Not Set/ દેશની દિગ્ગજ કંપનીઓએ PM careમાં કેટલા નાણાં જમા કરાવ્યા ? જાણો

વિરોધ પક્ષ દ્વારા કોરોના કાળ અંતર્ગત વડાપ્રધાન નિર્દેશિત કેર ફંડની ગુપ્તતા અંગે સવાલ કરવામાં આવ્યા છે ત્યારે તેની વચ્ચે દેશની મોટી કંપનીઓ દ્વારા આપવામાં આવેલા ફંડ અંગેની જાણકારી પ્રાપ્ત થઇ છે.કોરોના કાળમાં મોદી સરકાર દ્વારા રચાયેલા

Top Stories Business
pm care2 1 દેશની દિગ્ગજ કંપનીઓએ PM careમાં કેટલા નાણાં જમા કરાવ્યા ? જાણો

વિરોધ પક્ષ દ્વારા કોરોના કાળ અંતર્ગત વડાપ્રધાન નિર્દેશિત કેર ફંડની ગુપ્તતા અંગે સવાલ કરવામાં આવ્યા છે ત્યારે તેની વચ્ચે દેશની મોટી કંપનીઓ દ્વારા આપવામાં આવેલા ફંડ અંગેની જાણકારી પ્રાપ્ત થઇ છે.કોરોના કાળમાં મોદી સરકાર દ્વારા રચાયેલા પીએમ કેર ફંડમાં ફકત સરકારી કંપનીઓ અને જાહેર સ્તરમાં જ નહી પણ કોર્પોરેટ ક્ષેત્રથી લઈને ખાનગી બેન્કો તરફથી પણ જંગી રકમનું ભંડોળ વળવા લાગ્યુ છે. જેમાં રીલાયન્સ ઈન્ડસ્ટ્રીએ રૂા.500 કરોડ ટાટા ગ્રુપે રૂા.500 કરોડ આદીત્ય બિરલા ગ્રુપે રૂા.400 કરોડ અદાણી ગ્રુપ દ્વારા રૂા.100 કરોડ અને ત્રણ ખાનગી બેન્કો તરફથી કુલ રૂા.175 કરોડનું ભંડોળ આપ્યુ છે.

Corona Virus / હે મા માતાજી…તારક મહેતામા દયાના વીરા સુંદરનું પાત્ર ભજવતા મયુર વાકાણીને કોરોના

જેમાં આઈસીઆઈસીઆઈ બેન્કે રૂા.80 કરોડ, એચડીએફસી બેન્ક દ્વારા રૂા.70 કરોડ અને કોટક મહીન્દ્રા બેન્ક દ્વારા 25 કરોડ અપાયા છે. હાલમાં જ ઉઠતા-ઉઠતા બચી ગયેલી યસ બેન્કે પણ રૂા.10 કરોડ આપ્યા છે તો તેના સ્ટાફના પગારમાંથી રૂા.1.90 કરોડની રકમ કાપીને જમા કરાવે છે.પીએમ કેર્સ ફંડમાં જબરી ગુપ્તતા સેવાઈ રહી છે. તે નાણા કયાં ખર્ચાય છે તે જાહેર થયુ નથી અને કેગ સહિતની કોઈ સરકારી એજન્સી તેનું ઓડીટ કરી શકતી નથી તથા સંસદમાં પણ તેનો હિસાબ અપાતો નથી.

કેદારનાથ દર્શન / 17 મે ની સવારે 5 વાગે ખુલશે બાબા કેદારનાથ કપાટ

આ ફંડનું વડાપ્રધાન કાર્યાલય જ મેનેજ કરે છે. તા.31 માર્ચ 2020ના આ ફંડમાં રૂા.3076.62 કરોડ હોવાનું જાહેર થયુ હતુ. અગાઉ સરકારી બેન્કો અને અન્ય સરકારી સાહસોએ આ ભંડોળમાં નાણા આપ્યા હતા.હવે ખાનગી કંપનીએ એલએન્ડટી રૂા.150 કરોડ ઈન્ફોસીસ રૂા.50 કરોડ હીરો મોટો રૂા.50 કરોડ મહેન્દ્ર એન્ડ મહીન્દ્રા એન્ડ મહીન્દ્રા રૂા.20 કરોડ, ટેક મહીન્દ્રા રૂા.20 કરોડ, ડાબર ઈન્ડીયા રૂા.11 કરોડ એશિયન પેઈન્ટસે રૂા.35 કરોડ આપ્યા છે. ભારતી એરટેલે રૂા.100 કરોડ આપ્યા છે.

વેક્સિનેશન / કૃષિમંત્રી આર.સી.ફળદુ એ પણ લીધી વેક્સિન, આમ જનતાને અપીલ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…