Not Set/ આલિયાનો કથક ડાન્સ જોઇને રણબીરની એક્સ ગર્લફ્રેન્ડે કૈટરીનાએ કરી આવી ટિપ્પણી

  ફિલ્મ મેકર કરણ જૌહરની  બિગ બજેટ ફિલ્મ કલંકની ચર્ચા ઘણા કારણોસર છે.  એક તો તેમાં સંજય દત્ત અને માધુરી દિક્ષિત વર્ષો પછી સાથે કામ કરી રહ્યા છે.  તો જી તરફ  સુપરસ્ટાર ગણાતી આલિયા પણ આ ફિલ્મમાં વરૂણ ધવનની તેની હિટ જોડી સાથે કામ કરી રહી છે કંલકનું ગીત ઘર મોરે પરદેસિયા રીલીઝ થયા પછી […]

Uncategorized
alia bhatt આલિયાનો કથક ડાન્સ જોઇને રણબીરની એક્સ ગર્લફ્રેન્ડે કૈટરીનાએ કરી આવી ટિપ્પણી

 

ફિલ્મ મેકર કરણ જૌહરની  બિગ બજેટ ફિલ્મ કલંકની ચર્ચા ઘણા કારણોસર છે.  એક તો તેમાં સંજય દત્ત અને માધુરી દિક્ષિત વર્ષો પછી સાથે કામ કરી રહ્યા છે.  તો જી તરફ  સુપરસ્ટાર ગણાતી આલિયા પણ આ ફિલ્મમાં વરૂણ ધવનની તેની હિટ જોડી સાથે કામ કરી રહી છે કંલકનું ગીત ઘર મોરે પરદેસિયા રીલીઝ થયા પછી તો આલિયાના વખાણ જાણે અટકવાનું નામ નથી લેતા.

આલિયાએ આ ગીતમાં કથક ડાન્સ કર્યો છે જેમાં માધુરી પણ જોવા મળે છે. જોકે ગીતની શરૂઆતમાં માધુરી છે ત્યાર બાદ આખું ગીત આલિયા અને તેના ડાન્સ પર જ ફોક્સ કરવામાં આવ્યું છે.  આલિયાના આ  ગીતને જોઇને  બોલિવડના આલિયાના મિત્રો તો તેના વખાણ કરી જ રહ્યા છે  પરંતુ હાલના તેના બોયફ્રેન્ડ રણબીરની એક્સ ગર્લફ્રેન્ડ કૈટરીના પણ  ગીત જોઈને આલિયાની ફેન થઈ ગઈ છે તેણે આલિયાના વખાણ કરતા કહ્યું હતું કે  વેલ ડન આલુ તો આલિયાએ પણ કૈટરીનાને પ્રેમથી રિપ્લાય કરતા લખ્યું હતું કે લવ  યુ કેટી

આમ રણબીરની એક્સ ગર્લફ્રેન્ડ તે પછી દીપિકા હોય કે કૈટરીના…આલિયાને બધા સાથે દોસ્તી છે અને કૈટરીના તથા દીપિકાએ પણ  આલિયાના ટેલેન્ટને વધાવી લેતા હંમેશાં તેની પ્રશંસા કરી છે. તાજેતરના એવોર્ડ ફંક્શનમાં દીપિકા અને આલિયા પણ ખૂબ પ્રેમથી ભેટ્યા હતા અને તેમની વચ્ચે મેચ્યોર બોન્ડિંગ જોવા મળ્યું હતું