Video/ કેવી હોય છે ન્યુઝીલેન્ડની પ્રખ્યાત ક્રોકોડાઈલ બાઇક, મેચ પહેલા કેપ્ટન પંડ્યા સવારી કરતા મળ્યા જોવા

ન્યુઝીલેન્ડમાં ક્રોકોડાઈલ બાઇકનો ઘણો ક્રેઝ છે. આ જ કારણ છે કે મેચ પહેલા હાર્દિક પંડ્યા અને ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન આ બાઇક પર સવારી કરતા જોવા મળ્યા હતા.

Sports
ક્રોકોડાઈલ બાઇક

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 18 નવેમ્બરે T20 સીરીઝની પ્રથમ મેચ રમાશે. ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ પહોંચી ગઈ છે અને T20 ટીમની કપ્તાની હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી છે. હાર્દિક મેચ પહેલા સંપૂર્ણપણે રિલેક્સ થવા માંગે છે, તેથી ક્યારેક તે પૂલમાં મસ્તી કરતો જોવા મળે છે તો ક્યારેક ન્યૂઝીલેન્ડની પ્રખ્યાત ક્રોકોડાઈલ બાઇક ની મજા લેતો જોવા મળે છે. ન્યૂઝીલેન્ડ ટીમના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.

ટી-20 સિરીઝ પહેલા કેપ્ટન હાર્દિક પંડ્યાએ કહ્યું કે આ સિરીઝ યુવા ખેલાડીઓ માટે તકોથી ભરેલી છે અને ખેલાડીઓએ તેનો ભરપૂર લાભ ઉઠાવવો જોઈએ. રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ જેવા અનેક સિનિયર ખેલાડીઓને ન્યૂઝીલેન્ડ સામેની ટી20 શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે. તેમની જગ્યાએ યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. વિરાટ કોહલી સિવાય કોઈ પણ સિનિયર ખેલાડી T20 વર્લ્ડ કપમાં પોતાના નામ પ્રમાણે રમ્યો નહોતો. રોહિત શર્મા ફ્લોપ રહ્યો અને કેએલ રાહુલ માત્ર 1 મેચમાં જ સારું રમી શક્યો. સેમિફાઇનલ જેવી મહત્વની મેચમાં પણ સિનિયર ખેલાડીઓ નિષ્ફળ રહ્યા હતા.

https://www.instagram.com/reel/ClAQasVvrWW/?utm_source=ig_embed&ig_rid=0114ab75-70d8-436e-b286-897831f33301

ન્યુઝીલેન્ડમાં ક્રોકોડાઈલ બાઇકનો ઘણો ક્રેઝ છે. આ જ કારણ છે કે મેચ પહેલા હાર્દિક પંડ્યા અને ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન આ બાઇક પર સવારી કરતા જોવા મળ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ થયો છે જે પછી ફેન્સ તેને ઘણો પસંદ કરી રહ્યા છે. જ્યાં સુધી ક્રોકોડાઈલ બાઇકની વાત છે તો તે એક ખાસ પ્રકારની બાઇક છે. આ એક બે સીટર બાઇક છે જેમાં બંને બાજુ પેડલ જોડાયેલા છે. એકવાર આ માઉન્ટ થઈ જાય, પછી તમે પેડલિંગ કરતી વખતે તેને ચલાવી શકો છો. આ બાઇક આ કિવી રાષ્ટ્રમાં ફેવરિટ છે અને આ જ કારણ હતું કે હાર્દિક પંડ્યાએ પણ તેની સવારીનો આનંદ માણ્યો હતો.

આ પણ વાંચો:ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિએ ભારતને G-20ની અધ્યક્ષતા સોંપી

આ પણ વાંચો:નાસાએ ચંદ્ર માટે આર્ટેમિસ-1 લોન્ચ કર્યું

આ પણ વાંચો:પેજપ્રમુખ પછી ભાજપનો આ ચૂંટણીમાં નવતર પ્રયોગ વોટ્સએપ પ્રમુખ