રાજ્યમાં સ્થાનિક ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે નવા જાહેર થયેલા OBC અનામતના નિયમથી સ્થિતિ જ બદલાઈ ગઈ છે. આના કારણે રાજ્યની દરેક મહાનગરપાલિકા અને નગરપાલિકામાં કેટલાય કોર્પોરેટરોના પત્તા કપાશે તે સુનિશ્ચિત થઈ ગયું છે અને કેટલાય નવા માથાઓને સ્થાન મળશે તેમ માનવામાં આવે છે. જામનગર મહાનગરપાલિકા પણ તેમાંથી બાકાત નથી. 27 ટકા ઓબીસી અનામતનો અમલ અહીં પણ થવાનો છે. જાણો વરિષ્ઠ પત્રકાર આ અંગે શું કહે છે
રાજ્યમાં OBC અનામતની 27 ટકા જોગવાઈનો અમલ થયો છે તેના કારણે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને બધા સમીકરણ બદલાઈ ગયા છે. તેના લીધે મહાનગરપાલિકાથી લઈને નગરપાલિકામાં પરિસ્થિતિ એવી હશે કે 50 ટકા મહિલા અનામત પછી જો સૌથી વધારે કોર્પોરેટરો હશે તો 27 ટકા અનામતના કારણે OBC કોર્પોરેટરો હશે. આ સ્થિતિ રાજ્યની દરેક નગરપાલિકાથી લઈને મહાનગરપાલિકામાં હશે. આ સિવાય મહિલા ઉમેદવારોમાં ઘણા OBC ઉમેદવારો હોઈ શકે છે. તેના કારણે સંભવતઃ પહેલી જ વખત રાજ્યની બધી જ નગરપાલિકા અને મહાનગરપાલિકામાં જનરલ કેટેગરીમાંથી કોઈ મેયર તરીકે ચૂંટાય તેવી સંભાવના ઘણી ક્ષીણ થઈ ગઈ છે. જો આવું બનશે તો ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નવો જ ઇતિહાસ સર્જાઈ શકે તેવી પૂરેપૂરી સંભાવના છે.
આ પણ વાંચો: MANTAVYA Vishesh/અલ્પેશ ઠાકોરે ખખડાવ્યા ખાંડા, ઠાકોર સેનાને કરી સક્રિય
આ પણ વાંચો: કેબિનેટ પછી હવે શાસક પક્ષના માળખામાં થશે ફેરફાર કે સાફસૂફી!
આ પણ વાંચો: મતદાર યાદી સુધારણા ગુજરાતમાં પાંચ કરોડ મતદારોની ચકાસણી કઈ રીતે થશે તે જાણો!
