High Court/ પૂર્વ કોર્પોરેટરનું નામ મતદાર યાદીમાં દાખલ કરવા માટે હાઈકોર્ટનો આદેશ

ઘાટલોડિયા વોર્ડના પૂર્વ કોર્પોરેટર જતીન પટેલનું નામ મતદાર યાદીમાંથી ડિલીટ થઈ જતાં ચૂંટણી લડવા સામે પ્રશ્ન ઊભો થયો છે. જેને પગલે જતીન પટેલે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ અંગે હાઈકોર્ટે જતીન પટેલનું નામ મતદાર યાદીમાં દાખલ કરવા માટે આદેશ કર્યો છે.આ પહેલા જતીન પટેલે પિતાનું નામ કમી કરવા માટે અરજી આપી હતી. જેમાં કલેક્ટર ઓફિસ […]

Ahmedabad Gujarat
Untitled 60 પૂર્વ કોર્પોરેટરનું નામ મતદાર યાદીમાં દાખલ કરવા માટે હાઈકોર્ટનો આદેશ

ઘાટલોડિયા વોર્ડના પૂર્વ કોર્પોરેટર જતીન પટેલનું નામ મતદાર યાદીમાંથી ડિલીટ થઈ જતાં ચૂંટણી લડવા સામે પ્રશ્ન ઊભો થયો છે. જેને પગલે જતીન પટેલે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ અંગે હાઈકોર્ટે જતીન પટેલનું નામ મતદાર યાદીમાં દાખલ કરવા માટે આદેશ કર્યો છે.આ પહેલા જતીન પટેલે પિતાનું નામ કમી કરવા માટે અરજી આપી હતી. જેમાં કલેક્ટર ઓફિસ દ્વારા પિતાના બદલે તેમનું નામ જ ડિલીટ કરી દેતાં વિવાદ થયો છે. તાજેતરમાં જતીન પટેલને મૌખિક રીતે મોવડીમંડળ દ્વારા ચૂંટણી લડવાની તૈયારી કરવા કહેવાયું હતું ત્યારે મતદાર યાદી જોતાં પોતાનું નામ ડિલીટ થઈ ગયાનું ખબર પડી હતી. હાલમાં મતદાર યાદી ફ્રીજ થઈ ગઈ છે. જો મતદાર યાદીમાં નામ નહીં ઉમેરાય તો જતીન પટેલ ઉમેદવારી કરી શકશે નહીં.

થોડા સમય પહેલાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલતો હતો ત્યારે તેમણે પોતાના પિતાનું અવસાન થતાં તેમનું નામ કમી કરવા માટે ફોર્મ ભર્યું હતું. પિતાનું નામ કમી કરવાને બદલે કલેક્ટર ઓફિસ દ્વારા જતીન પટેલના નામ પર જ ડિલીટનો સિક્કો વાગી ગયો હતો. છેલ્લી બે ટર્મથી જતીન પટેલ ઘાટલોડિયામાં સતત ચૂંટાઈ આવે છે. કલેક્ટરે કહ્યું કે, અમને રજૂઆત મળી છે અને આ અંગે તપાસ પણ શરૂ કરી છે.કોર્પોરેટર જતીન પટેલે કહ્યું હતું કે, બુધવારે સાંજે મતદાર યાદીમાં નામ ચેક કર્યું ત્યારે ડિલીટ થઈ ગયાની ખબર પડી હતી. આ પછી કલેક્ટર ઓફિસમાં આ સુધારવા અરજી કરી છે. ટેક્નિકલ ભૂલ હોવાથી કલેક્ટર ઓફિસે તેમાં સુધારો કરી આપવો જોઈએ.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો

Reporter Name: