@સાગર સંઘાણી
Jamnagar News: જામનગરના રામેશ્વર વિસ્તારમાં આવેલ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જી.પી.સી.બી.) ની કચેરીમાં ભયાનક આગ લાગી હતી. આ ઘટનાને કારણે કચેરીના જરૂરી દસ્તાવેજો ફાઈલો બળી ને ખાખ થઈ ગયા છે. ફાયર બ્રિગેડના જવાનોની બે ટીમે સમયસર આગને કાબૂમાં લઈ લીધી હતી. કચેરીની ઉપર જ ટ્યુશન ક્લાસ ચાલતો હતો, પરંતુ આગ સમયસર કાબુમાં આવી જતાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.
સવારના સાડા આઠના અરસામાં ગુજરાત નિયંત્રણ પ્રદૂષણ બોર્ડની કચેરીના બિલ્ડિંગમાં આગ લાગી હતી. આગ ઝડપથી ફેલાઈ અને કચેરીના મોટાભાગના એરિયાને ઘેરી લીધા હતા. જે કચેરીની બારી માંથી ધુમાડાના ગોટા આકાશમાં ઊંચે ઊડતા દેખાયા હતા, જેનાથી આસપાસના વિસ્તારમાં ભારે દહેશત ફેલાઇ હતી.
આગની ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ચીફ ફાયર ઓફિસર કે કે બિશ્નોય ની આગેવાની હેઠળ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, અને પાણીના બે ટેન્કર વડે મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનું શરૂ કર્યું. અને અડધો કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો.
આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જોકે, પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગના કારણે કચેરીના જરૂરી ફાઈલો, ફર્નિચર અને કમ્પ્યુટર સહિત મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. સદનસીબે, આ ઘટના દરમિયાન કોઈ કર્મચારી કચેરીમાં હાજર ન હતો, જેના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી.
ઉપરાંત આ બિલ્ડિંગમાં એક ટ્યુશન ક્લાસ પણ ચાલે છે, જે સવારે બંધ હતુ, નહીં તો તેના ગંભીર પરિણામો આવી શક્યા હોત. આગ ઘટનાની તપાસ હાલ ચાલુ છે, અને નુકસાનનું વર્તમાન મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. પોલીસ તંત્ર દ્વારા આગના બનાવના સંદર્ભમાં શંકા વ્યક્ત કરવામાં આવી છે, અને એફએસએલની ટીમની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.
આ પણ વાંચો: અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ક્યારથી થશે શરૂ?
આ પણ વાંચો: ફ્રાન્સના એમ્બેસેડર યુત ડૉ. થિયરી માથૌ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે
આ પણ વાંચો: આયુર્વેદિક દવાની આડમાં આલ્કોહોલ યુક્ત પીણાનો ગેરકાયદે ધંધો
આ પણ વાંચો: અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ, અનેક જગ્યાએ ભરાયા પાણી
