Hollywood/ હોલીવુડ અભિનેતા જેકી ચેને કમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાવવાની ઇચ્છા વ્યકત કરી

હું જ્યાં પણ જાઉં છું, ચાઇનીઝ હોવાનો મને ગર્વ છે અને ફાઇવ સ્ટાર લાલ ધ્વજને આખા વિશ્વમાં માન આપવામાં આવે છે.

Entertainment
jackey chain હોલીવુડ અભિનેતા જેકી ચેને કમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાવવાની ઇચ્છા વ્યકત કરી

પ્રખ્યાત હોલીવુડ અભિનેતા જેકી ચેન ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીની પ્રશંસા  કરી રહ્યા છે. તેમને ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી અને તેની નીતિઓ એટલી પસંદ આવી ગઈ છે કે તેઓ આ પાર્ટીમાં જોડાવા માટે ઉત્સુક થઈ ગયા છે.  હોંગકોંગ સ્થિત હોલીવુડ અભિનેતા જેકી ચેને કમ્યુનિસ્ટ પાર્ટી  ચાઇના (સીપીસી) માં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી છે. અગાઉ, ભૂતપૂર્વ બ્રિટીશ કોલોનીમાં ચીનની દમનકારી નીતિઓને ટેકો આપવા બદલ તેમની ટીકા થઈ હતી. અહીંની એક પરિષદમાં ચેને (67) એ સીપીસીમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. સંમેલનમાં, ચીની ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોએ 1 લી જુલાઇના રોજ પાર્ટીના સ્થાપના દિવસે રાષ્ટ્રપતિ શી જિનપિંગ દ્વારા આપેલા સંબોધન પર તેમના મંતવ્યો વ્યક્ત કર્યા હતા.

સંમેલનમાં, ચીની ફિલ્મ એસોસિએશનના ઉપપ્રમુખ, ચાને પાર્ટીમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. “હું સીપીસીની મહાનતા જોઈ શકું છું અને મારું માનવું છે કે  તે કહે છે તે કરે છે અને તે સો વર્ષમાં આપવાનું વચન આપે છે તે થોડા દાયકાઓમાં જ આપી દે છે. તેમણે કહ્યું કે, હું સીપીસીનો સભ્ય બનવા માંગુ છું. ચેેને ઘણાં વર્ષોથી સીપીસીનો સમર્થક છે અને પક્ષ દ્વારા નિમાયેલા નિષ્ણાતોની સલાહકાર સંસ્થા, ચીની પીપલ્સ પોલિટિકલ કન્સલ્ટેટિવ ​​કોન્ફરન્સ (સીપીપીસીસી) ના સભ્ય તરીકે કામ કરી ચૂક્યા છે. માર્શલ આર્ટ્સમાં નિષ્ણાત એવા અભિનેતાને 2019 માં હોંગકોંગમાં લોકશાહી તરફી વિરોધ કરવા બદલ ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.

ચેને કહ્યું કે ‘હું ઘણા દેશોમાં ગયો છું અને એમ કહી શકું કે હાલના વર્ષોમાં આપણો દેશ ઝડપથી વિકસ્યો છે. હું જ્યાં પણ જાઉં છું, ચાઇનીઝ હોવાનો મને ગર્વ છે અને ફાઇવ સ્ટાર લાલ ધ્વજને આખા વિશ્વમાં માન આપવામાં આવે છે.