Not Set/ ભારતમાં કેવી ચાલી રહી છે કોરોના વેક્સિન માટેની તૈયારી? 60થી વધુ વિદેશી રાજદૂતોનું થયું આગમન

બુધવારે 60થી વધુ વિદેશી રાજદૂતોએ હૈદરાબાદની બે મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓ ‘ભારત બાયોટેક’ અને ‘બાયોલોજિકલ-ઇ’ ની મુલાકાત લીધી હતી, જ્યાં તેમને કોવિડ -19 રોગચાળાને પગલે

India
corona 142 ભારતમાં કેવી ચાલી રહી છે કોરોના વેક્સિન માટેની તૈયારી? 60થી વધુ વિદેશી રાજદૂતોનું થયું આગમન

બુધવારે 60થી વધુ વિદેશી રાજદૂતોએ હૈદરાબાદની બે મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓ ‘ભારત બાયોટેક’ અને ‘બાયોલોજિકલ-ઇ’ ની મુલાકાત લીધી હતી, જ્યાં તેમને કોવિડ -19 રોગચાળાને પગલે ભારત દ્વારા આયોજિત વેક્સિન કાર્યક્રમ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે ટ્વિટ કર્યું છે કે, “હૈદરાબાદ સ્થિત ફાર્માસ્યુટિકલ કંપનીઓ ભારત બાયોટેક અને બાયોલોજિકલ-ઇના સંશોધન અને નિર્માણ એકમોની મુલાકાત લેવા 60 થી વધુ મિશન પ્રમુખોનું આગમન.” સૂત્રોએ જણાવ્યું હતું કે ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર ડો.કૃષ્ણ અલ્લાએ વિદેશી રાજદૂરોને ભારતમાં વેક્સિન ઉત્પાદન સંબંધિત વિવિધ પાસાં રજૂ કર્યા હતા.

તેમણે કહ્યું કે આ રજૂઆત દરમિયાન રાજદૂતોને જાગૃત કરવામાં આવ્યા હતા કે વિશ્વની 33 ટકા વેક્સિન હૈદરાબાદની જીનોમ વેલીમાં બનાવવામાં આવે છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, વિદેશ મંત્રાલય દ્વારા હૈદરાબાદમાં રાજદૂતોની મુલાકાતનું આયોજન ભારતમાં કોવિડ -19 વેક્સિનના વિકાસ કાર્યક્રમની પહેલથી તેમને જાગૃત કરવા અને તેઓ શહેરોની અન્ય ફાર્માસ્યુટિકલ કંપનીઓની પણ મુલાકાત લેશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…