ફરાળી હાંડવો બનાવવા માટેની સામગ્રી
🔸 1 કપ મોરૈયો
🔸 1/4 કપ સાબુદાણા
🔸 1 નાની દૂધી
🔸 1/4 કપ દહીં
🔸 1 ટેબલ સ્પૂન સીંગદાણા
🔸 4 નંગ લીલા મરચાં
🔸 1 ઈંચ આદુનો ટુકડો
🔸 1/4 કપ ઝીણા સમારેલા લીલા ધાણા
🔸 1/2 ટીસ્પૂન લાલ મરચાં પાવડર
🔸 1 ટીસ્પૂન તલ
🔸1/2 ટીસ્પૂન જીરુ
🔸1 સુકું લાલ મરચું
🔸1/2 ટીસ્પૂન જીરુ પાવડર
🔸1 ટીસ્પૂન ખાંડ, (સ્કીપ કરી શકો)
🔸10 પત્તા મીઠો લીમડો
🔸2 ટેબલસ્પૂન તેલ
🔸સીંધવ, આવશ્યકતા અનુસાર
ફરાળી હાંડવો બનાવવા માટેની રીત:
🔸ફરાળી હાંડવા માટે ઉપર દર્શાવેલ તમામ સામગ્રી તૈયાર કરી લેવી. મરચાં અને આદુની મિક્સરમાં પેસ્ટ બનાવી લેવી. ધાણાને બારીક કટ કરી લેવા. સિંગદાણાને શેકી અને આખો ભાગો ભૂક્કો કરી લેવો. દુધીને ઉપયોગ માં લેતી વખતે છીણી લેવી.
🔸મોરૈયો તથા સાબુદાણાને મિક્સરમાં પીસી લેવા. બિલકુલ બારીક ન પીસવું. રવા જેવું રાખવું.
🔸સાબુદાણા અને મોરૈયાના લોટમાં દહીં નાખી અને 20 મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો.
🔸 20 મિનિટ બાદ આ ખીરાને પાંચ મિનિટ સુધી બરાબર ફીણો. હવે તેમાં સિંધવ, લાલ મરચાં પાવડર, જીરુ પાવડર, આદુ – મરચાંની પેસ્ટ, ખાંડ, લીલા ધાણા તથા દૂધીનું છીણ, સીંગદાણા નો ભૂકો, નાંખી અને મિક્સ કરી લો. હાંડવા જેવું ખીરું તૈયાર કરતા જો જરૂર પડે તો છાશ નાખવી.
🔸હાંડવા ના વાસણ ને ચારે બાજુ તેલ લગાવી અને પ્રિ હિટ કરવા મૂકી દેવું.
🔸એક વઘારીયા માં તેલ ગરમ થવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરુ તલ મીઠી લીમડી સૂકું લાલ મરચું નાખી અને વઘાર તૈયાર કરો. સરસ વઘાર તૈયાર થાય એટલે ખીરામાં નાખી અને બરાબર મિક્સ કરી લો.
🔸 હવે આ ખીરું ગરમ કરવા મુકેલ હાંડવા ના વાસણમાં નાખો. તેની ઉપર થોડા તલ sprinkle કરો. હાંડવા નું વાસણ બંધ કરી દો અને 30 મિનિટ સુધી ધીમા તાપે એને ચડવા દો. ત્રીસ મિનિટ બાદ ટૂથપીક અથવા ચાકુ વડે ચેક કરવું. સરસ હાંડવો તૈયાર થઈ ગયો હશે. હાંડવો બીલકુલ ઠંડો પડી જાય પછી જ તેને બહાર કાઢી પીસ પાડવા. આ ફરાળી હાંડવો ગ્રીન ચટણી સાથે બહુ ટેસ્ટી લાગે છે.
આ પણ વાંચો- ઘરની બહાર નીકળતાં પહેલાં કરશો આ કામ, તો ચોક્કસપણે મળશે સફળતા
આ પણ વાંચો- માસિક સમયે સ્ત્રીઓને ક્યાંય અડવાની મનાઈ કરવા પાછળ છે ફક્ત આ કારણ
આ પણ વાંચો- રોજ સવારે ખાલી પેટ 2 ચમચી મધમાં આ ચીજ ઉમેરી પીવાના ફાયદા
આ પણ વાંચો- લીંબુના રસને ગરમ પાણીમાં ભેળવીને પીવો, મળશે આટલા અક્સિર ફાયદા!
આ પણ વાંચો- ચરબીના જામેલા થર ઓગાળવા છે? જાણી લો તે માટેના ટેસ્ટી ફૂડ્સ
આ પણ વાંચો- કબજિયાતને ભગાડો જડમૂળમાંથી, બસ રોજ 1 મિનિટ કરો આ કામ
આ પણ વાંચો- વઘારેલી ખીચડીના વઘારમાં ભૂલ્યા વગર ઉમેરો આ ચીજ, સ્વાદ દાઢે વળગશે
આ પણ વાંચો- Recipe: માર્કેટ જેવા જ ભાવનગરી ગાંઠિયા બનાવવામાં ઉમેરો આ ચીજ, વધી જશે સ્વાદ અને સોડમ
આ પણ વાંચો- સંડાસ-બાથરૂમ ચમકાવો ફક્ત 5 મિનિટમાં, દરેક ડાઘા દૂર થશે ચપટી વગાડતાં
આ પણ વાંચો- શાહી મસાલો ગણાતું ‘તમાલપત્ર’ આ રોગોનો અક્સિર ઈલાજ, ચમત્કારિક લાભાલાભ
આ પણ વાંચો- બાંધીને ફ્રીજમાં મૂકેલા લોટનો વપરાશ કરો છો? તો જાણીને ધબકારા વધારશે આ વાત
આ પણ વાંચો- તાંબાના પાત્રમાં પાણી પીવું આ રોગ માટેં અક્સિર! પણ ન કરશો આ ભૂલ
આ પણ વાંચો- પગની નસ ચડી જાય ત્યારે ચાટી જાવ આ ચીજ, તરત જ મળશે રાહત
આ પણ વાંચો- પેટમાં ગૅસ થવાના આ 5 કારણો છે, આજે જ બદલો આ આદત…
