Ahmedabad News: ગુજરાત જાણે ડ્રગ્સનું એપી સેન્ટર બની ગયું હોય તેવી પરિસ્થિતિ લાગે છે. ગઇકાલે જ દસ કરોડનું ચરસ પકડાયું, બે દિવસ પહેલા 16 કરોડના કેફી દ્રવ્યો પકડાયા અને હવે અમદાવાદ એરપોર્ટ પરથી હેરોઇન ઝડપાયું છે. એનસીબીએ ફિલિપાઇન્સની મહિલા પાસેથી 2.12 કિલો હેરોઇન ઝડપ્યું છે. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી એનસીબીની અમદાવાદ વિંગે 41 વર્ષીય ફિલિપાઇન્સની મહિલા જીનાલીન પડીવાન લિમોનની હેરોઇન સાથે ધરપકડ કરવામાં આવી છે.
ગઇકાલે મહિલા હેરોઇનનો જથ્થો લઈને એરપોર્ટ બહાર આવી રહી હતી. એનસીબીએ મળેલી બાતમીના આધારે મહિલાને કોર્ડન કરી તેની પાસે રહેલા સામાનની તપાસ કરતાં તેમાથી હેરોઇન ડ્રગ્સ મળી આવ્યું હતું. મહિલા આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું કે આ જથ્થો ગુજરાતમાં પહોંચાડવાનો હતો. તેથી હવે ગુજરાતમાં કયા સ્થળોએ ડ્રગ્સ પહોંચાડવાનું છે તેની ચકાસણી કરવામાં આવશે. પકડાયેલા હેરોઇનનું બજારમૂલ્ય 14 કરોડ રૂપિયા થાય છે.
સામાનની તપાસ દરમિયાન બ્રાઉન પાવડરી પદાર્થથી ભરેલી એક પ્લાસ્ટિકની થેલી સામાનના તળિયે ખોટા પોલાણમાં છુપાવેલી મળી આવી હતી. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના અધિકારીઓએ ફિલ્ડ ડ્રગ્સ આઇડેન્ટિફિકેશન ટેસ્ટ કીટનો ઉપયોગ કરીને પરીક્ષણ કર્યું હતું. પેસેન્જરોના ચેક-ઇન બેગેજમાંથી પ્રાપ્ત થયેલા પેકેજોમાં સમાવિષ્ટ ગ્રાન્યુલ્સ, પાઉડરના બ્રાઉન રંગના મિશ્રણના પ્રાથમિક પરીક્ષણમાં NDPS ડ્રગ્સ હેરોઈન માટે સકારાત્મક પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
પ્લાસ્ટિકની થેલીમાંથી કુલ 2 કિલો હેરોઈન મળી આવ્યું હતું. જે ડીઆરઆઇ દ્વારા જપ્ત કરવામાં આવ્યું હતું. ઝડપાયેલા આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ, 1985 હેઠળ ધરપકડ કરવામાં આવી છે. તાંઝાનિયાના નાગરિકની ડ્રગ હેરફેરમાં પોતાની સંડોવણી સ્વીકારી હતી.
ઝડપાયેલી મહિલા સામે વિરુદ્ધ NDPS એક્ટ, 1985 ની જોગવાઈઓ મુજબ સામાનમાં છુપાવીને ભારતમાં નાર્કોટિક ડ્રગ લઈ જવા સહિતની વિવિધ કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે. હાલ તો તેની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા 15 દિવસમાં અમદાવાદ એરપોર્ટ પર આ પાંચમી વખત ડીઆરઆઇ દ્વારા દરોડા પાડીને હેરોઈનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. 90 કરોડની કિંમતનું કુલ 13 કિલો હેરોઈન ઝડપી લેવામાં સફળતા મળી છે.
આ પણ વાંચો: ગોધરા ખાતે જિલ્લાના 102 ક્લસ્ટરના ફાર્મર માસ્ટર ટ્રેનરની તાલીમ યોજાઈ
આ પણ વાંચો: પોલીસની આંતરજિલ્લા બદલીની બધી સત્તા રાજ્યના પોલીસ વડા પાસે
આ પણ વાંચો: ગરમી વચ્ચે રાહતના સમાચાર, ગુજરાતમાં ચોમાસાનું આગમન, હવામાન વિભાગે 5 દિવસના વરસાદનું એલર્ટ જાહેર કર્યું
આ પણ વાંચો: દ્વારકા લાલપુર હાઇવે રોડ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત