Amrawati/ અમરાવતીમા મર્ડર કેસમાં મૃતકના ભાઈ ઉમેશે હત્યાને લગતા અનેક ખુલાસા કર્યા

મહારાષ્ટ્ર એટીએસની ટીમ હાલ મામલાની તપાસ કરી રહી છે. ATS સૂત્રોએ જણાવ્યું હતું કે તેઓ આ કેસમાં કોઈ આતંકવાદી એંગલ છે કે કેમ તેની તપાસ કરી રહ્યા છે. એટીએસ એ પણ તપાસ કરી રહી…

Top Stories India
Amravati Murder Case

Amravati Murder Case: રાજસ્થાનના ઉદયપુરમાં દરજીની ઘાતકી હત્યા બાદ મહારાષ્ટ્રના અમરાવતીના ઉમેશ કોલ્હે મર્ડર કેસએ સમગ્ર દેશને ચોંકાવી દીધો છે. અમરાવતીમાં ઉમેશ કોલ્હેની હત્યામાં નુપુર શર્માનો સાથ હોવાની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. આ દરમિયાન મૃતકના ભાઈ ઉમેશે હત્યાને લગતા અનેક ખુલાસા કર્યા છે.

ઉમેશના ભાઈ મહેશ કહ્યું કે 21 જૂનની રાત્રે મારો ભાઈ દુકાન બંધ કરીને ઘરે જવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે હુમલાખોરોએ તેને ઘેરી લીધો. હુમલાખોરોએ ઉમેશને છરી વડે અનેક મારામારી કરી હતી. હું ત્યાં પહોંચ્યો ત્યાં સુધીમાં તે મરી ચૂક્યો હતો. મહેશ કોલ્હેએ કહ્યું કે અમને તેની હત્યા પાછળના કારણ વિશે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. તેણે ક્યારેય અમને ધમકીઓ વિશે જણાવ્યું પણ નહીં. તેણે કેટલાક વોટ્સએપ ગ્રુપમાં નુપુર શર્મા વિશેના મેસેજ ફોરવર્ડ કર્યા હતા. તેણે આ મેસેજ ગ્રુપમાં જ કર્યા હતા, અંગત રીતે કોઈને ફોરવર્ડ કર્યા નથી. કોલ્હે અમરાવતી શહેરમાં મેડિકલ સ્ટોર ચલાવતો હતો. તેણે નુપુર શર્માના સમર્થનમાં કેટલાક વોટ્સએપ ગ્રુપ પર પોસ્ટ શેર કરી હતી. તેણે ભૂલથી વોટ્સએપ ગ્રુપમાં પોસ્ટ શેર કરી હતી જેમાં તેના ગ્રાહકો સહિત કેટલાક મુસ્લિમ સભ્યો પણ હતા.

એમએચએના જણાવ્યા અનુસાર, NIAની એક ટીમ અમરાવતી પહોંચી છે અને તપાસ હાથ ધરશે. ટીમ આ મામલે તપાસ કરી રહી છે અને મહારાષ્ટ્ર પોલીસ પાસેથી માહિતી મેળવી રહી છે. એક ટ્વિટમાં ગૃહ મંત્રાલયે કહ્યું કે MHAએ અમરાવતીમાં ઉમેશ કોલ્હેની ઘાતકી હત્યા સાથે સંબંધિત કેસની તપાસ NIAને સોંપી દીધી છે. હત્યા પાછળનું કાવતરું, સંગઠનોની સંડોવણી અને આંતરરાષ્ટ્રીય સંબંધોની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે.

મહારાષ્ટ્ર એટીએસની ટીમ હાલ મામલાની તપાસ કરી રહી છે. ATS સૂત્રોએ જણાવ્યું હતું કે તેઓ આ કેસમાં કોઈ આતંકવાદી એંગલ છે કે કેમ તેની તપાસ કરી રહ્યા છે. એટીએસ એ પણ તપાસ કરી રહી છે કે શું ઉદયપુરના આરોપીઓની જેમ અમરાવતીના આરોપીઓએ પણ આ જ પેટર્નનો ઉપયોગ કર્યો હતો. પોલીસે ઘટનાને અંજામ આપવા માટે વપરાયેલી છરી જપ્ત કરી લીધી છે. પોલીસે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ મેળવી લીધા છે. ઘટનાની ઘણી તસવીરો તેમાં કેદ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Udaipur/ ઉદયપુર મર્ડર કેસના આરોપીઓ NIA રિમાન્ડ પર મોકલાયા, વકીલો દ્વારા ફાંસીની માંગ