Not Set/ હિન્દી અને ગુજરાતી ફિલ્મ એક્ટર અમિત મિસ્ત્રીનું હાર્ટ અટેકથી નિધન

ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી થિયેટર જગતના ખૂબ જ લોકપ્રિય અભિનેતા અને અનેક હિન્દી ફિલ્મોમાં કામ કરી ચુકેલા અભિનેતા અમિત મિસ્ત્રીનું આજે સવારે 9.30 થી 10.00 ની વચ્ચે હાર્ટ એટેકથી નિધન થયું હતું.

Top Stories Entertainment
A 293 હિન્દી અને ગુજરાતી ફિલ્મ એક્ટર અમિત મિસ્ત્રીનું હાર્ટ અટેકથી નિધન

ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી થિયેટર જગતના ખૂબ જ લોકપ્રિય અભિનેતા અને અનેક હિન્દી ફિલ્મોમાં કામ કરી ચુકેલા અભિનેતા અમિત મિસ્ત્રીનું આજે સવારે 9.30 થી 10.00 ની વચ્ચે હાર્ટ એટેકથી નિધન થયું હતું.

અમિત

અમિત મિસ્ત્રી ટેલિવિઝનનો જાણીતો ચહેરો રહ્યાં. તેમણે ઘણા ટીવી શૉ કર્યા હતા. તેમણે શોર ઇન ધ સિટી, હેરા ફેરી, તેનાલી રમન, મેડમ સર જેવી બોલીવુડ ફિલ્મો અને બંદીશ બેંડિટ્સ જેવી વેબ સીરીઝમાં પોતાના અભિનયના ઓજસ પાથર્યા હતા.

અમિત

દિગ્ગજ ગુજરાતી અભિનેતા દર્શન જરીવાલાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દુખ વ્યક્ત કર્યુ. તેમણે લખ્યું કે બે જૂના મિત્રો જેણે મારા જીવનને સંગીતથી તરબોળ કરી દીધું, તેમણે દુનિયાને અલવિદા કહી દીધું છે.

અચાનક હાર્ટ અટેકના સમાચાર સાંભળીને ઘણા સેલેબ્સને હજુ વિશ્વાસ થઇ રહ્યો નથી. એક્ટ્રેસ કુબ્બરા સેટે લખ્યું, હંમેશાં તારી યાદ આવશે. તારા પરિવારને અમારી સંવેદનાઓ. સિંગર સ્વાનંદ કિરકિરેએ લખ્યું, અમિત મિસ્ત્રી? ના આ સાચું નથી. તે એક જોરદાર એક્ટર હતો.

amit mistry 1619160849 હિન્દી અને ગુજરાતી ફિલ્મ એક્ટર અમિત મિસ્ત્રીનું હાર્ટ અટેકથી નિધન

તેમની અપકમિંગ ફિલ્મ ‘ભૂત પોલસ’ છે જેમાં તેમનો નાનકડો પણ દમદાર રોલ છે. આ ઉપરાંત તેઓ ગત વર્ષે આવેલી વેબ સિરીઝ બંદિશ બેન્ડિટમાં પણ નજર આવી ચુક્યા છે.

વર્ષ 2000થી તેમણે ફિલ્મો અને ટીવી ક્ષેત્રે ઝંપલાવ્યું હતું. તેમની પેહલી ફિલ્મ પ્રિટી ઝિન્ટા  સ્ટાર ‘ક્યા કહેના’ હતી. આ ફિલ્મમાં તે પ્રિટીનાં ભાઇનાં રોલમાં હતો.

ગુજરાતી એક્ટર અમિત મિસ્ત્રીનું નાની વયે હાર્ટએટેકથી નિધન