israel hamas war/ હમાસ પછી હિઝબુલ્લાએ ઇઝરાયલ પર કર્યો મોર્ટાર હુમલો, જુઓ વીડિયો

લેબેનાનની સરહદ પર હિઝબુલ્લાની સક્રિયતા વધી : ઇઝરાયેલે પણ સરહદ પર સુરક્ષા દળોની સંખ્યા વધારે

World Trending Videos

Israel-Hamas War: ઇઝરાયેલ પર શનિવારેએ પેલેસ્ટાઇનના આતંકવાદી સંગઠન હમાસે હજારોની સંખ્યામાં રોકેટ છોડ્યા હતા. હમાસના હુમલા બાદ ઇઝરાયેલે પણ જવાબી કાર્યવાહી કરી હતી. હમાસ અને ઇઝરાયેલની કાર્યવાહીમાં અત્યાર સુધીમાં બંને તરફથી 500થી વધુ લોકોના મોત થયા છે. બીજી તરફ ઇઝરાયેલ માટે ચિંતાના સમાચાર સામે આવ્યાં છે. લેબેનાનમાં આતંકવાદી સંગઠન હિઝબુલ્લાએ પણ ઇઝરાયેલ પર હુમલો કર્યો છે.

હિઝબુલ્લાએ આતંકવાદી જૂથે રવિવારે સવારે લેબનોન સરહદ પર ઇઝરાયેલી લશ્કરી સ્થળો પર મોર્ટાર સેલ છોડ્યા હતા. હિઝબુલ્લાએ હમાસના હુમલા સાથે એકતા દર્શાવતા માઉન્ટ ડોવ ક્ષેત્રમાં ત્રણ ઇઝરાયેલી બેઝ પર ડઝનેક રોકેટ અને મોર્ટર શેલ છોડ્યા હોવાનો દાવો કર્યો હતો.

હમાસના આતંકવાદીઓએ ગાઝા પટ્ટી નજીકના ઇઝરાયેલી શહેરો પર કરેલા હુમલામાં 250 લોકો મોત થયા હતા અને 1,100 લોકો ઘાયલ થયા હતા. ઇઝરાયેલે સત્તાવાર નિવેદન જારી કરી કહ્યું કે તે હવે હમાસ સાથે યુદ્ધમાં છે અને ત્યાર બાદ ગાઝા પર હવાઈ હુમલો કર્યો હતો. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF)એ પણ જવાબી કાર્યવાહી કરી હતી.

ઇઝરાયેલના જવાબી હુમલામાં ઓછામાં ઓછા 232 લોકો માર્યા ગયા હતા અને ઓછામાં ઓછા 1,610 ઘાયલ થયા હતા. શનિવારની સાંજે ગાઝા શહેરની મધ્ય સાંજે ઇઝરાયેલના હવાઈ હુમલામાં 14 માળનો રહેણાંક ટાવર જમીદોસ્ત થયો હતો. આ ટાવરમાં હમાસની ઓફિસ પણ છે.

ઈઝરાયેલની સેનાએ થોડા સમય પહેલા હુમલાની ચેતવણી જારી કરી હતી અને મૃતકોની સંખ્યા તાત્કાલિક જાણી શકાઈ નથી. તેના થોડા સમય પછી, મધ્ય ઇઝરાયેલમાં હમાસના રોકેટ હુમલાએ તેલ અવીવ અને નજીકના ઉપનગર સહિત ચાર શહેરોને નિશાન બનાવ્યા, જેમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા.