ચૂંટણી પંચ ની ચિંતા/ ગુજરાતમાં મતદાનના અઠવાડિયામાં જ સૌથી વધુ લગ્નો, 1 અને 5 ડિસેમ્બરે મતદાન, તો 2 અને 4 ડિસેમ્બરે સૌથી વધુ લગ્નો

લગ્નની મોસમ વચ્ચે મતદારો ને મતદાન મથક સુધી લાવવા માટે રાજકીય પક્ષોને પણ ભારે મહેનત કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે…

Mantavya Exclusive
મતદાન

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર તો થઈ ગઈ છે, મતદાન બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે થવાનું છે, પણ ચૂંટણી પંચ ની ચિંતા વધી ગઈ છે કે, મતદાન ના એ અઠવાડિયામાં જ લગ્ન ગાળો છે,કેમકે 2, અને 4 ડિસેમ્બરે સૌથી વધુ લગ્ન ગોઠવાયેલા છે, તો મતદાન પર તેની અસર તો નહીં પડે ને.

ગુજરાતમાં ચૂંટણીની મોસમ ની સાથે સાથે લગ્ન મોસમ પણ પૂરબહારમાં ખીલવાની છે,. રાજયમાં ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ બન્ને તબકકાના મતદાન થવાના છે અને આ અઠવાડિયામાં સારા મુહૂર્ત હોવાથી ગુજરાતમાં સૌથીવધુ લગ્નો યોજાવાના છે.પરિણામે,ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબકકામાં વિધાનસભા ચૂંટણી જાહેર થઈ છે પરંતુ આ જ સમયગાળામાં ભરચકક લગ્નગાળો હોવાથી મતદાનને અસર થવાની આશંકા ઉભી થવા લાગી છે.

ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં જ ગુજરાતમાં સૌથી વધુ લગ્નો હોવાનો અંદાજ છે. આ સંજોગોમાં લોકો લગ્ન સમારોહમાં વ્યસ્ત હશે.જેના કારણે મતદાન પર અસર થઈ શકે છે. રાજયમાં લગ્નગાળો 22 નવેમ્બરથી શરૂ થવાનો છે અને જાન્યુઆરીમાં કમૂરતા સુધીમાં લગ્નો ના મુહૂર્ત છેખાસ કરીને આ વખતે 2,4 અને 8 ડિસેમ્બરના લગ્નના શુભ-શ્રેષ્ઠ મુર્હુતો છે અને આ દિવસમાં જ સૌથી વધુ લગ્નો હોવાનો અંદાજ છે. મતદાનના દિવસના આગલા-પાછલા દિવસે જ મોટી સંખ્યામાં લગ્નો હોવાથી મતદાન પર અસર થશે કે કેમ તે અંગેની ચિંતા ચૂંટણી પંચ ને તો છે સાથે સાથે રાજકીય પક્ષો ને પણ મત મેળવવા માટે ભારે મહેનત કરવી પડી શકે છે.

આ પણ વાંચો:મચ્છરોથી ભરેલી બોટલ લઈને કોર્ટમાં પહોંચ્યો ગેંગસ્ટર, અંડરવર્લ્ડ ડોન દાઉદના સાથીએ જજને કહી આ વાત

આ પણ વાંચો:રાજ્યમાં છ દાયકામાં મતદારોની સંખ્યામાં 400 ટકાનો વધારો

આ પણ વાંચો:ઈશુદાન ગઢવી હશે AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર, કેજરીવાલે કરી જાહેરાત