Market Outlook: દિવાળીથી નવા વર્ષ સંવત 2081ની શરૂઆત થઈ ગઈ છે. હિન્દુ કેલેન્ડર પ્રમાણે વિક્રમ સંવત 2080એ વિદાય લીધી છે. જોકે, શેરબજારમાં તાજેતરમાં આશરે 8 ટકાનો ઘટાડો આવ્યો છે. આ સંજોગોમાં આગામી સપ્તાહથી નવા સંવતમાં શું બજારમાં તેજી પરત ફરશે કે ઘટાડાનો માહોલ જોવા મળશે.
નિષ્ણાતોનું કહેવું છે કે અમેરિકામાં 5મી નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી, ફેડરલ રિઝર્વનો વ્યાજ દર અંગે નિર્ણય, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI)ની પ્રવૃત્તિ તથા કોર્પોરેટ જગતના પરિણામો આ સપ્તાહમાં શેરબજારની દિશા અને દશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. સપ્તાહ દરમિયાન આર્થિક મોરચે ડેટા પણ જાહેર થવાનો છે.
આ સપ્તાહ વૈશ્વિક મોરચે અત્યંત મહત્વનું છે. પાંચ નવેમ્બરના રોજ અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી પર વિશ્વની નજર છે. ભૂ-રાજકીય દબાણ અને ક્રુડ ઓઈલના ભાવની વધતી કિંમત બજાર સેન્ટીમેન્ટ પર અસર કરી શકે છે. આ ઉપરાંત હવે ભારતીય કોર્પોરેટ જગતમાં બીજા ત્રિમાસિક ગાળા માટેના કોર્પોરેટ પરિણામોની જાહેરાત અંતિમ તબક્કામાં છે. આ ઉપરાંત ગ્લોબલ સર્વિસ PMI અને બેન્ક ઓફ ઈગ્લેન્ડ (BOE)દ્વારા વ્યાજ દર અંગે નિર્ણય લેવામાં આવશે.
આ પણ વાંચો: ભારતીય શેરબજાર હોંગકોંગને પછાડી વિશ્વના ચોથા નંબરનું સૌથી મોટું સ્ટોક માર્કેટ બન્યું
આ પણ વાંચો: સ્ટોક માર્કેટ તરફ યુવાનોનુ આકર્ષણ, કોરોના મહામારી બાદ ડિમેટ અકાઉન્ટની સંખ્યા વધી
આ પણ વાંચો: મોટા ઘટાડા સાથે ખુલ્યું સ્ટોક માર્કેટ, સેન્સેક્સમાં આટલા પોઇન્ટનો ઘટાડો
