Not Set/ ગુજરાતમાં ભાજપના એક ટોચના નેતાની કેમ થઇ સફાઇ? ઇન્કમટેક્સના દરોડા નડ્યા કે વીડીનું જમીન પ્રકરણ?

પોલીટીકલ સફાઇનું આ પ્રકરણ ગુજરાતના રાજકારણીઓ, બિઝનેસમેનો સહિતના લોકોમાં જબરજસ્ત ચર્ચાનું કારણ બની રહ્યુ છે. અને જેટલા મોઢા તેટલી વાતો થઇ રહી છે.

Mantavya Exclusive
Gujarat New Cabinet

ગુજરાતના રાજકારણમાં ભાજપ હાઇકમાન્ડે એકાએક સફાઇ કરીને ભુકંપ સર્જી દીધો છે. અને આ ભુકંપના આફ્ટરશોક હજુ પણ આવી રહ્યા છે. જે રીતે નો રિપિટ થિયરીના નામે નિર્ણય લેવાયો અને જોતજોતામાં ટોચના કહો કે જૂના જોગી. બધાય ભોયભેંગા થઇ ગયા. આ નિર્ણય પાર્ટીએ ભલે તેના હિતને ધ્યાનમાં રાખીને લીધો હોય પણ આટલો સમય થયો હોવા છતાં પણ હજુ તે હોટટોપિક જ બની રહ્યો છે કે ગુજરાતમાં આટલા મોટા અને ટોચના એક નેતાની રાતો રાત મોટા પદ પરથી સફાઇ કેમ થઇ ગઇ ? પોલીટીકલ સફાઇનું આ પ્રકરણ ગુજરાતના રાજકારણીઓ, બિઝનેસમેનો સહિતના લોકોમાં જબરજસ્ત ચર્ચાનું કારણ બની રહ્યુ છે. અને જેટલા મોઢા તેટલી વાતો થઇ રહી છે. પણ આ અલગ અલગ વાતોમાં ઉડીને આંખે વળગે તેવી બે વાતો મુખ્યત્વે ચર્ચામાં આવી રહી છે. તેમાંથી એક છે ઇન્કમટેક્સના દરોડા અને બીજુ છે વીડીનું જમીન પ્રકરણ.

11 54 1 ગુજરાતમાં ભાજપના એક ટોચના નેતાની કેમ થઇ સફાઇ? ઇન્કમટેક્સના દરોડા નડ્યા કે વીડીનું જમીન પ્રકરણ?

હવે આ ચર્ચાઓને થોડી વિસ્તારથી સમજીએ અને સૌથી પહેલાં વાત કરીએ ઇન્કમટેક્સ પ્રકરણની. જેમાં આ ટોચના રાજકારણીના સગાસબંધીઓને ત્યાં ઇન્કમટેક્સ વિભાગના દરોડા પડ્યા. આ દરોડામાં ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓને તેમના ત્યાંથી નામી બેનામી અનેક કાળી સંપતિ મળી. કહેવાય છે કે ભાજપનું મોવડી મંડળ આ પ્રકરણથી ખુબ નારાજ થયું. તમને એ પણ કહી દઇએ કે આ ટોચના નેતા જે શહેરના છે તે શહેરમાં પણ આ પ્રકરણની વ્યાપક ચર્ચા ચાલી રહી છે. હવે બીજું એક કારણ ચર્ચામાં છે તે છે વીડીનું જમીન પ્રકરણ. કે જેમાં કરોડો રૂપિયાની વીડીની જમીન રાતોરાત NA થઇ ગઇ. અને તેની પણ જબરજસ્ત ચર્ચાઓ સામે આવી.

11 55 1 ગુજરાતમાં ભાજપના એક ટોચના નેતાની કેમ થઇ સફાઇ? ઇન્કમટેક્સના દરોડા નડ્યા કે વીડીનું જમીન પ્રકરણ?

હવે વાત એવી છે કે હાઇકમાન્ડ પહેલાં જ ઇન્કમટેક્સની કામગીરીની નારાજ હતું અને પાછુ તેમાં વીડીના પ્રકરણે બળતામાં ઘી હોમ્યું. આ બંને પ્રકરણથી હાઇકમાન્ડ એટલું બધુ નારાજ થયું કે તેણે તાત્કાલિક આ ટોચના નેતાને પદ પરથી હટાવી દેવાનો નિર્ણય લેવો પડ્યો. અને જોતજોતામાં તેમની સફાઇ થઇ ગઇ. ચર્ચા તો ત્યાં સુધી પણ સાંભળવા મળી રહી છે કે આ બંને પ્રકરણોથી હાઇકમાન્ડ આ નેતાથી એટલું નારાજ થયુ હતું કે તેણે ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધુ હતું. જેનાથી તે ટોચના નેતાને પણ સંકેત તો મળી જ ગયો હતો અને વિદાયના ભણકારા પણ આવી જ ગયા હતા. અને બન્યુ પણ એવું જ. ૨૦૨૨ની ચૂંટણી પહેલાં જ ભાજપે આ ટોચના નેતાની લીલા તોરણે વિદાય કરી દીધી.

11 56 1 ગુજરાતમાં ભાજપના એક ટોચના નેતાની કેમ થઇ સફાઇ? ઇન્કમટેક્સના દરોડા નડ્યા કે વીડીનું જમીન પ્રકરણ?

એવું નથી કે હાઇકમાન્ડની નારાજગીના આ બે જ પ્રકરણ છે. અગાઉ પણ આવા જ એક જમીન પ્રકરણમાં એક IAS અધિકારીને છાંટા ઉડ્યાં હતા. અને તે વખતે પણ હાઇકમાન્ડ તે ઘટનાથી નારાજ થયુ હતું. અને તેમાં વળી એકાએક ઇન્કમટેક્સના દરોડા અને બીજુ વીડીનું જમીન પ્રકરણ. બધુ જ ભેળવાઇ જતાં ફાઇનલી આ ટોચના નેતાની વિદાય પર મહોર વાગી ગઇ. જો કે ગુજરાતનાં જ અન્ય એક ટોચનાં નેેતા આ હટાવાયેલા નેેતાની સામે રિતસર મેદાને પડ્યા હતા. અને ઝીણી ઝીણી તમામ વિગતો દિલ્હી હાઇકમાન્ડ સુધી પહોંચાડી રહ્યા હતા. અને છેેવટે આ ટોચનાં નેતાની રવાનગીનો માર્ગ મોકળો થયો હતો. આ બધી ચર્ચા તો ભાજપમાં પણ છાનેછપકે થઇ રહી છે. પણ મોટા નેતાની આ ચર્ચાતી વાતો જાહેરમાં કરે કોણ ? અને એટલું નકકી છે જ કે કંઇક ન બનવાનું બની ગયું. અને ટોચના નેતાને સમય પહેલાં જ દુર કરવામાં આવ્યા. હવે કંઇ ચર્ચા સાચી હોય તે તો ભગવાન જાણે પણ ચોરેને ચૌટે આ બે પ્રકરણની વ્યાપક ચર્ચા થઇ રહી છે.