MGNREGA Worker/ લોકસભા ચૂંટણી પહેલા મનરેગાના શ્રમિકો માટે વેતન કાર્ડ જાહેર

કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2024-2025 માટે મનરેગા યોજના અંતર્ગત શ્રમિકોના દૈનિક વેતનનું કાર્ડ જાહેર કર્યું હતું. ગોવાને સૌથી વધુ વેતન (10 ટકા)માં વધારો……………..

Top Stories India
Beginners guide to 2024 03 28T160318.275 લોકસભા ચૂંટણી પહેલા મનરેગાના શ્રમિકો માટે વેતન કાર્ડ જાહેર

New Delhi News: ગ્રામીણ વિકાસ મંત્રાલયે મનરેગા યોજના અંતર્ગત શ્રમિકોના દૈનિક વેતનનું કાર્ડ જાહેર કર્યું હતું. લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે શ્રમિકોના દૈનિક વેતનમાં 7 રૂપિયાનો વધારો કર્યો છે ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર વેતન વધારાને લઈ ટીકા કરી છે.

કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2024-2025 માટે મનરેગા યોજના અંતર્ગત શ્રમિકોના દૈનિક વેતનનું કાર્ડ જાહેર કર્યું હતું. ગોવાને સૌથી વધુ વેતન (10 ટકા)માં વધારો કરાયો છે જ્યારે સૌથી ઓછું વેતન ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડને 3 ટકા જેટલો દૈનિક વેતનમાં વધારો કર્યો છે. અગાઉ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ‘ભારત ન્યાય યાત્રા’ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શ્રમિકોના વેતનમાં વધારો કરવા પત્ર લખ્યો હતો.

રાહુલ ગાંધીએ PM મોદીને પત્ર લખીને વિનંતી કરી હતી કે મનરેગા વેતનની ચૂકવણી માટે બાકીનું કેન્દ્રીય ભંડોળ બહાર પાડવામાં આવે. રાહુલ ગાંધીએ આ પત્ર પશ્ચિમ બંગાળમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) સાથે જોડાયેલા કામદારોની સમસ્યાઓને લઈને લખ્યો હતો. જેના અનુસંધાને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર શ્રમિકોના દૈનિક વેતનમાં નજીવો વધારાને લઈ ટીકા કરી છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વલસાડમાં વીજ કરંટ લાગતા એક યુવકનું મોત

આ પણ વાંચો:યૂક્રેનના વિદેશમંત્રી આજથી બે દિવસ ભારતની સત્તાવાર યાત્રા પર, શા માટે મુલાકાત મહત્વની છે…

આ પણ વાંચો:ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી પરીક્ષાને લઈ મહત્વનું અપડેટ