Not Set/ અ’વાદ: વીજચોરીના કેસમાં સેશન્સ કોર્ટે ફટકારી 5 વર્ષની સજા, દંડની રકમ કરતા ત્રણ ગણો દંડ ફટકાર્યો

અમદાવાદ, અમદાવાદ સેશન્સ કોર્ટે બે વર્ષ જૂના વીજ ચોરીના કેસમાં આરોપીઓને પાંચ વર્ષની સજા તેમજ 44 લાખનો દંડ ફટકાર્યો છે. ઉલ્લેખનિય છે કે વર્ષ 2016માં અમદાવાદના વટવા વિસ્તારમાં ગેરકાયદે વીજ ચોરીનો બનાવ સામે આવ્યો હતો. જેમાં આરોપી સલીમ મનસૂરી પોતાના મકાનમાં સ્ટીમ પ્રેસ ચલાવતો હતો અને તેને 14 લાખ રૂપિયાની વીજ ચોરી કરી હતી. જે […]

Top Stories Ahmedabad Gujarat Videos
mantavya 1 અ’વાદ: વીજચોરીના કેસમાં સેશન્સ કોર્ટે ફટકારી 5 વર્ષની સજા, દંડની રકમ કરતા ત્રણ ગણો દંડ ફટકાર્યો

અમદાવાદ,

અમદાવાદ સેશન્સ કોર્ટે બે વર્ષ જૂના વીજ ચોરીના કેસમાં આરોપીઓને પાંચ વર્ષની સજા તેમજ 44 લાખનો દંડ ફટકાર્યો છે. ઉલ્લેખનિય છે કે વર્ષ 2016માં અમદાવાદના વટવા વિસ્તારમાં ગેરકાયદે વીજ ચોરીનો બનાવ સામે આવ્યો હતો.

જેમાં આરોપી સલીમ મનસૂરી પોતાના મકાનમાં સ્ટીમ પ્રેસ ચલાવતો હતો અને તેને 14 લાખ રૂપિયાની વીજ ચોરી કરી હતી. જે મામલે કોર્ટે સાક્ષીઓની જુબાનીના આધારે અને દસ્તાવેજી પુરાવાના આધારે સલીમ મનસૂરીને દોષી માની સજા અને દંડ ફટકાર્યો છે અને જો આરોપી દંડના રકમની ભરરાઈ નહિં કરે તો વધુ 15 માસની સજા કરવાનો હુકમ કર્યો છે.