કોરોનાવાયરસ જે વૈશ્વિક મહામારીને ડામવા માટે દેશભરમાં રસીકરણ શરૂ થયું છે. તે જ સમયે, કેન્દ્ર સરકારે સ્વદેશી રસી પર ઉડતી અફવાઓ વિશે ચેતવણી આપી છે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ આ સંદર્ભે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક પત્ર લખ્યો છે. આમાં રાજ્યોને કહેવામાં આવ્યું છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને આઈપીસીની જોગવાઈઓ હેઠળ, જેઓ અફવાઓ ચલાવી રહ્યા છે અથવા કોરોના રસીકરણ અંગે કોઈ પ્રકારની અફવા સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે તેમની સામે કાર્યવાહી થઈ શકે છે.

ગૃહ સચિવે પોતાના પત્રમાં કહ્યું છે કે અફવા અને ખોટા સમાચારો રોકવા માટે આવા લોકો પર કાર્યવાહી કરવી જરૂરી છે. આ સાથે, રાજ્યોને વાસ્તવિક તથ્યોના આધારે વિશ્વસનીય માહિતી પ્રસારિત કરવાની સલાહ પણ આપવામાં આવી છે. અફવા ફેલાવનાર સંસ્થાઓ અને કોઈપણ વ્યક્તિ સામે કાયદાકીય જોગવાઈઓ હેઠળ શિક્ષાત્મક પગલાં લેવામાં આવી શકે છે.

INDIA-CHINA / ચીનનાં વધતા ચંચુપાત વચ્ચે રાહુલ ગાંધીનાં PM પર તીખા તીર, કહ્યું ‘મિસ્ટર 56’ મૌન કેમ?
અજય ભલ્લાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશમાં રાષ્ટ્રીય નિયમનકારી સત્તામંડળને જાણવા મળ્યું છે કે ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ઉત્પાદિત અને ભારત બાયોટેક લિમિટેડ દ્વારા વિકસિત અને ઉત્પાદિત બે રસી સલામત અને ઇમ્યુનોજેનિક છે.

China / બ્રહ્મપુત્રા નદી પર ડેમનું નિર્માણ, ભવિષ્યમાં યુદ્ધ તરફ દોરી શકે છે..?
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
