વરસાદ/ બ્રાઝિલમાં આસમાની આફત, ભારે વરસાદનાં કારણે હજારો લોકો થયા બેઘર

બ્રાઝિલનાં દક્ષિણપૂર્વીય રાજ્ય મિનસ ગેરૈસમાં ભારે વરસાદને કારણે ઓછામાં ઓછા 10 લોકોનાં મોત થયા હોવાના સમાચાર મળી આવ્યા છે અને 13,000 થી વધુ લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડી છે.

Top Stories World
બ્રાઝિલ વરસાદ

બ્રાઝિલનાં દક્ષિણપૂર્વીય રાજ્ય મિનસ ગેરૈસમાં ભારે વરસાદને કારણે ઓછામાં ઓછા 10 લોકોનાં મોત થયા હોવાના સમાચાર મળી આવ્યા છે અને 13,000 થી વધુ લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડી છે. પ્રાદેશિક નાગરિક સંરક્ષણ અધિકારીઓએ આ માહિતી આપી હતી.

આ પણ વાંચો – કેરળ / લો બોલો!! WhatsApp પર પત્નીઓની અદલા-બદલીનો ચાલી રહ્યો હતો ખેલ, પોલીસે રેકેટનો કર્યો પર્દાફાશ

મંગળવારે રાજધાની બેલો હોરિઝોન્ટે મેટ્રોપોલિટન વિસ્તારમાં કારમાં મુસાફરી કરી રહેલા એક જ પરિવારનાં પાંચ પીડિતો હતા. એક દંપતિ, તેમના 3 અને 6 વર્ષનાં બાળકો અને અન્ય એક સંબંધી તેમની કારમાં બેઠા હતા, જે ભૂસ્ખલનમાં દટાઈ ગયા હતા, એમ સિન્હુઆ ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે. સપ્તાહનાં અંતે વરસાદ વધુ તીવ્ર બન્યો, જેના કારણે ભૂસ્ખલન થયું. રાજ્યની 853 નગરપાલિકાઓમાંથી કુલ 145 ઈમરજન્સી સ્થિતિમાં છે, જ્યારે 17,000 થી વધુ લોકો વિસ્થાપિત થયા છે. મોટા પ્રમાણમાં વરસાદને કારણે મિનસ ગેરૈસ રાજ્યમાં ઘણી નદીઓ પૂરપાટ ઝડપે વહી રહી છે, અને કેટલાક ડેમ ઓવરફ્લો થઈ જવાનો ભય છે. ઓક્ટોબરમાં વરસાદી સીઝનની શરૂઆતથી રાજ્યમાં ઓછામાં ઓછા 19 લોકોનાં મોત થયા હતા.

આ પણ વાંચો – ઈતિહાસ રચ્યો / ગુજરાતની આ બેડમિન્ટન ખેલાડી તે કરી બતાવ્યુ જે પીવી સિંધુ અને સાઇના નેહવાલ પણ નથી કરી શક્યા

ઉલ્લેખનીય છે કે, દુનિયાભરમાં આજે કોરોનાનો કહેર યથાવત છે. ત્યારે કુદરતી આફત જેમ કે વરસાદ, ભૂકંપ ઝડપથી વધી રહ્યા હોય તેવા છેલ્લા 2 વર્ષમાં જોવામાં આવ્યુ છે.આ પહેલા તમને યાદ હશે કે ચીનમાં પણ આફતનો આવો જ વરસાદ આવ્યો હતો, જેમા લાખો લોકોને અસર થઇ હતી. દર વર્ષે કોઇને કોઇ દેશ આવી મોટી કુદરતી આફતનો શિકાર બની રહ્યુ છે ત્યારે જોવાનુ રહેશે કે આવતા સમયમાં આ કુદરતી આફતને રોકવામાં માણસ સફળ થાય છે કે કેમ?