Entertainment News/ શ્વેતા તિવારીની લાડલી પલક કરે એટલું ઓછું! ટૂંકુ સ્કર્ટ અને પારદર્શક ટૉપમાં દેખાડ્યાં જલવા…

શ્વેતા તિવારી…સુંદરતા અને અદાઓનું અદ્ભૂત મિશ્રણ આ અભિનેત્રીમાં ઠાંસી-ઠાંસીને ભર્યું છે! પણ હવે તો એની 25 વર્ષીય પુત્રી પલક પણ માતાથી આગળ વધી ગઇ છે!

Trending Entertainment

Entertainment News: અભિનેત્રી શ્વેતા તિવારી (Shweta Tiwari) 45 વર્ષની વયે પણ પોતાના ખૂબસૂરત અંદાજથી બધા ચાહકો (Fans)નું દિલ જીતી લે છે પણ એની સુપુત્રી પલક તિવારી પણ ગ્લૅમરસ દેખાવામાં એની માતાથી જરાય પાછળ નથી! લૅટેસ્ટ ફોટાઓમાં એ ટૂંકું સ્કર્ટ પહેરીને વિદેશની સડક પર ટહેલતી દેખાઇ હતી!

પલકની ગજબ ફેશન સેન્સ

શ્વેતા તિવારી…સુંદરતા અને અદાઓનું અદ્ભૂત મિશ્રણ આ અભિનેત્રી (Actress)માં ઠાંસી-ઠાંસીને ભર્યું છે! પણ હવે તો એની 25 વર્ષીય પુત્રી પલક (Palak Tiwari) પણ આ બાબતમાં માતાથી આગળ વધી ગઇ છે! એ ક્યારેક ગાઉન તો ક્યારેક સ્કર્ટ (Skirt) પહેરીને એના ફેન્સ પર જાણે કે જાદુ કરે છે અને આ વખતે તો એણે વિદેશ (Foreign)માં એનો જલવો દેખાડીને બધાને ધૂળ ચાટતા કરી દીધા છે! વાયરલ તસવીરોમાં પલક બિલકુલ નાનકડું સ્કર્ટ અને સાથે જેકેટમાં દેખાઇ રહી છે. એનો મસ્તીભર્યો અંદાજ જોનારાને એના વખાણ કરવા મજબૂર કરી દે એવો છે.

આમ તો પલક દરેક વખતે ફેશનેબલ દેખાતી જ હોય છે પણ પરદેશની ધરતી પર તો એ ઓર સ્ટાઇલીશ અને ખૂબસૂરત દેખાઇ રહી છે! દરેક ફોટામાં એ અલગ-અલગ પૉઝમાં એવી ખીલખીલાટ કરતી જોવા મળી કે જેણે પણ પલકને જોઈ, એ એના દીવાના બની ગયા!

સૌથી સ્ટાઇલિશ સ્ટાર કિડ

પલકની ફેશન સેન્સ (Fashion Sense) ગજબની છે, ક્યાં, ક્યારે શું પહેરવું એની આ છોરીને સારી સૂઝ છે. એટલે જ તો મિની સ્કર્ટ સાથે પારદર્શક ટૉપ (Transparent Top) અને એની ઉપર લેધરનું જેકેટ પહેરીને એ પરદેશની ગલીઓમાં ધૂમી રહી છે. કપડાં ઉપરાંત, એની બૅગ અને પગરખાં પણ પરફેક્ટ મૅચ છે અને આ લુક જોઇને લાગે છે કે, પલક તિવારી સૌથી સ્ટાઇલિશ સ્ટાર કિડ છે!

પોતાની નખરાળી અદાઓના જલવાં દેખાડતી પલકે બરગંડી રંગ નું પ્લેઇન ટૉપ પહેર્યુ છે જેમાં વી નેકલાઇન છે અને ડીપ ગળું છે. ટૉપ પર ગોળ આકારના બટન છે અને અધૂરામાં પૂરું ટૉપની લંબાઇ ઓછી હોવાથી પલકનું ફિગર (Figure) પણ બ્યુટીફૂલ રીતે હાઇલાઇટ થઇ રહ્યું છે!

