Gujarat News/ 151 લોકોને ભારતીય નાગરિકતા મળશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ (Home Minister Amit Shah) ગુજરાતમાં 151 ભારતીય નાગરિકતા પ્રમાણપત્રો (Indian citizenship) સોંપશે.

Top Stories Gujarat Others Breaking News
YouTube Thumbnail 2024 08 16T170250.789 151 લોકોને ભારતીય નાગરિકતા મળશે

Gujarat News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)ના વિઝનને અનુરૂપ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ (Home Minister Amit Shah) ગુજરાતમાં 151 નાગરિકતા પ્રમાણપત્રો (Indian citizenship) સોંપશે. ગુજરાત સરકાર 18મી ઓગસ્ટ 2024 ના રોજ 151 નાગરિકતા સુધારો કાયદો (CAA) પ્રમાણપત્રોના વિતરણ માટે એક વિશેષ સમારોહનું આયોજન કરશે. આ સમારોહને કેન્દ્રીય ગૃહ મંત્રી અને મુખ્યમંત્રી દ્વારા બિરદાવવામાં આવશે.

મહત્વનું છે કે કેન્દ્ર સરકારે CAA લાગુ થયા બાદ પ્રથમ વખત 14 લોકોને ભારતીય નાગરિકતાનો લાભ આપ્યો હતો. નાગરિકતા સંશોધન નિયમ, 2024ની અધિસૂચના જાહેર થયા બાદ પહેલી વાર નાગરિકતા પ્રમાણપત્રો વિતરણ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાએ નવી દિલ્હીમાં અમુક અરજીકર્તાઓને નાગરિકતા પ્રમાણપત્રો મે મહિના દરમ્યાન આ પ્રમાણપત્રો આપ્યા હતા.

ભારત સરકારે 11 માર્ચ 2024ના રોજ નાગરિકતા સંશોધન નિયમ 2024ની નોટિફિકેશન જાહેર કર્યું હતું. આ નિયમોમાં અરજી કરવાની રીત, જિલ્લા સ્તરીય સમિતિ તરફથી અરજીને આગળ વધારવાની પ્રક્રિયા અને રાજ્ય સ્તરીય અધિકાર પ્રાપ્ત સમિતિ તરફથી અરજીની તપાસ અને નાગરિકતા આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર : ભાજપ સરકાર આગામી સમયમાં જૂની પેન્શન યોજના ફરી લાગુ કરશે

આ પણ વાંચો:કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરવાનો કોર્ટનો આદેશ

આ પણ વાંચો:શું કેન્દ્ર સરકાર જૂની પેન્શન યોજના લાગુ કરશે? સોશિયલ મીડિયા પર વાયરલ મેસેજ, જાણો સત્યો