસ જેવા લક્ષણો જોવા મળ્યા

ડોક્ટર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, શરદ પવાર (Sharad Pawar)માં બ્રોન્કાઇટિસ જેવા લક્ષણો જોવા મળ્યા છે. બ્રોન્કાઇટિસમાં શ્વાસનળીમાં સોજો આવવાથી ખાંસી અને શ્વાસ સંબંધિત તકલીફ થઈ શકે છે. જોકે, શરદ પવારના કિસ્સામાં ડોક્ટરે બ્રોન્કાઇટિસ જેવા લક્ષણો હોવાની જ વાત કરી છે.

સમર્થકોમાં સ્વાસ્થ્યને લઈને ચિંતા

શરદ પવાર હોસ્પિટલમાં દાખલ થયાના સમાચાર સામે આવ્યા બાદ તેમના સમર્થકો અને રાજકીય વર્તુળોમાં ચિંતા જોવા મળી રહી છે. જોકે, ડોક્ટર દ્વારા આપવામાં આવેલા અપડેટમાં તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે. હાલમાં તબીબોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે. આગામી સમયમાં તેમના સ્વાસ્થ્ય અંગે વધુ માહિતી સામે આવી શકે છે.


આ પણ વાંચો:શરદ પવાર અને સુપ્રિયા સુલેની PM મોદી સાથે મુલાકાત બાદ NDAમાં જોડાવાની અટકળો તેજ, NCP(SP)એ આપી સ્પષ્ટતા

આ પણ વાંચો: મહારાષ્ટ્ર રાજકારણમાં મોટો પલટો, અજિત-શરદ પવાર ફરી એક થયા, ચૂંટણી સાથે લડવાની જાહેરાત

આ પણ વાંચો: શરદ પવારનું મોટું નિવેદન, INDIA સંગઠનનું જોડાણ ખતમ ?