Not Set/ કેદારનાથમાં ટેક ઓફ સમયે હેલિકોપ્ટર થયુ ક્રેશ, યાત્રીઓનો આબાદ બચાવ

કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ થયુ હોવાનુ સામે આવી રહ્યુ છે. અહી હેલિપેડ પર યુટીયર હેલી કંપનીનું હેલિકોપ્ટર ટેક ઑફ કરતી વખતે ક્રેશ થઈ ગયું હતું. જો કે સદનસીબે બધા જ યાત્રીઓ આ દુર્ઘટનામાં સુરક્ષિત છે. પરંતુ હેલિકોપ્ટરને ઘણુ નુકસાન થયું છે. ઘટના આજે સવારે 11.23 વાગ્યે ઘટી હતી. રિપોર્ટ્સ અનુસાર હેલિકોપ્ટરમાં પાયલટ અને છ યાત્રી હતા. […]

Top Stories India
helicopter crash કેદારનાથમાં ટેક ઓફ સમયે હેલિકોપ્ટર થયુ ક્રેશ, યાત્રીઓનો આબાદ બચાવ

કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ થયુ હોવાનુ સામે આવી રહ્યુ છે. અહી હેલિપેડ પર યુટીયર હેલી કંપનીનું હેલિકોપ્ટર ટેક ઑફ કરતી વખતે ક્રેશ થઈ ગયું હતું. જો કે સદનસીબે બધા જ યાત્રીઓ આ દુર્ઘટનામાં સુરક્ષિત છે. પરંતુ હેલિકોપ્ટરને ઘણુ નુકસાન થયું છે. ઘટના આજે સવારે 11.23 વાગ્યે ઘટી હતી. રિપોર્ટ્સ અનુસાર હેલિકોપ્ટરમાં પાયલટ અને છ યાત્રી હતા. તેઓ બધા જ સુરક્ષિત છે. 2017માં પણ કેદારનાથમાં એક હેલિકોપ્ટર હેલીપેડ પર જ પલટી ખાઈ ગયું હતું.

જૂન 2013માં કેદારનાથ ટ્રેજેડી પછી યાત્રીઓને શોધવા માટે મોટા પાયે ચલાવાયેલા ઓપરેશનમાં સેનાનું MI-17 સહિત ત્રણ હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયુ હતુ. દુર્ઘટનામાં સેનાનાં 20 અધિકારી, જવાનો સહિત 23 લોકોનાં મોત થયા હતા. છેલ્લા આઠ વર્ષમાં કેદારનાથ અને આસપાસનાં વિસ્તારમાં સાત હેલિકોપ્ટર ક્રેશ થઈ ચૂક્યા છે. જેને કારણે ભારતીય સેના અને ખાનગી કંપનીઓને રૂ. 500 કરોડનું નુકસાન થયું છે.

કેદારનાથ સમુદ્રથી 11,750 ફીટની ઊંચાઈ પર આવેલું છે. તેમાં હેલિકોપ્ટરને એક સાંકડી ઘાટીમાંથી પસાર થવાનું હોય છે. અહીં હવાનું પ્રેશર વધારે હોય છે. વળી, વાતાવરણમાં એકાએક પલટો આવતો હોય છે. એવામાં નાની ભૂલ પણ હેલિકોપ્ટર દુર્ઘટનાનું કારણ બની જાય છે. જૂન 2013 ટ્રેજેડી બાદ કેદારનાથમાં ચલાવાયેલા સર્ચ ઓપરેશન અને રાહત અભિયાન દરમિયાન 21 જૂને જંગલચટ્ટીમાં પ્રાઈવેટ કંપનીનું હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયુ હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.