Gujarat Election/ ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદની અલગ અલગ કાર્યાલયની લીધી મુલાકાત, ચૂંટણી સંદર્ભે આપ્યું માર્ગદર્શન

ગત રોજ રાત્રે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી અંતર્ગત ગાંધીનગર લોકસભામાં સમાવિષ્ટ સાબરમતી વિધાનસભા અને વેજલપુર વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલયની મુલાકાત લીધી હતી

Top Stories Gujarat
19 6 ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદની અલગ અલગ કાર્યાલયની લીધી મુલાકાત, ચૂંટણી સંદર્ભે આપ્યું માર્ગદર્શન

ગુજરાત વિધાનસભા ચૂંટણીને ગણતરીના દિવોસ જ બાકિ રહ્યા છે ત્યારે હાલ તમામ પાર્ટીઓ ઉમેદવારી પોર્મ ભરી રહ્યા છે અને પ્રચાર અર્થે કામ કરી રહ્યા છે. હાલમાં ગુજરાત ચૂંટણીના લીધે ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં આવ્યા છે, તે ગત મોડીરાત્રે શહેરની અલગ અલગ ભાજપની કાર્યાલયની મુલાકાત લીધી હતી અને આગામી ચૂંટણી સંદર્ભે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

ઉલ્લેખનીય છે કે  ગત રોજ રાત્રે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી અંતર્ગત ગાંધીનગર લોકસભામાં સમાવિષ્ટ સાબરમતી વિધાનસભા અને વેજલપુર વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલયની મુલાકાત લઇ ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે સૌને ચૂંટણી લક્ષી માર્ગદર્શન આપ્યું.  અમિતભાઇ શાહની મુલાકાતથી કાર્યકર્તાઓમાં નવીન ઉર્જાનો સંચાર થયો. સૌએ ઉત્સાહ, ઉમંગથી શ અમિતભાઇ શાહને વધાવ્યા હતા