Hindenburg News: હિંડનબર્ગના રિપોર્ટમાં સેબીના ચીફ માધવી પુરી બુચનો અદાણી ગ્રુપની કંપનીઓમાં હિસ્સો હોવાનો ખુલાસો થયા બાદ રાજકારણ શરૂ થયું છે. માધવી બૂચે હિંડનબર્ગ રિપોર્ટમાં તેમની સામેના આરોપોને “પાયાવિહોણા” અને “છબી ખરડાવવા”નો પ્રયાસ ગણાવ્યો. સેબીના અધ્યક્ષે તમામ નાણાકીય રેકોર્ડ જાહેર કરવાની ઈચ્છા દર્શાવી છે. તેના પતિ ધવલ બુચ સાથેના સંયુક્ત નિવેદનમાં તેમણે કહ્યું હતું કે, ‘અમારું જીવન અને નાણાકીય બાબતો એક ખુલ્લી પુસ્તક છે.’
![]()
માધવી બૂચનો પરિચય
અમેરિકાની કંપની હિંડનબર્ગે 10 ઓગસ્ટના રોજ ધડાકો કર્યો હતો. હિંડનબર્ગેના નવા રિપોર્ટ મુજબ સેબી ચીફનું અદાણી ગ્રુપની કંપનીઓમાં મોટાપાયે રોકાણ કર્યું છે. હાલમાં સેબી ચીફ માધવી પૂરી બૂચ છે. અગાઉ પણ માધવી બૂચને લઈને વિવાદ ઉદભવ્યો હતો. . સેબી ચીફ પહેલા માધવી બૂચ 2017 થી 2022 સુધી સેબીમાં જ પૂર્ણ કાલીન ડિરેક્ટર રહ્યા હતા. તેમજ માર્ચ 2022માં માધવી બૂચની સેબી ચીફ તરીકે નિમણૂક થવા પર વિવાદ થયો હતો. કારણ કે સામાન્ય રીતે સેબીના ચેરમેન તરીકે IAS અધિકારીની જ નિમણૂંક કરવામાં આવતી હોય છે. પરંતુ મોદી સરકારે પરંપરા તોડતા સેબી ચેરમેનના પદ પર નોન IAS માધવી બૂચની નિમણૂક કરી હતી. અગાઉ પણ ભાજપની અટલ બિહારી સરકારમાં LICનાભૂતપૂર્વ ચેરમેન જ્ઞાનેન્દ્રનાથ સેબીના ચેરમેન બનન્યા હતા.
![]()
માધવી પૂરી બૂચે દિલ્હીની સેન્ટ સ્ટીફન કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. જ્યારે અમદાવાદની પ્રતિષ્ઠિતિ IIM-Aકોલેજમાંથી MBA કર્યું હતું. અભ્યાસ બાદ તેઓ એનજીઓ સાથે પણ સંકળાયા હતા. વિદેશમાં કોલેજમાં લેકચરર તરીકેનું કામ પણ કર્યું હતું અને પછી ભારત ફર્યા બાદ ત્યારે 2006થી ICICમાં જોડાયા અને ત્યારબાદ આ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ પણ બન્યા.
માધવી બૂચ અને ધવલ બૂચની પ્રતિક્રિયા
વ્હિસલબ્લોઅર દસ્તાવેજોના આધારે, હિંડનબર્ગે દાવો કર્યો છે કે બૂચ અને તેના પતિએ મોરેશિયસની ઓફશોર કંપની ‘ગ્લોબલ ડાયનેમિક ઓપોર્ચ્યુનિટી ફંડ’માં હિંડનબર્ગ રિસર્ચનો હિસ્સો અદાણી ગ્રૂપ પર નાણાકીય ગેરરીતિઓનો આરોપ મૂકીને ગયા વર્ષે ચર્ચામાં આવ્યો હતો. આ વખતે હિંડનબર્ગે આરોપ લગાવ્યો છે કે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણીએ ‘ગ્લોબલ ડાયનેમિક ઓપોર્ચ્યુનિટી ફંડ’માં અબજો ડોલરનું કથિત રોકાણ કર્યું છે. આ નાણાંનો ઉપયોગ અદાણી ગ્રુપના શેરના ભાવ વધારવા માટે કરવામાં આવ્યો હતો.
![]()
અદાણી ગ્રુપે હિંડનબર્ગેના રિપોર્ટ પર શું કહ્યું
અદાણી ગ્રુપે હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટને પણ નકારી કાઢ્યો છે. જૂથે કહ્યું- હિંડનબર્ગે પોતાના ફાયદા માટે જાહેરમાં ઉપલબ્ધ માહિતીનો દુરુપયોગ કર્યો. અદાણી ગ્રૂપ સામેના આરોપો પહેલાથી જ પાયાવિહોણા સાબિત થયા છે. સંપૂર્ણ તપાસ પછી, સુપ્રીમ કોર્ટે જાન્યુઆરી 2024 માં હિન્ડેનબર્ગના આરોપોને ફગાવી દીધા.
હિંડન બર્ગ રિપોર્ટ બાદ વિપક્ષ નેતાના સવાલ
રાહુલે કહ્યું- શેરબજારમાં પૈસાના રોકાણમાં જોખમ વિશે જણાવવું મારી જવાબદારી છે X પર પોસ્ટ કરાયેલા વીડિયોમાં રાહુલે કહ્યું- કલ્પના કરો, તમે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ જોઈ રહ્યા છો. એક માણસ જે મેચ જોઈ રહ્યો છે અને મેચ રમી રહેલા ખેલાડીઓ. જો અમ્પાયર સમાધાન કરશે તો મેચમાં શું થશે? મેચ રમનારાઓને કેવું લાગશે? આવું જ કંઈક ભારતના શેરબજારમાં થઈ રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મોટી સંખ્યામાં લોકોએ શેરબજારમાં રોકાણ કર્યું છે. લોકોએ પોતાની મહેનતની મૂડી શેરબજારમાં રોકી. વિપક્ષના નેતા હોવાના નાતે તમને એ જણાવવાની મારી જવાબદારી છે કે ભારતીય શેરબજારમાં નાણાંનું રોકાણ કરવામાં જોખમ છે.
આ પણ વાંચો: હિંડનબર્ગ રિપોર્ટ બાદ શેરબજારમાં કડાકો
આ પણ વાંચો: કેવી રીતે તૈયાર થયા છે હિંડનબર્ગ રિપોર્ટ? જાણો તેના માલિક નાથન એન્ડરસનની કહાની
આ પણ વાંચો: ભારત હવે આ ક્ષેત્રમાં પછાડશે ચીનને… બનશે નંબર 1 દેશ