લેધર જૅકેટમાં અનોખો સ્વૅગ

પલકે એના લુકમાં કોઇ કસર છોડી નથી અને ટૉપ ઉપર બ્લૅક કલરની લેધર જૅકેટ (Leather Jacket) પહેરી છે અને એના ટૉપની જેમ જ જૅકેટ પણ શોર્ટ અને પ્લેઇન છે જેના પર ઝીપ લાગેલી છે. આને કારણે પલકનો દેખાવ ટ્રેન્ડી (Trendy Look) અને લેટેસ્ટ લાગી રહ્યો છે તેથી જ તો તેના ફેન્સ ભરી-ભરીને એના લુકના વખાણ કરી રહ્યાં છે!

ટ્રેન્ડી મિની સ્કર્ટમાં પલકની સ્ટાઇલ

પરદેશની ગલીઓમાં ધૂમી રહેલી શ્વેતા તિવારીની આ સુપુત્રી ડેનિમ (Denim)ના પરફેક્ટ ફીટીંગ વાળા મિની સ્કર્ટમાં જોરદાર લાગે છે અને એના દેખાવને ઓર આકર્ષક બનાવવા માટે  ઉપર 3 રાઉન્ડ શૅપનાં સિલ્વર બટન પણ ટાકેલાં છે અને સ્કર્ટમાં બ્લ્યૂની સાથે વ્હાઇટ કલરના શેડ્સ પણ સુંદર દેખાય છે. યુવાન છોકરીઓ માટે આવું ટ્રેન્ડી સ્કર્ટ એક પરફેક્ટ આઉટફિટ ઓપ્શન (Outfit Option) બની શકે છે.

બ્લૅક બૅગ ઝૂલી રહી છે

કપડાની સાથોસાથ પલકની લક્ઝુરિયસ લુક વાળી બ્લૅક બૅગ (Black Bag) પણ શૉલ્ડર પર ઝૂલતી જોવા મળી રહી છે. એના પર ડીટેઇલિંગ માટે ગોલ્ડન સ્ટ્રેપ્સ લગાવેલા છે અને એમાંયે પલકે એનું ડૉલવાળું કીચેઇન (Doll Key chain) લગાવીને એને ફન્કી ટચ આપ્યો છે.

પગરખાં પણ ક્યુટ

જો આખો દેખાવ ટ્રેન્ડી હોય તો ફૂટવેર (Footwear) સામાન્ય કેમ ચાલે? પલકે પગરખાંની પસંદગી પણ સમજી-વિચારીને કરી છે અને એની બ્લૅક બેલી આંખે ઉડીને વળગે એવી છે! એનો આગળનો ભાગ ક્લૉઝ ટૉ ની ડિઝાઇન વાળો છે. એમાંયે બ્લેક ટ્રાન્સપરન્ટ મોજામાં એ યૂનિક દેખાઇ રહી છે. પલક તિવારીનો આ ફન્કી લુક કૉલેજ કન્યાઓ (College Girls) માટે બેસ્ટ ઓપ્શન રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હેમા માલિની અને ધર્મેન્દ્રએ આ રીતે ઉજવી 44મી વર્ષગાંઠ, ડ્રીમ ગર્લએ શેર કરી હીમેન સાથે સુંદર તસવીરો

આ પણ વાંચો:ધર્મેન્દ્રને પાપારાઝી પર કેમ આવ્યો ગુસ્સો, મતદાન દરમ્યાન અભિનેતા સાથે એવું શું બન્યું

આ પણ વાંચો:88 વર્ષના ધર્મેન્દ્રને પગમાં ઈજા થઈ હતી, પુત્ર બોબી દેઓલે જણાવ્યું કે તે હવે તેમનું સ્વાસ્થ્ય કેવું છે