Raksha Bandhan festival/ રક્ષાબંધને સવારે 5:47 વાગ્યે શરુ થશે સર્વાર્થ સિદ્ધિ યોગ, જાણો રાખડી બાંધવાનું ઉત્તમ મૂહૂર્ત

રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના નિર્મળ પ્રેમનું પ્રતીક છે. આ દિવસે બહેનો પોતાના ભાઈના કાંડે રાખડી બાંધે છે અને એમના દીર્ઘ આયુષ્યની કામના કરે છે. તો આવો જાણીએ કે, આ વખતે રક્ષાબંધન પર રાખડી બાંધવાનું શુભ મૂહૂર્ત કયું છે?

Trending RAKSHA BANDHAN SPECIAL

Raksha Bandhan2025: રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમા તિથિએ મનાવવામાં આવે છે. ભાઈ-બહેનના નિર્મળ પ્રેમ, સુરક્ષા અને વિશ્વાસના પ્રતીક સમા આ પર્વને, આ વખતે વિશિષ્ટ જ્યોતિષીય યોગોની સાથે 9 મી ઑગષ્ટ, શનિવારના દિવસે મનાવવામાં આવશે. રક્ષાબંધને ભદ્રાકાળનો ખાસ ખ્યાલ રાખવામાં આવે છે. ભદ્રાના સમયે રાખડી બાંધવી અશુભ માનવામાં આવે છે, પરંતુ આ વર્ષે સૂર્યોદય થતા પહેલા જ ભદ્રા સમાપ્ત થઇ જવાના કારણે, શનિવારનો સમગ્ર દિવસ રક્ષાબંધનનું પર્વ ઉજવવા માટે ઉત્તમ માનવામાં આવી રહ્યો છે.

આ વખતે સર્વાર્થ સિદ્ધિ યોગ સહિત કેટલાય શુભ સંયોગોના કારણે આ દિવસનું મહત્વ ખૂબ વધી જાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, રક્ષા બંધનના દિવસે બનવા જઇ રહેલા કેટલાક ખાસ સંયોગો અને મૂહૂર્તમાં રાખડી બાંધવી ઉત્તમ રહેશે. ચાલો જાણીએ, આ વખતે રક્ષાબંધન પર રાખડી બાંધવાના શુભ મૂહૂર્ત તથા સંયોગ વિશે-

આખો દિવસ રાખડી બાંધી શકશે બહેનો-

રક્ષાબંધનના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ સવારે 5 વાગીને 47 મિનિટથી પ્રારંભ થશે અને બપોરે 2 વાગીને 23 મિનિટ સુધી રહેશે. આ સમય રાખડી બાંધવા માટે ઉત્તમ રહેશે. જ્યોતિષના જણાવ્યાનુસાર, આ વર્ષે રક્ષાબંધન પર ભદ્રા જેવી કોઈ જ અશુભ ઘડી નહિં હોય, જેથી બહેનો શનિવારે આખો દિવસ રાખડી બાંધી શકશે.

આ સાથે જ સર્વાર્થ સિદ્ધિ, સૌભાગ્ય અને શોભન યોગ જેવા અત્યંત શુભ સંયોગ પણ બનવા જઇ રહ્યાં છે જેને કારણે, આ પર્વ અત્યંત ફળદાયક અને મંગલકારી સાબિત થશે. 8 મી અને 9 મી ઑગષ્ટે, શ્રવણ નક્ષત્રથી યુક્ત પૂર્ણિમાને પણ મહાપુણ્યદાયિની માનવામાં આવી રહી છે. પૂર્ણિમાનો પ્રભાવ 9 મી ઑગષ્ટ ના રોજ 1 વાગીને 47 મિનિટ સુધી રહેશે, આથી આ અવધિ સુધી રાખડી બાંધવી વિશેષ લાભદાયક રહેશે.

9 મી ઑગસ્ટે રાખડી બાંધવાનું શુભ મૂહૂર્ત છે?

9 મી ઑગસ્ટે રાખડી બાંધવાનું શુભ મૂહૂર્ત સવારે 5 વાગીને 47 મિનિટથી પ્રારંભ થશે અને બપોરે 1 વાગીને 27 મિનિટ સુધી રહેશે. આ સિવાય, રાખડી બાંધવાનું બ્રહ્મ મૂહૂર્ત સવારે 4 વાગીને 22 મિનિટથી શરુ થઇને સવારે 5 વાગીને 4 મિનિટ સુધી રહેશે. અભિજિત મૂહૂર્ત બપોરે 12 વાગ્યાથી બપોરે 12 વાગીને 53 મિનિટ સુધીનું રહેશે. સાંજના સમયે ગોધૂલિ મૂહૂર્ત 7 વાગીને 6 મિનિટથી 7 વાગીને 27 મિનિટ સુધીનું રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભાઈને આ રક્ષાબંધને ખવડાવો ઘરે બનાવેલી ચૉકલેટ, ઝટપટ થઇ જશે તૈયાર!

આ પણ વાંચો:100 વર્ષ બાદ રક્ષાબંધન પર રચાશે દુર્લભ સંયોગ, આ રાશિના જાતકો થશે માલામાલ, ખૂબ ધન કમાશે!