Not Set/ છોકરો માનીને લગ્ન કર્યા પણ નીકળી છોકરી, પછી તો એવા બનાવો બન્યા કે જે વાંચી તમારા હોશ ઊડી જશે

ઉત્તરાખંડ ઉત્તરાખંડમાં રહેનારી એક છોકરીએ તેનો પતિ કૃષ્ણા સેન પર દહેજ અને મારપીટ બાબતે થોડા સમય પહેલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.આ મામલે કૃષ્ણા સેનને શહેરમાંથી ધરપકડ તો કરી લીધો પણ તેની પુછતાછ દરમ્યાન જે વાત સામે આવી તે સાંભળી તેની પત્ની જ નહી પણ પોલીસના પણ હોશ ઊડી ગયા. હકીકતમાં કૃષ્ણા સેન નામનો વ્યક્તિ […]

India

ઉત્તરાખંડ

ઉત્તરાખંડમાં રહેનારી એક છોકરીએ તેનો પતિ કૃષ્ણા સેન પર દહેજ અને મારપીટ બાબતે થોડા સમય પહેલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.આ મામલે કૃષ્ણા સેનને શહેરમાંથી ધરપકડ તો કરી લીધો પણ તેની પુછતાછ દરમ્યાન જે વાત સામે આવી તે સાંભળી તેની પત્ની જ નહી પણ પોલીસના પણ હોશ ઊડી ગયા.

હકીકતમાં કૃષ્ણા સેન નામનો વ્યક્તિ એ પુરુષ નહિ પણ એક મહિલા છે. તેનું અસલી નામ સ્વીટી છે. પોતાની મર્દાનગી બતાવીને ૨ છોકરી સાથે લગ્ન કર્યા અને દહેજના નામે લાખો રૂપિયા પડાવ્યા હતા.

સ્વીટીએ એક નહી પરંતુ બે મહિલા સાથે લગ્ન કર્યા. લગ્ન બાદ તે મારઝૂડ પણ કરતો કે જેથી તેની પત્નીને તેનો ડર લાગે અને પોતે જેમ કહે તેમ જ કામ કરે.

સ્વીટી નામની મહિલામાંથી  કૃષ્ણા નામનો પુરુષ કેવી રીતે બન્યો

આ સમગ્ર મામલાની તપાસ બાદ પોલીસે નિવેદન આપ્યું  કે ઉત્તર પ્રદેશમાં બિજનૌર જીલ્લમાં ધામપુર ગામમાં રહેનારી સ્વીટીને નાનપણથી જ ટોમબોય બનવાનું પસંદ હતું. ૨૦૧૩માં તેણે ફેસબુક પર કૃષ્ણા સેન નામનું એક ફેક એકાઉન્ટ બનાવ્યું. અને આ એકાઉન્ટમાં પોતાના એવા ફોટા નાખ્યા કે જેમાં તે એક પુરુષ જેવી લગતી હોય. ત્યારબાદ તેણે ફેસબુક પર છોકરીઓ સાથે મિત્રતા કરવાની ચાલુ કરી દીધી આ દરમ્યાન એક છોકરી તેના પ્રેમના નાટકમાં ફસાઈ ગઈ અને થોડા સમયમાં તેની સાથે લગ્ન કરી દીધા.તેણે તેની આ પહેલી પત્ની જોડેથી દહેજના રૂપે આશરે સાડા આઠ લાખ રૂપિયા પડાવી લીધા. પોતે એક સ્ત્રી છે આ વાત પર શક ન જાય એટલે તે હંમેશા તેની પત્નીને અડવા કે  નજીક નહતી આવવા દેતી અને તેની સાથે ક્રૂર પતિ તરીકે વર્તતી કે જેથી તેની પત્ની તેનાથી ડરીને રહે અને પોતાનું રહસ્ય અકબંધ રહે.

સ્વીટીએ બીજી પત્નીને કેવી રીતે ફસાવી

માત્ર એક પત્ની બનાવીને સ્વીટી બેસી ન રહી પણ તેણે કૃષ્ણા સેન બનીને બીજી છોકરીને પણ પોતાની પ્રેમની જાળમાં ફસાવી.એપ્રિલ ૨૦૧૬ માં તેણે બીજા લગ્ન કર્યા અને હલ્દવાણીમાં ભાડે એક ઘર રાખીને તેની બંને પત્ની સાથે રહેવા લાગી. સ્વીટીએ તેની પહેલી પત્નીની જેમ બીજી પત્ની પર પણ દહેજ માંગવાનું ચાલુ કરી દીધું પરંતુ બીજી પત્નીને સ્વીટીની સચ્ચાઈ ખબર પડી ગઈ હતી. પણ બીજી પત્નીને તેણે સમજાયું કે જો તે આ વાત કોઈને નહિ કહે તો લગ્નમાં તેની જોડેથી લીધેલા બધા પૈસા પાછા આપી દેશે આથી બીજી પત્ની ચુપ રહી. પરંતુ આ મામલે પહેલી પત્ની ચુપ રહી  તેણે પોલીસ સ્ટેશનમાં સ્વીટી એટલે કે કૃષ્ણા સેન  વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અને તે દરમ્યાન જ આ આશ્ચર્યજનક વાત સામે આવી કે તે એક છોકરી હોવા છતાં એક છોકરો બનીને બીજી બે છોકરી સાથે લગ્ન કર્યા.

તમને જણાવી દઈએ કે  હાલ સ્વીટી ઉર્ફ કૃષ્ણા જેલની હવા ખાઈ રહી છે.